________________
(૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
૩૩૯ બરોબર છે, ‘બિલીફ’ બરોબર પાકી થઈ જાય. પછી કંઈક થોડા ઘણા અનુભવ થાય, પછી તો એકદમ પાકું થઈ જાય છે.
દાદાશ્રી : હા, તે અનુભવ તો થાય છે ને અત્યારે ? હવે આ અનુભવ થાય છે છતાં પણ જે ના ગમતું કરવું પડે છે, એનું કારણ પહેલાં બિલીફ વાંકી હતી, તેનું આજે ફળ આવ્યું છે. ગયા અવતારે દેશી કપાસ વાવેલો. તે અત્યારે સમજી જવાનું કે ભઈ, હવે તો પેલો કપાસ નાખવાનો છે અને આ પાછલાં તો ફળ ભોગવી લીધે જ છૂટકો છે. આ તો ફસલ ગઈ, એવું જ કહેવાનું. આવી બધી જાગૃતિ ના રહેવી જોઈએ ?
પ્રશ્નકર્તા : રહેવી જ જોઈએ. દાદાશ્રી : હા, અમને હઉ તરત માલમ પડે કે આ ફસલ ગઈ.
પ્રશ્નકર્તા : આ ચિત્ત વિખરાય છે એવું ભાન જ નહોતું. હું તો સારું કરી રહ્યો છું, આત્મજ્ઞાન તરફ જઈ રહ્યો છું. એવું લાગે એને.
દાદાશ્રી : કોને ઘેર જવું છે, એ તો નક્કી કર્યું નથી ને જઈ રહ્યો છે કોને ત્યાં, કશી ખબર જ નથી.
ચિત્ત ક્યારે ના ભટકે ? જગતમાં કોઈ ચીજની કિંમત ના લાગે તો. જેની કિંમત સમજાઈ, ત્યાં ચિત્ત ભટક્યા કરે. હમણે તાંબાનો ઘડો ખોવાઈ ગયો હોય તો ઉપાધિ થાય. સાધારણ માણસને જ્ઞાન ના હોય, તે માણસને ઉપાધિ અને પછી માટીનો આવડો મોટો ઘડો છે, તે ફૂટી જાય તોય જરાક ઉપાધિ થાય. પણ આવડી નાની માટલી ફૂટી જાય તો કહે, બે આનાની છે, એમાં શું ! કિંમત જ નહીં થઈને, એટલે ઉપાધિ ના થાય.
એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ, તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને. ગમે એટલી અનાવશ્યક ચીજો હોય એની પાસે રાજમહેલમાં, તોય બાર-સાડા બાર થાય એટલે
૩૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પાછું આહાર લેવા તો આવવું જ પડશે ને ! કારણ કે એ આવશ્યક ચીજ છે. બીજું નહીં હોય તો ચાલશે. પાણી છે, ખોરાક છે, હવા છે, એ આવશ્યક ચીજો છે.
વિખરાયેલું ચિત્ત સમેટતાં, પરમાત્મા વ્યક્ત ! જેટલું ચિત્ત વિખરાયું એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું.
પ્રશ્નકર્તા : એ એઝેક્ટલી કેવી રીતે ખબર પડે કે આ ઐશ્વર્ય ઓછું થઈ ગયું ?
દાદાશ્રી : ખબર પડે જ છે ને અત્યારે કે ઐશ્વર્ય ઓછું છે ! તેથી તો કેટલાક લોકો ડખો કરે છે, લોકોનું સહન કરવું પડે, લોકો હેરાન કરે, બોસ ટેડકાવે. એવું સહન ના કરવું પડે ?
પ્રશ્નકર્તા : હા, સહન કરવું પડે છે.
દાદાશ્રી : એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવે. નહીં તો ઐશ્વર્ય હોય તો એ શું ટેડકાવે ? એટલે ઐશ્વર્ય ઓછું, તેનું ને ? ઐશ્વર્ય હોય તો તો એને કોણ ટેડકાવનારો ? ટેડકાવવા માટે આવે ને, તે મોટું જોતાં પહેલાં આમ આમ થઈ જાય કે ‘શું થશે ? શું થશે ?” કારણ કે ઐશ્વર્ય છે. જોતાંની સાથે જ એને ગભરામણ થાય, પસીનો છૂટી જાય ! માટે ઐશ્વર્યની જરૂર છે. બીજા કશાની જરૂર નથી. અને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા એ પરમાત્મા.
અમારું ચિત્ત કોઈ જગ્યાએ જવાનું જ નહીં. એવી કોઈ ચીજ નથી કે ચિત્તને ખેંચે. આ તો બધું કચરો માલ છે, રબીશ માલ છે. આ તો મહીં ભ્રાંતિ બધું ફસાવે છે. દરેક સાઈડના ચિત્ત ન વિખરાવાનું જુદું વાક્ય હોય. ‘મારાથી કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્ માત્ર અહમ્ ના દુભાય, ના દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય', આ બોલ્યા એટલે હવે પછી અહમ્ દુભાવવાને માટે જે ચિત્ત જતું હતું તે બંધ થઈ જાય. એવી આ નવ કલમો છે !
જેટલી ચિત્તવૃત્તિ વિખરાય એટલું ઐશ્વર્ય ઓછું થતું જાય. અને