________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૬૫
‘હું કરું' એ જ અજ્ઞાતતા !
આપને સમજાયું ને, અહંકારના ગુણધર્મ કયા છે ? એ પોતે કશું નથી કરતો છતાં કહે છે, ‘હું કરું છું’. બસ, એટલો જ એનો ગુણધર્મ. એક સેન્ટ કરતો નથી. ‘કરે છે’ બીજા ને એ કહે છે, ‘હું કરું છું' એનું નામ અહંકાર. એના ગુણધર્મમાં છે કશી બરકત ? આમાં કિંચિત્માત્ર, કશું જ કરતો નથી, એક વાળ પણ એણે તોડ્યો નથી અને કહેશે, ‘આ ડુંગર મેં ઉડાવી દીધો. આ ડુંગરમાંથી ટનલ મેં કાઢી, ત્યારે ગાડી નીકળી.'
ત્યારે કઈ સત્તા હશે આપણા હાથમાં ? કમાવાની સત્તા નથી, પૈણવાની સત્તા નથી, છોકરાં થવાની સત્તા નથી. કઈ સત્તા છે એ કહે તું ?
પ્રશ્નકર્તા : એ જ જાણવું છે.
દાદાશ્રી : તારી જે સત્તા છે, એ જાણતો નથી અને તારી સત્તા નથી ત્યાં આગળ ‘મેં કર્યું, મેં કર્યું, આ મેં કર્યું' કહે છે.
અહમ્કાર, આ ‘હું કરું છું' એ ખોટું ભાન છે. બગાસું એ ખાતો નથી છતાં કહે છે, મેં બગાસું ખાધું’. છીંક એ ખાતો નથી, ત્યારે કહે, ‘મેં છીંક ખાધી’. એ પોતે સાંભળતો નથી છતાં કહે છે, મેં સાંભળ્યું’. ‘અલ્યા, કાન સાંભળે છે”, તું સાંભળતો હોય તો બહેરાને કહે ને, સાંભળશે. આખી સમજણ જ બધી ટર્ન આઉટ થયેલી છે. (ઊંધી થઈ ગયેલી છે.)
‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે.'
નરસિંહ મહેતાએ કેવું ગાયું છે, કે સૃષ્ટિ મંડાણ કેવું સરસ છે, કે ‘હું કરું, હું કરું’ એ અજ્ઞાનતા છે. તે આ મંડાણ એની મેળે ફર્યા
જ કરે છે રાતદહાડો. એને જોગી જોગેશ્વરા કો'ક જાણે ! ત્યારે આ યોગીઓ લઈ બેઠા ! આ બધા બહારના યોગીઓ હોય છે ને, તે અમે જાણીએ, ‘અલ્યા, તમે શું જાણો ?' આત્મયોગી કે આત્મયોગેશ્વર હોય
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
તે જ જાણે. આ યોગીઓ તો ઠેર ઠેર રસ્તામાં જોઈએ એટલા મળે. એ ના જાણે. આ તો અમથો માથે લઈ લે છે, સહી કરી નાખે છે. અહંકાર, ‘મેં કર્યું’ કહેશે. ‘અલ્યા મૂઆ, તેં કર્યું નથી. શું કરવા અમથો બોલે છે ?” એટલે ઊલટું જ્યાં આરોપી તરીકે સહી નથી કરવાની, ત્યાં આરોપી તરીકે સહી કરે છે. એટલે આરોપનામું એને માટે ઘડાય છે. હવે એને શી રીતે સમજાય કે હું આરોપી તરીકે ફસાયો.
૩૬૬
એ સત્તા ‘ના’ પાડે ને, તે કામ તમે નથી કરતા અને એ સત્તા ‘હા’ પાડે એ કામ કરો છો. એ સત્તા પારકી છે. તમારા મનમાં એમ આ
લાગે ઈગોઈઝમથી, કે
હું જ કરું છું બધું. આ તમને ઊંઘાડે છે, જગાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, તમને અહીં તેડી લાવે છે, તેય પારકી સત્તા છે. તમારી સત્તા નથી આ. પણ તમારી સત્તા માનો છો એ ભ્રાંતિ છે.
આ તો બધું ઈગોઈઝમ છે ખાલી. આ કરે છે કોણ' એ મેં જોયેલું છે બધું. ‘આ કોણે ભેગું કર્યું' એ હું જાણું છું. તમે નિમિત્ત બનો એનો વાંધો નથી. તમે એમ જ કહો કે “હું ગયો’તો તેથી આવ્યા”, એ કહેવું ખોટું કહેવાય. આપણા હાથમાં સત્તા જ નથી.
પ્રશ્નકર્તા : તો સંચાલન કરનાર કોણ ?
દાદાશ્રી : કોઈને ચલાવવું નથી પડતું, સ્વયં ચાલ્યા જ કરે છે. જ્યારે જન્મ થાય છે ને, ત્યારથી ચાલ્યા કરે છે. તે મરણ પથારી ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું. જ્યાં સુધી આ અહીંથી શ્વાસ લેવાય ત્યાં સુધી આ મશીનમાં કોઈ જાતનું બંધ થવાનું નહીં. શ્વાસ બંધ થઈ જાય તો બંધ થઈ જાય. ઓટોમેટિક બધું ચાલ્યા જ કરે. આ શ્વાસેય લેવાય, તે તમે લેતા નથી. આ તો ડૉક્ટર કહે છે, ‘એય ઊંચો શ્વાસ લો', પણ જો તમે લેતા હો તો રાત્રે કોણ શ્વાસ લે છે ? માટે શ્વાસેય તમે લેતા નથી. ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. સમજવાની જ જરૂર છે ને ?
આ તો બધાય કહે છે, મેં શ્વાસ લીધા. ઊંચા શ્વાસ લીધા, આમ કર્યું.' આ તો નાક દબાવી દે તો બૂમાબૂમ કરે. “મૂઆ, તું કરતો'તો ને, હવે કંઈક કર ને !’’ ત્યારે કહે, ‘મારું નાક દબાવે છે.’