________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૭૫
અહંકારે અર્પી પરવશતા !
પોતાનું સ્વરૂપ જાણીએ ત્યારે અહંકાર વિલય થઈ જાય. આ જગત કોણે બનાવ્યું ? કેવી રીતે ચાલે છે ? કોણ ચલાવનાર છે ? ઈશ્વર કોણ છે ? આપણે કોણ છીએ ? આ બધાં વળગણ કેમ થયાં છે ? ના ગમતું હોય તોય વળગે અને ગમતું હોય તોય વળગે અને પરવશતા લાગે કે નહીં લાગે ? પરવશતા બહુ લાગે છે, નહીં ? શા માટે પરવશતા આપણને ? આપણે સ્વતંત્ર પૂરેપૂરા સ્વતંત્ર છીએને તોય પરવશતા કેમ ? ત્યારે કહે, ‘આ અહંકારથી બધું પરવશ થઈ ગયા. આ બધું જાણો તો એ અહંકાર ખલાસ થઈ જાય, ઊડી જાય, એટલે
કે ઉકેલ આવી જાય.' એ ઈગોઇઝમ તમારે કાઢવો છે ?
પ્રશ્નકર્તા : એ તો બહુ સારું, બધાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. દાદાશ્રી : બે કલાકમાં કાઢી આપું, બે ક્લાકમાં !
પ્રશ્નકર્તા : સારું ત્યારે, આવી જઈએ. બે કલાક તો શું પણ તમે કહો એટલો ટાઈમ આવી જઈએ.
દાદાશ્રી : શૂરવીર છેને ? કાઢી આપીશું ઈગોઈઝમ.
‘પોતે કોણ છે’ એટલું જ જાણવા જેવું છે. એ જાણ્યું કે છુટકારો થઈ ગયો. એ બધું તમને અહીં જાણવાનું મળશે. માટે તમારે અહીં આગળ ટાઈમ આપવો સત્સંગમાં,
અહંકાર રહ્યો છે ગુપ્તપણે !
જગતના લોકોને અહંકાર કેટલા કાળે ઊડે ? કેટલા અવતારે અહંકાર જાય ?
પ્રશ્નકર્તા ઃ અનુભવ વગર શી રીતે સમજણ પડે ?
દાદાશ્રી : આ આટલા અવતારથી લોકોને અહંકાર ગયો નથી એવું દેખાય છે. મોટા મોટા આચાર્ય મહારાજોને ગયો નથી. એટલે આપણે કોઈ આચાર્ય મહારાજને કહીએ કે સાહેબ, અહંકાર કરો છો તમે ?” ત્યારે એ કહેશે, ‘મેં અહંકાર કર્યો જ નથી !' પણ એ એમને
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પોતાને ખબર નથી કે અહંકાર એટલે શું ? કારણ કે એ આચાર્ય મહારાજ પોતાના સાધુપણાનો જરાય ડોળ કરતા ના હોય, બીજું કશું ના કરતા હોય. એટલે એમ જ લાગેને કે મારામાં અહંકાર નથી. પણ
૩૭૬
ખરો અહંકાર તો આ જ, જે ગુપ્ત રહ્યો છે અને અહંકાર કાઢે ત્યારે એ ગુપ્ત તત્ત્વ મળે. અને અહંકારેય ગુપ્ત રહેલો છે. બેઉં તત્ત્વ ગુપ્ત છે. એક ગુપ્ત કાઢે કે બીજું ગુપ્ત આવે.
પ્રશ્નકર્તા : એટલે ખાલી જગ્યા ખાલી નથી રહેતી, પૂરાઈ જાય
છે ?
દાદાશ્રી : દુનિયાનો નિયમ એવો છે, ખાલી જગ્યા રહે જ નહીં. આ બધા ઘર આ ખાલી કરાવો જોઈએ, ગમે તે પેસી જશે. અગર તો એનો માલિક હોવો જોઈએ એક જગ્યાએ. ખાલી થયેલું હોય તોય પણ માલિક પેલો બેઠેલો હોય કે ‘મારું છે, મારું છે’ કર્યા કરતો હોય, તાળાં વાસીને.
આઈ - માય = ગૉડ !
પ્રશ્નકર્તા ઃ અહંકાર અને મમતા એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : એવું છેને, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતાવાળો અહંકાર એટલે ફસામણ થઈ છે. તમારે મમતાવાળો અહંકાર કે મમતા વગરનો ?
નથી.
પ્રશ્નકર્તા : એ હજુ ખબર નથી પડતી.
દાદાશ્રી : મમતા નથી ? આ તમારું શરીર હોય ? પ્રશ્નકર્તા : એ જ દ્વિધામાં છીએ.
દાદાશ્રી : દ્વિધામાં છો કે સાચું છે ?
પ્રશ્નકર્તા : દ્વિધા છે કે સાચું શું ને ખોટું શું ? હજી ખબર પડતી
દાદાશ્રી : ખબર પડતી નથી, તો પણ મમતા તો છે જ, અત્યારે પચાસ રૂપિયા ખોવાઈ જાય, તો ઉપાધિ થાય કે ન થાય ?