________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૭૧
૩૭૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : કશું કામ એના વગર થાય નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેગાં થાય તો જ કામ થાય, નહીં તો કશું થાય એવું નથી અને લોકો કરવા નીકળ્યા છે ! કરવામાં સ્વતંત્રતાની જરૂર છે ? જગ્યા જ ભેગી ના થઈ તો ક્યાં જઈશ ? ભગવાનની વાત સમજણ ના પડે તેથી તો જગત આખું ફસાયું છે ને ! ભલેને જ્ઞાની ના મળ્યા હોય, તોય ભગવાનની વાત સમજે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગર કશું બને એવું નથી, તો મારે અહંકાર શા માટે કરવો જોઈએ ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેગાં થાય તો કાર્ય થાય છે, તો પછી અહંકાર કરવાનું રહ્યું જ ક્યાં ? અને અહંકાર ના કરે તો એને કોઈક દહાડે જ્ઞાની મળે. અહંકાર ના કરેને તો ચોથા આરામાં જવું પડે, આટલું જો કદી સમજે તો ! પણ આટલુંય ક્યાં સમજે છે ?
એટલી બધી ભ્રાંતિનો ભરાવો થઈ ગયો છે કે, દેરાસરમાં જાય છે, ત્યારે એને ભાન થાય છે કે ભગવાન, ભગવાન ! ભગવાન એને યાદ આવે ! હવે દેરાસરમાં વીતરાગ ભગવાન પદ્માસન વાળીને બેઠેલા હોય છે. તે શું કહે છે કે સાહેબ, તમે આવું પગ વાળીને કેમ બેઠા છો, આપણે પૂછીએ ભગવાનને. ત્યારે કહે છે, “દુનિયામાં કંઈ કરવા જેવું નથી. બેસી જા છાનોમાનો. કશું કરવા જેવું નથી.” “અરે પણ સાહેબ, ખાઉં શું ?” ત્યારે કહે, ‘તું મારા વિશ્વાસ પર ચાલ ને ટાઈમે તને ખાવાનું-પીવાનું બધું મળી આવશે. માટે તું તારી મેળે તું તારું કર.” કારણ કે કરવાનું નથી એવું તું જાણી ગયો ત્યારથી અહંકાર ખલાસ થઈ ગયો. અહંકાર ખલાસ થઈ ગયો એટલે કોઈ પણ બાબા આમ બેઠેલા હોય, તેની આજુબાજુ લોકો ભમ ભમ કર્યા કરે, અહંકારીઓ, ‘બાબા ભૂખ્યા હશે, બાબા આમ હશે, તેમ હશે.” નિર્અહંકારીઓનું કોણ ચલાવે છે ? અહંકારીઓ ચલાવે છે. બધું જ ચલાવી લે. કારણ કે પેલાથી જોયું ના જાય કે સવારના બેસી રહ્યા છે, દૂધેય નથી પીધું, કશું નથી પીધું, પોતે આખો દહાડો દોડધામ કરીને કરે.
ભગવાને કેવી શોધખોળ કરી છે, ચોવીસ તીર્થંકરોની શોધખોળ તો જુઓ ! માટે તમે કશું ભો રાખશો નહીં. એવું તીર્થંકર મહારાજ
કહે છે કે બેસોને. ત્યારે કહે, ‘ભગવાન શું કહો છો ?” ત્યારે ભગવાન કહે, ‘હું દેખાઉં છું એવા જ તારામાં મહીં છે. એ જ સ્વરૂપ છે તારામાં. ત્યાં તપાસ કરને.' ત્યારે કહે, ‘ધ્યાન કરવા બેસું તો ધ્યાન થતું નથી.' ત્યારે કહે, ‘મારા કહ્યા શબ્દો સમજ્યો નથી તું. જો એ અહંકાર વિલય ના થાય વખતે મારા કહેવાથી, મારા સમજણ પાડવાથી, તો જ્ઞાની પુરુષની પાસે જા, કે જેનો અહંકાર ખલાસ થઈ ગયેલો હોય. જ્યારે તું નિર્અહંકારીને જોઈશને, ત્યારે તને મનમાં એમ થશે કે મારી અહંકારવાળી ભૂલો આ દેખાય છે.” એ અહંકાર ખલાસ થઈ જાય. જ્ઞાની પુરુષ પાપ ધોઈ નાખે.
પ્રશ્નકર્તા : આ બધી ઈગોઇઝમની જ પરંપરા ચાલે છે ?
દાદાશ્રી : આ બધું ઈગોઇઝમને લઈને જ છેને ! આ તો અહંકાર લઈને ફર્યા કરે, હું આમ કરું ને તેમ કરું.
ઉત્પતિમાં પ્રથમ અહંકાર ! કંઈ આપણે ચલાવવું પડે છે ? આ બધા ચલાવવાવાળા એ ઈગોઇઝમ કહેવાય છે. ‘હું ચલાવું છું’ એ ઈગોઇઝમ છે અને ઈગોઇઝમ છે ત્યાં સુધી આવતો ભવ મળ્યા કરવાનો. ત્યાં સુધી સંસારમાં ભટકવાનું. ઈગોઇઝમ બંધ થયો એટલે સંસારમાં ભટકવાનું બંધ થાય. પણ ઈગોઇઝમ એમ ને એમ બંધ થાય એવો નથી. એ કાચનું વાસણ નથી, કે ફોડી નાખીએ. એ ઈગોઇઝમ તો જેનો ઈગોઇઝમ ગયો હોય ત્યાં ઈગોઇઝમ જાય.
પ્રશ્નકર્તા : અહંકાર માટે તો ગીતામાં એ પ્રમાણે લખ્યું છે કે આ ઉત્પત્તિના આઠ કારણો છે. આ આઠનું મિશ્રણ થાય એટલે એક જીવ ઉત્પન્ન થયો. આકાશ, જળ, પૃથ્વી, તેજ, વાયુ, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ થઈને એક પ્રોડક્શન તૈયાર થયું અને અહંકાર જે છે એ તો ઉત્પત્તિ પહેલાંની વસ્તુ હોવી જોઈએને ?
દાદાશ્રી : એ ઉત્પત્તિ પહેલાંની જ હું વાત કરું છું. એ તમારી વાત સાચી છે. ઉત્પત્તિ પછી અહંકાર ના હોય. મૂળ તો અહંકાર પહેલો