________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૬૩
उ६४
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એ બે વિરોધાભાસ વાત કેમ કરે છે ?” ઊંઘવાની શક્તિ પોતાની હોય તો ધારે ત્યારે ઊંઘ આવી જાય. આ તો આમ ફરે, તેમ ફરે ઊંઘવા હાર, પણ કશું વળતું નથી. ઊઠવાની શક્તિ એની પોતાની હોય તો રાત્રે બે વાગે પેલું ઘડિયાળ મૂકવું ના પડે. ઘડિયાળમાં એવી શક્તિ છે પણ આનામાં નથી. કઈ શક્તિ છે એવું મને ખોળી આપે ?
પ્રશ્નકર્તા : અરે, કોઈ જાતનો વિચાર આવે તો ઊંઘ ઊડી જાય.
દાદાશ્રી : પણ ઊંઘેય પોતાના તાબામાં નથી અને વિચાર આવે છે તેય પોતાના તાબામાં નથી. આ તો બધી પરસત્તા છે, આખીય પરસત્તા જ છે. પરસત્તાને પોતાની સત્તા માને છે તે ભ્રાંતિ છે. એટલે આ કરેક્ટનેસ (સચ્ચાઈ) શું છે, એ જાણવું જોઈએ. આપણા હાથમાં સત્તા કેટલી છે ? કોઈ માણસને ઊંઘવાની શક્તિ નથી, ઊઠવાની શક્તિ નથી, ખાવાની શક્તિ નથી, તો કઈ શક્તિ છે, એ બતાવો ને !
માતે “મેં કર્યું ! આ ચંદુભાઈ ચા પીવે ત્યારે કહે, “મેં ચા પીધી.” અલ્યા, ચંદુભાઈ ચા પીવે છે ને તમે શાના ઈગોઈઝમ કરો છો ? એટલે આ બધું ઈગોઈઝમ કરવાની જરૂર નથી. આપણે મોઢે બોલવામાં વાંધો નથી કે આ મેં કર્યું. આમ તો દહાડામાં પાંચ વખત ચા પીવે છે અને પછી એક દહાડો એવો આવે છે કે ચા પીવી છે પણ પીવાતી નથી. કેમ આવું ? પાંચ કપ પીતા'તા ને ! આ નહીં સમજવું પડે ? આવું સમજવું પડશે ને ?
પ્રશ્નકર્તા : સમજવું તો પડે.
દાદાશ્રી : આહારી જ આહાર કરે છે, આ તો વગર કામનો પોતે અહંકાર કરે છે કે મેં ખાધું. અરે, મરચક્કર, તું શું ખાવાનો હતો તે ? અને ખાવાનો હોય, તે જ્યારે તાવ ચઢે ત્યારે ખાઈ જો ને ?
ખાધું પણ ઊલટી થઈ ગઈ ! મરચક્કર, ખાનારો હશે તો, તે ઊલટી કેમ થઈ જાય ? પછી કહે કે “મારે ખાવું છે પણ ખવાતું નથી.’
આપણે પૂછીએ, ‘આ સંડાસ બીજો જાય છે કે તું જાય છે ?” ત્યારે એ કહે, ‘હું જ જઈ આવ્યો’ અને પછી ના ઉતરે ત્યારે કહેશે, ‘આજે સંડાસ થતું નથી.’ ‘ત્યારે તું જતો હતો ને, તો જઈ આવને અત્યારે ?” એટલે આ ‘ઈગોઈઝમ” કશું કરતો નથી ને બધા ગૂંચવાડા ઊભા કરે છે. મેં ફોરેનના બધા ડૉક્ટરો ભેગા કર્યા. મેં કહ્યું, ‘સંડાસ જવાની તમારામાં શક્તિ ખરી ?” ડૉક્ટરો ઊંચાનીચા થવા માંડ્યા, કે શું વાત કરો છો ? ભલભલાને અમે કરાવી દઈએ ને ?” ત્યારે મેં કહ્યું, ‘એ તો જયારે અટકશે ત્યારે ખબર પડશે કે તમારી શક્તિ ન હતી. આ શું કરવા કુદાકુદ કરો છો ?” ત્યારે ‘યસ યસ યુસ કરવા માંડ્યા. વર્લ્ડમાં કોઈ માણસ એવો જભ્યો નથી કે સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય !
પ્રશ્નકર્તા : ડૉક્ટર એક સપોઝીટરી નીચે મૂકે તો સંડાસ ન થતું હોય તો થઈ શકે, તો એ શક્તિ ડૉક્ટરની ખરી કે નહીં ?
દાદાશ્રી : એ તો દવા છે તો. એ આપની શક્તિ નથી ને ? પ્રશ્નકર્તા : એ ડૉક્ટરની શક્તિ કહેવાય ને ?
દાદાશ્રી : ડૉક્ટરને જ શક્તિ નથી ને ! ડૉક્ટરને જ્યારે અટકે ને ત્યારે બીજાની હેલ્પ લેવી પડે. ડૉક્ટરમાં જ શક્તિ નથી તો બીજામાં શક્તિ ક્યાંથી આવે ? એ મેં ડૉક્ટરને પુરવાર કરી આપ્યું.
અને લોક શું કહે છે ? ‘મેં આ કર્યું, મેં પેશાબ કર્યો !' પછી એક પૈડા ડૉક્ટર હતા ને, તે બહુ અનુભવી, બહુ સારા માણસ આમ. તે મને એક દહાડો ભેગા થયા. તે મને કહે છે, “દાદા ભગવાન, કંઈ કૃપા કરો.” મેં કહ્યું, ‘શું થયું તમને ? ડૉક્ટરને શું થાય ?” ત્યારે કહે છે, “બે ટીપાં પેશાબ થતો નથી. માંડ માંડ એક ટીપું પડે છે.” કહ્યું, ‘આવું ? તમારા હાથમાં સત્તા નથી, આ પેશાબ કરવાની ?” ત્યારે કહે, ‘આપણા હાથમાં નથી આ. અત્યાર સુધી તો અમે એમ જાણતા'તા કે હું જ કરું છું. હવે સમજ પડી કે આપણા હાથમાં સત્તા નથી.'