________________
૩૭૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૧) અહંકારનું સ્વરૂપ
૩૭૩ થાય અને પછી ઉત્પત્તિ થાય છે. એટલે તમે આ ભવમાં જે જે કર્મ ક્યાં તે તમે કરતા નથી, બીજું કોઈ કરે છે. આ તો તમે ભ્રાંતિથી માનો છો કે મેં કર્યું અને જો પોતે કર્તા હોયને તો કોઈ, નનામી કાઢે છે ત્યાં સુધી ના જાય, છેલ્લા સ્ટેશન પર જાય નહીંને કોઈ !
મનુષ્યોમાં સંડાસ જવાની શક્તિ નથી. એની બીજી શક્તિઓ છે, ઓહોહો ! પાર વગરની (જ્ઞાન, દર્શનની) શક્તિઓ છે પણ પ્રગટ થઈ નથી. હવે જે ‘હું કરું છું’ એવું કહે છે, એ તો બધું પોતાની શક્તિ બહારની વસ્તુ છે. આ તો લોકો કહેશે, “મેં ખાધું, મેં પીધું'. ત્યારે આમ કહેશે, ‘ભૂખ લાગી.’ એવું કહે છેને લોકો ? લાગી ત્યારે જાતે ઓલવી નાખને. ત્યારે કહે, “ના, મહીં નાખ્યા વગર ના ઓલવાય.’
અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને ત્યાર પછી આ પરિણામ થાય છે, અહંકારથી કર્મ બંધાય છે અને આ મન-વચન-કાયા એ બધું ફળ છે. અહંકાર કોઝિઝ છે ને આ મન-વચન-કાયા ઇફેક્ટ છે.
પ્રશ્નકર્તા : ધન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કોઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે) ?
દાદાશ્રી : ફન્ડામેન્ટલેય નથી. એ તો આ તમારું ઊભું થયેલું કોઝ છે. કોઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝીઝ (કારણ ને પરિણામ, પરિણામ ને કારણ) હવે આ લીંક (શંખલા) તોડી નાખે તો મોક્ષ થાય. તો શું આમાંથી તોડી નાખવું જોઈએ, બેઉમાંથી ? કયો ભાગ કાઢી નાખશે ?
પ્રશ્નકર્તા : કોઝ કાઢી નાખવાનાં.
દાદાશ્રી : હા, કોઝ કાઢી નાખવાનાં. ઇફેક્ટ તો કોઈથી બદલાય નહીં. હવે કોઝીઝ કેવી રીતે કાઢી નાખીએ ?
પ્રશ્નકર્તા: કર્મથી રહિત થઈ જાવ એટલે.
દાદાશ્રી : નહીં, કર્મના કર્તા ના થવું જોઈએ. અકર્તાભાવ ઉત્પન્ન થવો જોઈએ. એને પોતાના અનુભવમાં આવવું જોઈએ કે હું
કરતો નથી.
પ્રશ્નકર્તા : ઇટ હેપન્સ.
દાદાશ્રી : ઈટ હેપન્સ ! પણ ઇટ હેપન્સ જાણવાથી કંઈ આપણને બહુ લાભ થતો નથી. ઈગોઇઝમ જરા નરમ થઈ જાય પણ ગાદી છોડે નહીં. જ્યાં સુધી ઈગોઇઝમ ગાદી છોડે નહીં ત્યાં સુધી કોઝિઝ બંધ થાય નહીં. કોઝિઝ એ ઈગોઇઝમનો જ ધંધો છે. ઈગોઇઝમથી કર્મ બંધાય છે.
કર્તા થયો કે બંધન થયું, પછી જેનો કર્તા થાય, તું સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા. પણ કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું ફળ સુખ આવે, શાંતિ રહે સંસારમાં અને સકામનું ફળ દુ:ખ આવે.
વીતરાગોએ કહ્યું કે આ કર્મ અને આત્મા, બે અનાદિથી છે. એટલે એની કંઈ આદિ થઈ નથી. એટલે કર્મના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે ને ભાવના આધારે કર્મ ઊભાં થાય છે. એમ ચાલ્યા જ કરે છે નિરંતર. આત્મા ત્યાં ને ત્યાં જ રહે છે.
પ્રશ્નકર્તા : પણ આત્માને જ શરીરનું વળગણ છે.
દાદાશ્રી : એ તો એને પોતાનું લાગતું નથી, વળગણ કશું લાગતું નથી. આ તો બધું અહંકારને જ છે. જો અહંકાર છે, તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી, કર્તાય નથી.
શાસ્ત્રકારોએ બધા બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ કેમ પડે તે ? આ તો બધા જ અવળે રસ્તે ચાલે છે. જો આત્મજ્ઞાની પુરુષ હોય, તો છુટકારો થાય. આવું જાણેને કે કેટલા ભાગમાં કર્તા છે એ સમજાવે પેલા જ્ઞાની. આ તો એવું જ માને છે કે આ સામાયિક કરું છું તે હું કરું ને હું જ આત્મા છું. સામાયિક કરે છે તે આત્મા છે અને આ બીજું બધું કરે છે એ મિથ્યાત્વ છે. ક્રોધ-માન-માયા-લોભ કરે છે એ મિથ્યાત્વ છે. અલ્યા, ‘કરે છે' શબ્દ આવે છે ત્યાંથી જ એ મિથ્યાત્વ છે. કરોમિ-કરોસિ ને કરોતિ એ બધું મિથ્યાત્વમાં.