________________
(૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
૩૩૭
૩૩૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આમ આ વર્તન જોઈને ગભરાવાનું કોઈ કારણ નથી. આ વર્તન જોઈને ગભરાવાનું તો કોને કહીએ કે આ જેને બાળરમત હોય ને, નાનાં છોકરાં ભાન વગરનાં હોય, ત્યારે એને ટૈડકાવ ટૈડકાવ કરીએ. તમને કંઈ ટૈડકાવીએ. છીએ કોઈ દહાડો ? ના ટૈડકાવીએ. આ છોકરાઓ બધાંને ટેડકાવ ટૈડકાવ કરવાં પડે.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી જે આ બધા મહાત્માઓ છે, એમની ચિત્તવૃત્તિ ધીમે ધીમે એક જગ્યાએ ભેગી થાય ને ?
દાદાશ્રી : આવડતું હોય તો એક થઈ રહે. હવે કાચો ના પડે ને ! અમારા વિજ્ઞાનમાં રહે તો એકાગ્ર થઈ જ જવાની છે, એક અવતારમાં. એવું છે ને, ભલે વર્તનમાં ના હોય, પણ બિલીફમાં છે ને !
પ્રશ્નકર્તા : હા, બિલીફમાં છે.
દાદાશ્રી : ત્યાર પછી બિલીફમાં છે એ સત્ય, ભલે વર્તનમાં ના હોય. વર્તન એ આપણા હાથની, કાબૂની વાત નથી પણ બિલીફમાં છે
આગળ થાપોટ મારે છે, ત્યાં આગળ એ જાય છે, બસ. એનો પોતાનો મહીં કશો પુરુષાર્થ નથી અને આ તો વિજ્ઞાન આવ્યું. ત્યાંથી આ માણસ ફર્યું. આ વિજ્ઞાન આચાર, વિચાર ને ઉચ્ચાર માગતું જ નથી ને ! જગત તો એ જ માંગતું હતું. એટલે કહેશે, ‘આ ભાઈ અવળું બોલે છે, તેને આપણે ધર્મિષ્ઠ કેમ કહેવાય ?” “અલ્યા, અવળું બોલે છે, તેને આપણે શું લેવા ?” એમની ‘બિલીફ' શું છે એ જો ને ?
પ્રશ્નકર્તા : હા, બરોબર બિલીફ જ જોવી જોઈએ.
દાદાશ્રી : ભલે ને, અત્યારે દેશી કપાસ છે પણ એના નવાં બી કયા નંખાય છે તે જુઓને. આપણે બી તો ખાસ્સાં મોંઘા ભાવનાં લાવ્યા છે, એની તૈયારીઓ કરવા માંડી છે, ખાતર લઈ આવ્યા, એટલે આપણે ના જાણીએ કે આવતું વર્ષ ફક્કડ આવવાનું છે !
કહેશે, “જપ કરો, ફલાણું કરો', પણ તે શેના હારુ કરો ? મારે ખેતી કરવી નથી હવે, બોલ તું શું કરવા અમારી પાસે ખેતી કરાવે છે ? અલ્યા પણ મારે સ્વતંત્ર થયું છે. મારે ખેતી કે કશું કરવું નથી. જેને ખેતી કરવી હોય, તે જપ કરે, તપ કરે, બીજું શું કરે ? એટલે આ તો પુસ્તક વાંચવું ના પડે એવો માર્ગ નીકળ્યો છે. હા, નહીં તો પુસ્તક વાંચી વાંચીને જડ થઈ ગયો હોય એ. પુસ્તકો વાંચીને ચોપડી થઈ જાય !
અહો ! અહો ! અક્રમતું ઐશ્વર્ય !! કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે ! રસ્તો કેટલો સુંદર !! સહેલો, સરળ, નહીં ભૂખે મરવાનું, નહીં બટાકા છોડવાનાં, નહીં બધું ગળ્યું છોડવાનું, નહીં તીખું છોડવાનું, નથી બૈરી-છોકરાં છોડવાનાં, નથી બંગલા છોડવાના. આ બધું છોને રહ્યું, પણ આમાં ચિત્તવૃત્તિ શેને માટે જોઈએ ?
પ્રશ્નકર્તા : એવું છે કે શુદ્ધાત્મા તરફ એક ફેરો ચિત્ત ખેંચાય અને એને મહીં જે ચોક્કસ ખાતરી થઈ જાય કે આ આપણો રસ્તો
ને ?
પ્રશ્નકર્તા : બિલીફમાં પૂરેપૂરું.
દાદાશ્રી : નહીં તો વર્તનમાં જો કદી ના આવે અને વર્તનની ‘નેસેસિટી” (જરૂરિયાત) હોત તો અમારે બધાને વઢવું પડત. અમે વર્તનને જોતા નથી, બિલીફને જોઈએ છીએ, કે તમારી બિલીફ ક્યાં છે ? અમારું વર્તન ને બિલીફ એક જ પ્રકારનાં હોય. તમારું વર્તન જુદી જાતનું હોય ને બિલીફ જુદી જાતની.
બધે શું કહે છે? વર્તન સુધારો. ત્યારે મને દેખાડે એકુય વર્તન કોઈએ સુધારેલું ? સંડાસ જવાની શક્તિ નથી, તે શી રીતે વર્તન સુધારે ? વર્તન સુધારવાવાળા આવ્યા ! તે બધાય ધર્મવાળા વર્તન સુધારો, કહે છે. પણ અલ્યા આચાર, વિચાર ને ઉચ્ચાર તો સુધરતા હશે ? શેનાથી સુધરે એ શોધખોળ કર. તે અમારી તો વૈજ્ઞાનિક ઢબ છે આ, નહીં તો કોઈ માણસ આ દુનિયામાં સુધરેલો નહીં. આ તો કુદરત જ્યાં