________________
(૧૦) સચ્ચિદાનંદ
૩૪૭ પોતાનું સ્વરૂપ છે. એ જાણે ત્યાર પછી અવિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય.
સચ્ચિદાનંદ’ને ‘જય સચ્ચિદાનંદ' ! પ્રશ્નકર્તા: સનાતન સુખ અને આનંદ, એનો પરિભાષામાં કંઈક ફેર ખરો કે એક જ ?
દાદાશ્રી : એ એક જ વસ્તુ છે છતાં પણ આનંદ બે પ્રકારના હોય છે. એક તો સનાતન આનંદ અને બીજો તીરોભાવી આનંદ. એટલે આનંદ બે જગ્યાએ વપરાય છે. માટે આનંદ કરતાં સનાતન ઊંચી વસ્તુ
૩૪૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ કોને કહેવાય ?
દાદાશ્રી : આ જોઈ લો સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ !! આ સચ્ચિદાનંદ મુક્ત હાસ્યથી માલૂમ પડે. હાસ્ય વિધાઉટ એની ટેન્શન. ત્યાં સચ્ચિદાનંદ પ્રગટ ! સમજાય છે તમને ?
પ્રશ્નકર્તા : કો'ક વિરલ જ સાચા સચ્ચિદાનંદવાળા હોય !
દાદાશ્રી : સાચા સચ્ચિદાનંદવાળા તો કો'ક, વર્લ્ડમાં એકાદ હોય, બેય હોય નહીં. અજોડ હોય, એની જોડ ના હોય. એટલે મુક્ત હાસ્ય એ સિવાય, બીજી બધી બહુ ચીજો હોય ! દરેક પ્રકારનું, તમે માગો એ મળે, તમે જે માગોને એ બધી મળે..
પ્રશ્નકર્તા : આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો.
દાદાશ્રી : જેનું ચિત્ત નિરંતર પોતાના આત્મામાં રહે છે એ સચ્ચિદાનંદ. જેનું ચિત્ત સહેજે આઘુંપાછું ભટકે નહીં, ગાળ દે તોય ભટકે નહીં, માર મારે તોય ભટકે નહીં, દુનિયાની કોઈ અસર ચિત્તને થાય નહીં, એ છે સચ્ચિદાનંદ,
છે.
પ્રશ્નકર્તા : એટલે સચ્ચિદાનંદમાં જે આનંદ છે તે સનાતન આનંદ છે ?
દાદાશ્રી : એ જ સનાતન આનંદ છે. કેટલાક પક્ષવાળા કહે છે, ‘સચ્ચિદાનંદ કેમ બોલો છો ? સચ્ચિદાનંદ આપણાથી બોલાય નહીં.” જાણે બીજા ધર્મનું વાક્ય હોયને ! સચ્ચિદાનંદ સમજો તો ખરા ! સચ્ચિદાનંદ તો એનું પોતાનું સ્વરૂપ છે અને બધાએ એક્સેપ્ટ કરવા જેવી વસ્તુ છે. એ વૈષ્ણવ હોય, જૈન હોય, ગમે તે જાતનો હોય, દરેકે સચ્ચિદાનંદ સ્વરૂપ એક્સેપ્ટ કરવાનું. કારણ કે સ્યાદ્વાદ માર્ગ છે આપણો !
અસત્ ચિત્ત કોને કહેવાય ? પુદ્ગલપક્ષી ચિત્ત છે, એ અસત્ ચિત્ત કહ્યું અને આત્મપક્ષી, સ્વપક્ષી થયું એટલે સત્ ચિત્ આનંદ.
અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ શાતા વેદનીય ને અશાતા વેદનીય. કલ્પિત સુખ અને કલ્પિત દુ:ખ, સાચું સુખ એક ક્ષણ વાર જોયું ના હોય. સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે.
સત્ એટલે અવિનાશી. અને પ્યૉર જ્ઞાન-દર્શન એ જ પ્રભુ છે. એબ્સૉલ્યુટ પ્યૉર જ્ઞાન-દર્શન એ જ ભગવાન છે ને એ જ પરમાત્મા છે અને એ જ તમે છો, યોરસેલ્ફ.