________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૫૧
૩૫૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
હું આટલા વર્ષનો છું એ ચોથો અહંકાર, હું શરીરે ફેટ છું એ પાંચમો અહંકાર, હું કાળો છું એ છઠ્ઠો અહંકાર, હું આનો દાદો થઉં એ સાતમો અહંકાર અને હું આનો મામો થઉં એ આઠમો અહંકાર, આનો ફુવો થઉં, એ બધા કેટલાક અહંકાર હશે ? એટલે આરોપિત ભાવ એનું નામ અહંકાર અને મૌલિકભાવ એનું નામ નિર્અહંકાર. ‘હું ગરીબ છું” એમ કહે ને, તે એનું શું કહેવાય ?
પ્રશ્નકર્તા : અહંકાર.
દાદાશ્રી : પછી ‘હું માંદો છું’ એનું નામ અહંકાર, ‘હું સાજો છું” એનું નામ અહંકાર, ‘હું ડૉક્ટર છું’ એનું નામ અહંકાર. પછી કહેશે, “અમે શાહ', ઓહોહો ! ક્યારેય ચોરી ન કરી હોય એવા શાહ, શાહ કેવા હોય ? ચોપડાની ચોરી જ નહીં, પણ કોઈ જાતની ચોરી જ નહીં, એનું નામ શાહ ! એવું આ જગત છે. આ બધો ઈગોઈઝમ છે, અહંકાર છે. આ લક્ષણ આત્માનું નથી. આ જગત બધું અહંકાર ઉપર તો ઊભું રહ્યું છે. આવું તે ક્યાં સુધી ઊભું રહે છે ? ‘હું કોણ છું” ભાન નથી થયું ત્યાં સુધી ઊભું રહે છે.
અને લોકો પહેલેથી જ, એય ચંદુલાલ શેઠનો છોકરો છે આ તો, ચંદુલાલ શેઠનો છોકરો એટલે છોકરો પણ મલકાયા કરે આમ. પછી થાય ફસામણ ! આ જગત તો ઉછેરતી વખતે એવા ખાડામાં નાખે છે ને, તે ફરી નીકળી જ ના શકે. એટલે આ જગત આવું ને આવું જ રહેવાનું. કાયમને માટે આવું રહેવાનું છે, તેમાંય મોક્ષે જયા કરશે નિયમથી જ.
અહમ્ એ નથી અહંકાર ! પ્રશ્નકર્તા : આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે ?
દાદાશ્રી : જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને ? પ્રશ્નકર્તા : એનો ભેદ શું છે ? દાદાશ્રી : કોઈ અહમ્ આત્મા કહે તો વાંધો નહીં, પણ અહંકાર
આત્મા કહે તો ? શું થાય ? અહમૂનો વાંધો નથી, અહંકારનો વાંધો છે. અહમ્ એ અહંકાર નથી. અહમ્ બ્રહ્માસ્મિ, એમાં અહમ્ તો વપરાય છે ને ! કારણ કે અહમ્ તો હોવો જોઈએ, પણ શાનો ? પોતાના સ્વરૂપનો અહમ્ હોવો જોઈએ. જે નથી તેનો અહમ્ કેમ હોવો જોઈએ ? અહમ્ પોઈઝન નથી, અહંકાર પોઈઝન છે. અહમ્ એટલે હું.
પ્રશ્નકર્તા : એને અસ્તિત્વપણું કહેવાય ?
દાદાશ્રી : હા, અસ્તિત્વ જ કહેવાય. એનું અસ્તિત્વ તો છે જ. અસ્તિત્વનું તો બધા જીવમાત્રને ભાન છે કે હું છું, પણ વસ્તુત્વનું ભાન નથી એને. ‘હું શું છું એ ભાન નથી એટલે અહંકાર ઊભો થયો. પોતાનું સ્વરૂપ છે ત્યાં ‘હું છું' બોલવું એ અહંકાર નથી. આ સોનું છે તે એક દહાડો એને વાણી આપે કોઈ માણસ અને એ બોલે કે, “સોનું છું', તો આપણે કહીએ કે “અહંકાર કરે છે ?’ કહીએ ખરા ? ના. અને લોખંડ બોલે કે ‘હું સોનું છું’ તો ? એટલે ‘આપણે કોણ છીએ', એટલું જાણવું જોઈએ. ‘હું ચંદુભાઈ છું’ એ આરોપિત ભાવ છે. જ્યાં છે ત્યાં બોલે ને, તો અસ્તિત્વ તો છે જ તમારું. ‘હું છું', એવો બોલવાનો તમને રાઈટ અધિકાર છે જ, પણ ‘હું કોણ છું' ને ‘હું શું છું’ એ ભાન નથી.
પ્રશ્નકર્તા : અહંકારમાંય પોતે તો છે જ ને ?
દાદાશ્રી : હા, પોતે છે, પણ પોતાપણું શું છે તે ખબર નથી એ વાત છે. તેને લીધે તો અનંત અવતારથી ભટકે છે. પોતે છે એ વાત નક્કી છે, પણ વસ્તુત્વ એટલે હું શું છું ? પોતાપણું શું છે ? હું ખરેખર કોણ છું ? એનું ભાન ના હોય. અને એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. આ તો અમારી પાસે રૂપરેખા બધી. એ તો રૂપરેખા તો લેવી જ પડે, પણ પૂર્ણત્વ થયા કરે પછી નિરંતર. વસ્તુનો સ્વભાવ છે એવો. એટલે ‘પોતે કોણ છે” એવું જાણે અને પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિર્અહંકાર કહેવાય.
સહુમાં અહંકાર સરખો જ ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય ?