________________
(૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
૩૪૧
૩૪૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
જેટલું મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ થઈ જાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થયું, સંપૂર્ણ ઐશ્વર્ય ! ગુરુપૂર્ણિમા, જન્મજયંતિ ને બેસતું વર્ષ, આ ત્રણ દહાડે ‘અમારાં’ તો સંપૂર્ણ દર્શન થાય. તેથી બધાને દબાણ કરીએ કે આડે દહાડે દર્શન ન કરીશ તો ચાલશે, પણ તે દહાડે દર્શન કરી જા. કારણ કે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થયેલું હોય. ચિત્તવૃત્તિ આખી સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈને એટલે સંપૂર્ણ ઐશ્વર્ય ઊભું થયેલું. એ ઐશ્વર્યના દર્શન કરીએને, તે આપણું ઐશ્વર્ય પ્રગટ થાય !
ઇચ્છા વેરવાતી, વિખરાઈ તેથી ! પ્રશ્નકર્તા : હવે આ ચિત્તવૃત્તિ છે એ ઠામ ઠામ વેરી છે કે વિખરાઈ ગઈ છે ?
દાદાશ્રી : વિખરાઈ ગઈ છે. પ્રશ્નકર્તા : પણ એ તો એની મેળે જ વિખરાઈ જાય છે ને ? દાદાશ્રી : વેરવાની ઇચ્છા તેથી વિખરાઈ ને ? પ્રશ્નકર્તા : એટલે મૂળ તો વેરવાની જ ઇચ્છા ને ?
દાદાશ્રી : હા, ઇચ્છા તેથી, નહીં તો ના વેરાય. આ તો ઇચ્છા છે એટલે પછી ત્યાં જમીનમાં ચિત્ત ગયું. જમીનમાં ગયું એટલે ત્યાં કોર્ટમાં ગયું. ફલાણામાં ગયું. ખેડૂતમાં ગયું, બળદમાં ગયું, કપાસમાં ગયું, એટલે વિખરાય પછી. હવે ત્યાં પછી આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે, ત્યાર પછી ગાડું હૈડે.
પ્રશ્નકર્તા : પણ દાદા, વિખરાવું એ એની મેળે થાય, પણ આપણે વેરીએ છીએ એનું શું ?
દાદાશ્રી : આપણે વેર્યું માટે વિખરાયું. આપણી ઇચ્છા હતી વેરવાની એટલે વિખરાઈ ગયું. આ અમારી બેગ છે ને, તે પૂછી જુઓ કે મહીં જોયું છે કે મહીં હાથ ઘાલ્યો છે ? મહીં શું છે કે શું નહીં, એ જોયું છે મેં ? પૂછી જુઓ ને ? કેટલાય વર્ષથી આ બેગમાં મેં
જોયું નથી કશું અને લોક તો દહાડામાં બે વખત તપાસ કરે. અલ્યા, તપાસ શું કરવાની એમાં ? એની એ જ બેગ ને એના એ લૂગડાં. પણ ના, એનું ચિત્ત ત્યાં ને ત્યાં હોય ને !
પ્રશ્નકર્તા : એટલે ચિત્તવૃત્તિ વેરવાની ઇચ્છાથી વિખરાઈ ગઈ ?
દાદાશ્રી : હા, આ તો તમે સો રૂપિયા લઈને ગયા હોય, ત્યાં ના વાપરવા હોય તો ના વાપરો ને ? એવું ચિત્તવૃત્તિનું છે. મેં વાપરેલી જ નહીં ને !
પ્રશ્નકર્તા : એટલે વેરવાની ઇચ્છા નહીં, એટલે જ વપરાઈ નહીં? દાદાશ્રી : વિખરાવા દેવાની ઇચ્છા નહીં.
પ્રશ્નકર્તા : કેટલીક વખત એવું થાય છે કે આપણે આપણું ચિત્ત નથી વિખેરવું ને, ત્યારે આ (બૈરાંઓ) બહુ વિખેરાવડાવે છે પાછાં.
દાદાશ્રી : એ તો એમનેય ચિત્ત વિખરાયેલું હોય અને બધાંય બૈરાંને વિખરાયેલું હોય, પણ એમને શું કરવા ફજેત કરો છો ?
વૃતિઓ વિખરાઈ, હિમાલય તે ડુંગરી વચ્ચે !
જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ ફેલાઈ, જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ વિખરાઈ ત્યાં આગળ આત્મા વિખરાઈ ગયો. એ ચિત્તવૃત્તિઓ બધી એક જગ્યાએ આવી જાય એટલે પરમાત્મા થાય. વિખરાય એટલે જીવાત્મા કહેવાય અને એક જગ્યાએ આવી ગયું એટલે હિમાલય ! ચિત્તવૃત્તિ વેરાઈ ન હતી ત્યાં સુધી હિમાલય કહેવાતો હતો અને ત્યાંથી થોડેક વેરાઈ એટલે પર્વત કહેવાય. એમાંથી થોડીક વેરાઈ ગઈ એટલે ડુંગર કહેવાય. એમાંથી થોડીક વધારે વેરાઈ એટલે ડુંગરી કહેવાય. પર્વત થતાંની સાથે ભાન જતું રહ્યું !
વૃતિઓ તિવર્તે સમાધાતે... પ્રશ્નકર્તા : હવે એ ચિત્તવૃત્તિ વિષય તરફ બેઠી, તો જ્યાં સુધી એને સંતોષ ના આપો ત્યાં સુધી ઘેરાયેલી રહે ?