________________
(૧૦) સચ્ચિદાનંદ
(૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
૩૪૫ છે, ચિત્ત નથી ભોગવતું.’ ચિત્ત તો આવું તેવું ભોગવે જ નહીં. ચિત્ત તો દાવા કરે, ઝંખના કરે કે આમાં સુખ હશે કે આમાં સુખ હશે ? આમાં સુખ હશે કે આમાં સુખ હશે ? એ સુખ તો તારું મળી ગયું, હવે ચિત્ત શું કરવા બૂમાબૂમ કરે ? આ તો મન શાંત થાય છે. આ રસ-રોટલી ખાવ છો તો મનનું સમાધાન થાય છે. આ બાર રૂપિયે કિલોની કેરી લાવ્યો પણ કહેવું પડે ! ત્યારે મનનું સમાધાન થાય અને મોટું બગડે એવું હોય તો મનને અસમાધાન થાય. એમાં ચિત્તને લેવાદેવા નથી. લોકો સમજે છે કે મારું ચિત્ત બગડે છે. અલ્યા, ના બગડે. એટલે ખા-પી નિરાંતે દાદાની આજ્ઞા નીચે !
દાદાઈ અગિયારસે, એક ચિત ! પ્રશ્નકર્તા : દાદા, તો આ (દાદાઈ) અગિયારસ કરે, તે વખતે મન, બુદ્ધિ, ચિત્ત ચૂપચાપ બેસી ગયેલાં હોય, કંઈ આપણને હેરાન કરે નહીં ?
દાદાશ્રી : એ અગિયારસ કરો છો તેથી બધું એકદમ મજબૂત થઈ જાય.
પ્રશ્નકર્તા : પછી અગિયારસ કરી રહ્યા પછી, એવું આપણને ઘણા દહાડા શાંતિ ને એવું વર્તાય, એકદમ એમ ?
દાદાશ્રી : બહુ શક્તિવાળો થઈ જાય ને !
પ્રશ્નકર્તા : પણ પછી પાછું પેલું ફાઈલ આવે ત્યારે પાછા આમતેમ થઈ જાય, એ કેમ ?
દાદાશ્રી : પણ એ તો થઈ જાય. હજુ તો શક્તિ આમ કરતાં કરતાં મજબૂત થશે. અનંત કાળથી બધું ચિત્ત વિખરાઈ ગયેલું. વિખરાઈ ગયેલાં ચિત્તને ઠેકાણે કરવા ટાઈમ લાગે ને ? આ અગિયારસ થાય છે, એ જ મોટી વાત છે ને !
સત્ + ચિત્ + આનંદ શુદ્ધાત્માને શું કહેવાય, તે જાણો છો ? શુદ્ધ ચિતૂપ એનું નામ જ શુદ્ધાત્મા. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે એવું રૂપ, સ્વરૂપ પોતાનું, સચ્ચિદાનંદ એ તો અનુભવ દશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે વસ્તુ એની એ જ. શુદ્ધ ચિતૂપ અને શુદ્ધાત્મા એક જ શબ્દ છે, બીજું કશું જ નહીં.
પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ શબ્દનો અર્થ શું ?
દાદાશ્રી : સચ્ચિદાનંદ એ જ સ્વરૂપ છે પોતાનું. શુદ્ધાત્મા જે છે એ સત્-ચિતુ-આનંદ, આ અસત્ ચિત્ત થઈ ગયેલું છે. અસત્ એમાં અશુદ્ધ ચિત્ત થઈ ગયું છે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન કહેવાય. એટલે જ્ઞાન-દર્શન અશુદ્ધ થયેલું છે. એ જ્ઞાન-દર્શન જ શુદ્ધ થયું એ સચ્ચિદાનંદ.
પ્રશ્નકર્તા : અને સત્ શબ્દ જ છે ?
દાદાશ્રી : સત્ શબ્દ એટલે અવિનાશી. આ જગતનું સત્ય નહીં. આ જગતનું સત્ય વિનાશી સત્ય છે. આ જગતનું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત્ એ અવિનાશી છે, સનાતન છે.
પ્યોર (શુદ્ધ) જ્ઞાન, પ્યોર દર્શન અને સનાતન, એનું ફળ છે તે આનંદ, અત્યારે આ વિનાશી જ્ઞાન-દર્શન છે, કે “આ મારું ઘર છે ને આ બધું મેં જાણ્યું છે.' એ જ્ઞાન બધું વિનાશી છે અને અવિનાશી તો