________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૫૯
૩૬)
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
અહંકાર જ છે ને ? એણે તુચ્છકાર કર્યો એટલે એને ગુનો લાગે. અને ખોટું લાગે તો આપણનેય ગુનો લાગુ પડે.
પ્રશ્નકર્તા : ઈગોઈઝમને ઓળખવો કેવી રીતે ?
દાદાશ્રી : ઈગોઈઝમ તો બધાને ઓળખાય, હમણાં અપમાન થાય ને તે તરત ઓળખાય કે ના ઓળખાય ? ‘તમારામાં અક્કલ નથી’ કહેતાંની સાથે ડિપ્રેશન કોને આવે ? ઈગોઈઝમને આવે ને ? એ ઈગોઈઝમ તો વારેઘડીએ સમજણ પડે.
પ્રશ્નકર્તા : દાદા, એ ક્લિયર નથી થતું. એમાં ગૂંચવાડા થાય છે.
દાદાશ્રી : ના, ક્લિયર જ છે, આમાં તો. આ વાત વાતમાં તમને ‘ઊઠો અહીંથી’ એમ કહે, તોય તમારો ઈગોઈઝમ તરત ઊભો થઈ જશે. ઈગોઈઝમ તો વારેઘડીએ આખો દહાડો વપરાયા જ કરે છે. લોકોય સમજી જાય કે મારો ઈગોઈઝમ બહુ ભારે છે. આમાં ‘ઈગોઈઝમ ભારે છે” એવું જાણકાર કોણ છે ? ત્યારે કહે, એ જ ઈગોઈઝમ.
ખાલી અહંકારથી જ જીવે છે. ‘હમારે જૈસા કોઈ નહીં, હમારે જૈસા કોઈ નહીં, ઈસસે મેં બડા હું, ઈસસે મેં બડા હું, બસ !
આ મનુષ્ય ગમે તેવો નાલાયક હોય, છેલ્લામાં છેલ્લા નંબરનો હોય તોય ‘એ” ઉપરી તો છે જ. એટલે પછી એને શું ભાંજગડા ? આ આદિવાસી ય શું કહે ? હું આ ચાર ગાયોનો માલિક છું. લે, પછી એને શું દુઃખ ? એટલે અહંકારથી આ બધું ઊભું કરે છે ને અહંકારથી ‘આ ચાર ગાયોનો હું માલિક છું, આ પાંચસો ઘેટાંનો હું માલિક છું અને લોકોય એવું કહે કે, “હું આનો માલિક છું.” એટલે મનુષ્યપણું જે છે એ અહંકારથી બધું ઘેરાયેલું છે.
કાઢવાતો અહંકાર, નહિ કે અહમ્ ! પ્રશ્નકર્તા : કેટલાક લોકોનું એવું માનવું છે કે ઈગોઇઝમ એ છે તો, દેહભાન સાથે સંબંધ ધરાવે છે.
દાદાશ્રી : હા, એ બરોબર છે આપનું કહેવું. આ દેહનું કાર્ય
કરવામાં ઈગોઈઝમની જરૂર છે. પણ હવે વધારાનો ઈગોઈઝમ છે તે આવતો ભવ કરાવડાવે છે. અને પુરુષ હોય, (તે કપટ અને મોહ વધે તો આવતા ભવમાં) સ્ત્રી થઈ જાય ! અલ્યા, પુરુષનો સ્ત્રી થયો, આવું શું તે કર્યું? ઈગોઈઝમ ના હોય તો દેહ ચાલે જ કેવી રીતે ? બાકી, દેહભાનથી તો આ બધું કરે છે, ઈગોઈઝમના આધારે.
ક્ષત્રિયોમાં માન ને ક્રોધ બહુ હોય. આ બે ગુણ કેવા હોય ? ભોળા પાછા. લોક કહે ને કે “આ શું ? આટલો બધો ક્રોધ કરો છો ?” અને પેલા વૈશ્યોના જે ગુણ છે, લોભ અને કપટ, તે પોતાના ધણીનેય ખબર ના પડે કે નહીં એ ગુણો પડ્યા છે, તે કો'ક તો કહે જ શી રીતે ? અને આ તો ભોળા એટલે તરત જ લોક કહે કહે કરે કે ‘શું અહંકાર કરો છો ? છાતી કાઢો છો ?” એટલે પાટિયાં પછી ધીમે ધીમે ઓગળી જાય. ક્રોધ ને માન એ તદન ભોળા ખરાં કે નહીં ? એ તદન ભોળા ગુણ છે.
પ્રશ્નકર્તા ઃ અહંકાર દરેકમાં ઓછા-વધતા પ્રમાણમાં હોય, તો એ અહંકારનું બેઝમેન્ટ (પાયો) શું ?
દાદાશ્રી : જેવા સંજોગોમાં એણે અહંકાર ભર્યો હોય એવા સંજોગોમાં એના અહંકાર દેખાય બધા. બહુ તોફાની સંજોગમાં ભર્યો હોય તો અહંકાર ભારે દેખાય. સારા, માઈલ્ડ (નરમ) સંજોગોમાં ભર્યો હોય તો ઓછો દેખાય. એણે શું પૂરણ કર્યું છે તે ઉપર આધાર. સરળ માણસોના ભેગો ભર્યો હોય તો તે અહંકાર બહુ નરમ હોય અને કડક માણસો જોડે ભર્યો હોય તો અહંકાર બહુ કડક હોય.
‘ચંદુભાઈ છું” એવું બોલવાનો વાંધો નથી પણ તમે કંઈક સારું કામ કર્યું હોય અને લોકોને દેખાય કે ‘ચંદુભાઈ જરાક ટાઈટ થઈને ફરે છે', એનો વાંધો છે.
પ્રશ્નકર્તા : એને આપખુદી કહેવાય ?
દાદાશ્રી : એ ટાઈટ થયા પછી આપખુદીમાં જાય. બહુ એક્સેસ થઈ જાય છે, તે આપખુદી આવે. તે ઘડીએ ખુદા હસે કે યે લડકા