________________
(૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
૩૪૩
૩૪૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એનું સમાધાન કરવું. એ સમાધાન જ માગે. એમાં તો ચાલે નહીં. ઘણું ખરું સમાધાન તો અમે ચિત્ત શુદ્ધ કરી નાખ્યું એટલે થઈ ગયું. પણ બીજું છે તે હજુ બાકી રહ્યું ને ?
પ્રશ્નકર્તા : ઘણી વખત હઠ કરીને પકડી રાખીએ છીએને, તો બીજું કામ પણ થવા દેતું નથી.
દાદાશ્રી : એ તો એને રાજીખુશીથી બધું નિકાલ કરીને પછી થાય.
પ્રશ્નકર્તા : એમાં વચલો રસ્તો નથી, કોઈ કંટ્રોલિંગનો ? કારણ કે સમય બધો કંટ્રોલિંગમાં જ જતો રહે છે ને એના પછીનું કામ થવા નથી દેતું.
દાદાશ્રી : જ્ઞાનીઓ પાસે રસ્તા તો બહુ ભારે હોય અને તે શીખવાડીએ તોય આવડે નહીં, પેલાની પાસે ટકેય નહીં. આ તમે હઠ પકડી તોય વાંધો આવશે. એની આગળ તમારી હઠ ચાલે છે ? આ તો હઠાગ્રહીઓએ ગાંડાં કાઢેલાં. તે બહુ મુશ્કેલીમાં મૂકાયેલા. હઠાગ્રહવાળાને છેવટે ચિત્તવૃત્તિ હારે. પણ એ તો હઠાગ્રહીઓ જ કરી શકે અને આ તો હઠાગ્રહ કરે એટલે એક નહીં ને અન્ય પકડે. એટલે એના કરતાં પેલું હતું તે સારું હતું. જે ચિત્તવૃત્તિમાં દાદા રમે, એમાં કશુંય આવે નહીં, માયા ઘૂસે જ નહીં ને !
જ્યાં જ્યાં લીકેજ, ત્યાં ત્યાં દાટા. આખા દહાડામાં કેટલી વખત ઘડિયાળ જોવી પડે ? પ્રશ્નકર્તા : વીસ-ત્રીસ વખત.
દાદાશ્રી : તો પછી આ ઘડિયાળ જોવાનું પચાસ-સાઠ સેકન્ડ ખાઈ જાય !
પ્રશ્નકર્તા : તો ઘડિયાળ નહીં રાખવી જોઈએ ? દાદાશ્રી : રાખવી જોઈએ. પણ આપણે અરધો માઈલ છેટે કોઈ
ઘડિયાળ રાખતો હોય તો રાખવી પડે. પણ અત્યારે તો રસ્તો જનારને પૂછીએ તો ટાઈમ કહે, તે બધા નવરા જ છે, નવરાશવાળા. આ મારું ગણિત તમને પ્રિય છે ? ઠેર ઠેર ઘડિયાળ, તે કેટલા વાગ્યા પૂછો, તે ઊલટો ‘મને પૂછ્યું ?” એમ ખુશ થઈને ટાઈમ કહે. બાકી આ તો ચિત્તની પરવશતા છે. ચિત્ત છે તે ફ્રેશ્ચર થઈ જાય છે. એટલે ચિત્ત એકાગ્ર થાય તો પરમાત્મા છે. સંપૂર્ણ એકાગ્ર વર્તે તો પરમાત્મા છે અને ફ્રેક્ટર થયું તો પછી જાનવર કે મનુષ્યપણું થઈ ગયું. પછી ઐશ્વર્ય ફેક્યર થાય છે. એટલે જેટલા દાટા મરાય એટલા તો દાટા મારવા જોઈએ ને કે ના મારવા જોઈએ ? જેટલાં પાણી લીકેજ હોય, તો દાદા મારવામાં વાંધો શો છે ?
એવું છે ને, આપણે જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખવો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે, છૂટકો જ નથી ને ! કોઈ રેડિયો લઈ આવ્યો, એટલે પેલોય રેડિયો લઈ આવ્યો. અલ્યા મૂઆ, બધે રેડિયા વાગે છે, ઊલટા કાન ફૂટી જાય છે. એ તો રેડિયો મુંબઈ એકલામાં જ હોય ને અહીં ના હોય તો એકાદ લાવવો પડે. આ તો ઘેર ઘેર રેડિયા. તે ઊલટા લોક કંટાળી ગયા. રેડિયા ય બંધ થઈ ગયા.
અને ચિત્ત છે તે આમાંથી વિખરાયું, કે પછી બેચિત્ત થઈ જાય માણસ. ચિત્ત વિખરાઈ ગયું બધું, મુંબઈ ગયું. આમ ગયું. તેમ ગયું, બધે ભટક ભટક કરે, ચિત્તવૃત્તિઓ ફેલાઈ ગઈ, એટલે બેચિત્ત થઈ જાય. પછી આપણે પૂછીએ કે શું ધંધો કરો છો ? ત્યારે કહે, “મને સમજણ પડતી નથી.’ હોય ૪૫ વર્ષનો પણ આવું બોલે. કારણ કે ચિત્તની વૃત્તિઓ બધી ફેલાઈ ગયેલી છે, તે બેચિત્ત થઈ ગયો.
આ તેટલા હારુ મેં કહ્યું કે રસ-રોટલી ખાજો, નિરાંતે ! ત્યારે એક જણ કહે છે, ‘પણ ચિત્ત વેરાઈ નહીં જાય ?” મેં કહ્યું, ‘અલ્યા, રસ-રોટલી ટેસ્ટથી ખાવાનું તને શાથી કહું છું ? એ તો મન ભોગવે