________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૫૭
દાદાશ્રી : “મેં કર્યું’ એ જાય નહીં. ‘હું કરું છું’ એ જાય નહીં.
એને કહેવાય અભિમાત ! પ્રશ્નકર્તા : આજે સમાજ એ રીતે જુએ છે, ધારો કે મેં બહુ સારું ઓપરેશન કર્યું હોય અને કહું કે “બહુ સારું ઓપરેશન કર્યું... તો લોક કહેશે કે આ તો બહુ અભિમાની છે.
દાદાશ્રી : હા, એવું કહે. ત્યારે અભિમાની છે કહે અને તમે કહો કે મેં આજે બીજું કોઈ કાર્ય કર્યું, તો તમને અભિમાની ના કહે. પણ તમે એમ કહો કે આણે મને ધોલ મારી તો અભિમાની ના કહે તમને. એટલે આ લોકોનાં સર્ટિફિકેટ લેવા જેવાં નથી. આપણે બુદ્ધિથી સમજવા જેવું છે કે વોટ ઈઝ કરેક્ટ એન્ડ વોટ ઈઝ ઈનકરેક્ટ (યથાર્થ શું અને યથાર્થ શું નથી) એ સમજીને, કરેક્ટનેસ (વાસ્તવિકતા) જોઈને બધું કામ કરવાનું છે.
અહંકાર મૂળ વસ્તુ છે. એમાંથી અભિમાન, પછી ઘેમરાજી, તુંડમિજાજી, ઘમંડ, બધાં જાતજાતનાં બહુ નામો પાડેલાં છે.
પ્રશ્નકર્તા : આમાં સહેજ પરિભાષાનો થોડો ફેર છે. જે માણસ અભિમાની હોય એ માણસનો ઈગોઈઝમ વીક (નબળો) હોય અને જે માણસ નમ્ર હોય એનો ઈગોઈઝમ મજબૂત હોય, એમ એ લોકો રજૂ કરે છે.
દાદાશ્રી : ના, અભિમાની એનો ઈગોઈઝમ જબરો હોય. તે જબરો હોય ત્યારે તો અભિમાન કરે ને ? અને દારૂ પીતો હોય તેનો ઈગોઈઝમ કેવો હોય ?
પ્રશ્નકર્તા: નબળો હોય.
દાદાશ્રી : એટલે ભગવાનને ત્યાં નબળા ઈગોઈઝમનું કામ છે. જબરા ઈગોઈઝમની ભગવાનને ત્યાં જરૂર નથી. કારણ કે જબરો ઈગોઈઝમ એટલે પોતાની શક્તિથી ચલાવનારું ગાડું. નબળો ઈગોઈઝમ તો કહી દે કે, “ભગવાન, હું તો મૂરખ છું, ગધેડો છું, નાલાયક છું, મને બચાવો.” તે ભગવાન બચાવવા તૈયાર છે, આવું બોલે તેને. પેલો
૩૫૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) કડક ઈગોઈઝમવાળો બોલે જ નહીં ને ! નબળાવાળો સારો.
ત્યાં અહંકાર ભzતા ! પ્રશ્નકર્તા : ભગ્ન અહંકાર કહે છે, એવું કહેવાય ? દાદાશ્રી : અહંકાર ભગ્ન કહેવાય, એ ક્રેક હોય. પ્રશ્નકર્તા : એ કેવી રીતે થઈ જાય ?
દાદાશ્રી : માનની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય, માનસંબંધી બધી આશાઓ એની તુટી પડે ત્યારે પછી એ ભગ્ન થઈ જાય. જેમ આ પ્રેમભગ્ન થાય છે ને, એને જ્યાં ને ત્યાં આગળ પ્રેમની વાતને બદલે તિરસ્કાર જ મળ્યા કરે, તે પ્રેમભગ્ન થઈ જાય. એવું આને માન મળવાનું તો ક્યાં ગયું પણ અપમાન જ મળ્યા કરે. પછી માણસ કેક થઈ જાય. એ પછી બોલે તોય ફ્રેક જ વાણી નીકળે. એની વાત સીધી ના હોય, એની વાતમાં ભલીવારેય ના હોય.
પ્રશ્નકર્તા : એ અહંકાર ભગ્ન હોય, તેને નોર્માલિટી (સમતુલા)માં આવતાં બહુ મુશ્કેલી પડે ને ?
દાદાશ્રી : એ તો ઘણો ટાઈમ લે. પ્રશ્નકર્તા : કે પછી ખસીય જાય એમાંથી ?
દાદાશ્રી : ખસી ગયેલાં જ કહેવાય. આ તો પબ્લિક ચલાવી લે. પણ તે શું કરે ? કંઈ નાખી અવાય ? આ દૂધી સડી ગયેલી હોય તેય રહેવા દે છે ને ?
એય છે અહંકાર ! પ્રશ્નકર્તા : આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી ‘આવો, બેસો” એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય ?
દાદાશ્રી : એને તુચ્છકાર કહેવાય. એનો આપણા પ્રત્યે તુચ્છકાર કહેવાય. આપણો અહંકાર ઘવાયા કરે. ખોટું લાગ્યું એ આપણો