________________
(૧) અહંકારનું સ્વરૂપ
અહંકાર તો જીવમાત્રને હોય. જ્યાં દેહાધ્યાસ ત્યાં અહંકાર હોય જ.
પ્રશ્નકર્તા : કો'કનો વધારે વાગે એવો હોય.
દાદાશ્રી : ના, અહંકાર બધે સરખો જ હોય. વાગે એવો કે ના વાગે એવો હોય, એવું ના હોય. અહંકાર બીજી કોઈ વસ્તુ નથી. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું સ્થાપન કરવું, એટલા જ ભાગને અહંકાર કહેવામાં આવે છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. જ્યાં ‘હું' નથી ત્યાં ‘હું’ માનવું એ અહંકાર. કેટલા લોકો આવે એમાં ?
પ્રશ્નકર્તા : બધા જ.
દાદાશ્રી : એક ફક્ત જ્ઞાનીઓ છૂટા રહ્યા આમાં. એટલે અહંકારમાં સંસાર જોડે કશું લેવાદેવા નથી, પણ પોતાના આરોપિત ભાવને જોડે છે એ. એ તો બધું આખું જગત એમાં હોય.
પ્રશ્નકર્તા : અહંકાર ઓછો-વધતો હોય ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : સરખો જ હોય બધામાં ?
દાદાશ્રી : સરખો જ.
પ્રશ્નકર્તા : કો'ક આપણને બહુ અહંકારી લાગે, કો’ક આપણને નગ્ન લાગે.
૩૫૩
દાદાશ્રી : એ નહીં. અહંકાર જોડે બીજો શબ્દ જ ના હોય. અહંકાર તો અહંકાર, આરોપિત ભાવ. એ કોઈ વસ્તુ જ નથી, ટકાઉપણું નથી ને આરોપિત ભાવ ઊડી જાય તો જતોય રહે. અમે અહંકાર કાઢી નાખીએ છીએ. દેહને આત્મા માનવો એ અહંકાર. જે
જે હું છું માનવું એ અહંકાર. એટલે આ બધી અજ્ઞાન માન્યતાઓ ફ્રેક્ચર કરી નાખીએ તો અહંકાર ઊડી જાય.
અહંકાર એટલે અહમ્તી પ્રસ્તાવના !
પ્રશ્નકર્તા : અહમ્ એટલે જ અહંકાર, એવું માનતા હતા.
૩૫૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ના, અહંકાર ને અહમાં બહુ ફેર.
પ્રશ્નકર્તા ઃ એમાંય ફરક છે ? એમાં શું ફ૨ક છે એ સૂક્ષ્મતાનો ફોડ પાડો ને ?
દાદાશ્રી : ‘હું'પણું એ અહમ્ અને ‘હું’પણાનો પ્રસ્તાવ કરવો એ અહંકાર. ‘હું પ્રેસિડન્ટ છું' એ અહંકાર ના કહેવાય. એ તો આપણા લોકો કહે કે અહંકારી પુરુષ છે, પણ ખરેખર એ માની પુરુષ કહેવાય. અહંકાર તો, કશું સંસારની ચીજ-બીજ અડતી ના હોય ને જ્યાં પોતે નથી ત્યાં પોતે ‘હું છું' એમ માને તે અહંકારમાં જાય. વસ્તુમાં કશુંય ના હોય અને બીજી વસ્તુને અડે એટલે માન થયું. હું પ્રેસિડન્ટ (પ્રમુખ) છું, એ બધું દેખાડે એટલે આપણે સમજીએને કે આ માની છે.
પ્રશ્નકર્તા ઃ પ્રસ્તાવમાં શું આવે ?
દાદાશ્રી : વધારે પડતું ‘હું’પણું બોલવું. પેલું ‘હું’તો છે જ, એ તો અહમ્ તો છે જ મનમાં, પણ એનો પ્રસ્તાવ કરવો, ‘આ ખરું ને આ ખોટું' બૂમાબૂમ કરવા જાય, એ અહંકાર કહેવાય. પણ બીજી વસ્તુ ના હોય મહીં, માલિકીપણું ના હોય કશાયમાં. માલિકીપણું આવે એટલે માન આવે.
પ્રશ્નકર્તા ઃ અહંકારનો દાખલો ?
દાદાશ્રી : આ તો અહંકારના દાખલા તો બધા છે ને ? અહને ખુલ્લો કરવો, પ્રસ્તાવ કરવો એ અહંકાર. અહમ્ તો છે જ મહીં. અને માલિકીવાળો તે માન થયું. એ માન એકલું નહીં, પછી જેમ જેમ માલિકીભાવ વધારે થયો ને, તે અભિમાન. દેહધારી હોય તેને માની કહેવાય ને ‘આ ફલેટ અમારો, આ અમારું' એ અભિમાન. એટલે અહંકારથી વધીને માની, અભિમાની, બધા બહુ જાતના છે.
અહંકારતી ભોંયરીંગણી !
અહંકાર એટલે આપણા લોકો સમજે છે, એને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને, એ તો માન છે. અહંકાર બિલીફ (માન્યતા)માં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન