________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૬૯ પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય, તેને સમજવા માટે થોડું કઠણ પડે.
દાદાશ્રી : થોડુંઘણું કઠણ પડે પણ જ્ઞાનીની પાસે ફોડ પડે. અને એને જે તકલીફ હોય તે બતાવે, તે પાછો તકલીફનો ફોડ પડે. એમ કરતાં કરતાં વાત સમજાઈ જાય. | કરું છું” એ બધો અહંકાર છે. ત્યારે કહે, ‘કોણ કરે છે ?” ત્યારે કહે, ‘ઈટ હેપન્સ (બની રહ્યું છે)'. આ થઈ જ રહ્યું છે, તેને આ કહે છે, ‘હું કરું છું'. તને સમજ પડી ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : એ જો તારી સમજમાં આવે તો અહંકાર ઘટી જાય અને બહુ શાંતિ વધે. મોઢે બોલવું પડે ખરું, મોઢે બોલીએ નાટકીય કે “આ મેં કર્યું, આ હું ઊઠ્યો', પણ મનમાં સમજીએ કે આ મારી શક્તિ નહીં આ. આ થઈ રહ્યું છે, ઊઠી જવાયું. ઈટ હેપન્સ છે.
પ્રશ્નકર્તા : તો માણસે કંઈ કરવાનું રહેતું નથી ?
દાદાશ્રી : શું કરે છે ? એ તો બિચારો કશું કરતો જ નથી. આ તો કર્તાપણાનો અહંકાર કરે છે એટલું જ છે. પોતે કરતો નથી.
પ્રશ્નકર્તા: તો પણ એને અહંકાર કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : અહંકાર એટલે પોતે નથી કરતો, કોઈક કરે છે ને પોતે એને કહે છે, “મેં આ કર્યું !'
પ્રશ્નકર્તા : એ તો મારે જે ક્રમ પ્રમાણે કરવાનું જ હતું ને એ મેં કર્યું. એમાં પછી અહંકારનો સવાલ ક્યાં આવ્યો ?
દાદાશ્રી : આ અહંકાર તો એવું છે ને, તમે કહો છો ને, ‘હું સંડાસ જઈ આવ્યો’, નથી કહેતા ?
પ્રશ્નકર્તા : હા, તે કહીએ છીએ. દાદાશ્રી : આ મોટા સંડાસ જવાવાળા ! જુઓ તો ખરા !
૩૭)
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : પણ એ તો કુદરતી રચના છે ને ? માનવ શરીરની રચના જ છે એવી.
દાદાશ્રી : હા, તો પછી, અહંકાર શું કરવા કરો છો કે હું સંડાસ જઈ આવ્યો ?
અને ગાડીમાં બેસેને, ત્યારે શું કહે ? આમ મુંબઈથી બેઠા હોય, તો પૂછીએ, ‘ક્યાં જાવ છો ?” ત્યારે કહે, ‘હું તો નવસારી જઉં છું’ અને આમ કરીને બેઠા હોય. ‘અલ્યા ભઈ, તમે ક્યાં જાવ છો ? તમે તો અહીં આગળ બેઠા છો ને ?” પણ ‘હું નવસારી જઉં છું ને કહેશે. ‘અલ્યા, ચક્કર છે કે શું છે તે ? નવસારી જતા હતા તે તમે ? તમે તો બેઠા છો, ગાડી નવસારી જાય છે.” એટલે આ તો કોઈક કરે છે અને પોતે માને છે કે હું કરું છું. આ. બધી જ ચીજ કોઈક કરે છે. બધી એટલે અણુ એ અણુ ! ત્યારે આ કહેશે, “સ્કૂલમાં પાસેય હું થયો !' અને રોફ મારીને ફર્યા અને પછી નાપાસ થાય ત્યારે આપણે કહીએ, 'કેમ દર સાલ પાસ થતો હતો ને આ સાલ નાપાસ થયો ?” ત્યારે કહે, ‘પરીક્ષા કડક હતી, આમ છે, તેમ છે', તે લોચા વાળ્યા કરે. ના લોચા વળે ? તમને સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા, સમજણ પડે છે.
દાદાશ્રી : એટલે આ સત્તા જ નથી આપણી. આ કુદરતની સત્તા છે. આ જે પ્રકૃતિ સત્તા છે, એ બધી કુદરતના હાથની વાત છે. અને પ્રકૃતિ અને પુરુષ બે જુદા પડ્યા પછી પુરુષાર્થ શરૂ થાય છે. ખરો પુરુષાર્થ પુરુષ થયા પછી શરૂ થાય છે.
હજુ તો પુરુષ ને પ્રકૃતિ જુદાં પડ્યાં નથીને કે જુદાં પડી ગયાં છે ? ના પડ્યાં હોય તો અહીં આગળ આવજો. આ જગતમાં બધું ઇટ હેપન્સ છે, બની જાય છે, કોઈ કરી શકે નહીં.
અહંકારીઓ ચલાવે તિઅહંકારીઓનું ! પ્રશ્નકર્તા : વ્યવહારનાં કામોમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગર કામ ના થઈ શકે ?