________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૫૫
૩૫૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
અભિમાન કહેવાય એ માને
કહેવાય. પોતે કરતો નથી, ત્યાં આગળ “પોતે કરું છું” એવું માને છે, એનું નામ અહંકાર. જ્ઞાનમાં તો ‘હું પદ આવ્યું કે એ માન કહેવાય.
પ્રશ્નકર્તા : હવે એ એક દાખલો આપીને સમજાવો.
દાદાશ્રી : આપણે અહીં કહે છે કે, ‘હું નીચે આવ્યો, ઉપરથી નીચે આવ્યો.” હવે એમાં પોતે આવ્યો જ નથી, એ તો આ શરીર આવ્યું. આ શરીર આવ્યું, તેને પોતે માને કે, “આવ્યો’. એવી માન્યતા એ અહંકાર અને પછી એ મોઢે બોલે કે “હું આવ્યો. એ માન કહેવાય. તો આપણા લોકો ‘હું આવ્યો’ તેને અહંકાર કહે છે.
અને પછી એ બોલે કે “આ પ્લોટ મારો, આ મકાન મારું એ અભિમાન કહેવાય. એ માનેય ના કહેવાય. એ અભિમાન, ‘આ બેબી મારી, આ બાબો મારો' એ અભિમાન અને પાછો એ શું કહે, ‘હું અભિમાન કોઈ દહાડો નથી કરતો !' તે મૂઆ આ જ અભિમાન, બીજું કયું અભિમાન ? પણ ભાન જ ના હોય ને !
પ્રશ્નકર્તા : મારી બેબી હોય, એને હું કહું કે આ મારી છે, એમાં ખોટું શું ?
દાદાશ્રી : બેબી મરી જાય તો એની જોડે ફાધર મરી જાય ખરો ? એની હોય તો જોડે મરી જાય ને ?
પ્રશ્નકર્તા : તો શું કહેવું એને ? કેવી રીતે બોલાવવી ?
દાદાશ્રી : “મારી છે” એવું બોલવાનું પણ મમતા નહીં રાખવાની. તે આ નાટકમાં નથી કહેતા, કે “આ પિંગળા મારી છે', ભર્તુહરિ એવું કહે. પછી એ પિંગળાએ ગુનો કર્યો ત્યારે ભર્તુહરિ ભેખ લઈને રડેય ખરો ! પણ નાટક પૂરું થાય ત્યારે પિંગળાને કહે કે “હેંડ મારે ઘેર ?” તો એ જાય ખરી ?
પ્રશ્નકર્તા: નહીં જાય.
દાદાશ્રી : તો તો નાટકનું બધું આ ! મમતા નહીં રાખવાની. એમ ને એમ જ નાટકમાં બધું જરૂર. ભર્તુહરિને કહીએ કે “કેમ તું
રડતો હતો, તને આટલું બધું દુઃખ થયું હતું ?” ત્યારે કહે, “ના, અભિનય ના કરીએ તો પગાર કાપી લે, મૂઆ !!
અમેય અભિનયની ખાતર કો'કને ત્યાં જઈએ. કોઈ દુઃખ આવ્યું હોય બિચારાને, કોઈ મરી ગયો હોય તો ત્યાં જઈએ. અમે (મોઢા પર) પાણી-બાણી ચોપડીને તૈયાર, અભિનય કરવો પડે ને ? નહીં તો દુનિયા એમ કહેશે, “આ પત્થર જેવા હૃદયના છે.”
પ્રશ્નકર્તા : મમતા ના હોય, તો એને પછી પિતા કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : તો પછી શું કહેવાય એને ? નાટકમાં મમતા હોય છે? આ બધું નાટક જ છે અને મમતા હોય તો લોકો કહે છે ને, મારા ફાધર મરી ગયા.’ તો પછી તારા ફાધર ક્યાં છે અત્યારે ? એ કહેશે, ‘બાળી મેલ્યા.” ત્યારે મેં કહ્યું, ‘તું નહીં ગયો ?” ત્યારે કહે, ‘ના બા, જોડે કોણ જાય ?” એ તો કોઈ ગયેલું ? કોઈ ગયેલું જ નહીં. આ તો ના જાય. અને મારાપણું હોય, ખરી મમતા હોય તો જોડે મરી જાય. કોઈ જતો નથી બાપ, પાછળ ગયેલા નહીં ને કોઈ ? ઘેર આવીને બિસ્કિટ બધું ખાય નિરાંતે !
પ્રશ્નકર્તા : અભિમાન અને ગર્વ બે નજીક કહેવાય ?
દાદાશ્રી : બહુ ફેર. ગર્વ તો કોને કહેવાય કે, “આ મેં કેવું સરસ કર્યું છે.' તે હું સમજું, આ ર્યાનો ગર્વ હોય. વકીલ આવે ને તે કહેશે, ‘આ મેં તને કેવી રીતે જીતાડ્યો એ હું જ જાણું છું, તને અક્કલ નથી ને !' એ ગર્વરસ લીધો કહેવાય, એ અભિમાન ના કહેવાય. સમજાયુને તમને ?
પ્રશ્નકતા : હી.
દાદાશ્રી : ગર્વરસ. અત્યારે આ બધા સાધુ-સંન્યાસીઓ શેના પર જીવે છે ? એ શું ખાય છે ? ગર્વરસ પીને જ જીવે છે આ બધા.
પ્રશ્નકર્તા: કંઈ પણ સારું કામ કરીએ તો આ ‘મેં કર્યું', એવું થઈ જાય.