________________
(૯) આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
૩૩૫
છે. દરેક સ્ટાન્ડર્ડ જુદાં છે. દરેક સ્ટાન્ડર્ડવાળાને જોઈએ તો ખરું ને કે ના જોઈએ ખોરાક ?
વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. જેને વિષય ના હોય તેને આ બધું ચલાવી લેવાય તે વખતે. ચિત્તને ફસાવાનું મોટું સ્થળ કયું ? ત્યારે કહે, વિષય. બીજું સ્થળ કયું ? અનાવશ્યક ચીજો. પેટમાં ખાવા જોઈએ. તે ખાવાનું દાળ-ભાત કે રોટલા, જે જોઈએ તે જોઈએ, બીજું શું જોઈએ ? એટલી આવશ્યક કહેવાય. ખાવા-પીવાનું, લૂગડાં એ આવશ્યક ચીજો કહેવાય ને આ અનાવશ્યક. જેની કંઈ જરૂરિયાત નથી.
આ ચિત્ત વિખરાઈ ગયેલું હોય, તે ઘડિયાળના બાલચક્રની પેઠે હલાહલ કરે. અમારું ચિત્ત કશામાં નહીંને ! આ દેહમાંય નહીં ને ! ત્યારે વાણી નીકળે, ત્યારે બધું નીકળે.
આ તો જે દેખ્યું એમાં ચિત્ત ફસાઈ જાય. આમાં ફસાઈ જાય, તેમાં ફસાઈ જાય. જેટલી નવી વસ્તુઓ દેખે ને, પેલી મીણબત્તી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી સરસ દીવાદાંડી છે ને ! તો એમાં પાછું ચિત્ત ફસાય. ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો.
વૃત્તિઓ વિખેરાવાતો આધાર ! પ્રશ્નકર્તા : આ ચિત્તવૃત્તિ જે વેરાય છે તેનું મૂળ બેઝમેન્ટ (પાયામાં) શું? શાથી વેરાય છે ?
દાદાશ્રી : નિશ્ચય બધો નક્કી કર્યા સિવાયનો, અને લોકોના કહેવાથી પોતે દોરાય તેથી. લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને કે બંગલા વગર તો સુખ પડે નહીં. અલ્યા, સારું ખાવાનું ના હોય તો સુખ ના પડે, બંગલાને શું કરવો છે તે ? રોજ લાડવા ખાવા મળતા હોય તો બંગલાની જરૂર ખરી ?
પ્રશ્નકર્તા : તો લોકસંજ્ઞા ચિત્તવૃત્તિ વિખેરવામાં હેલ્પ કરે છે ? દાદાશ્રી : લોકસંજ્ઞાથી જ ! આ ધોબીને પૈસા આપી દઈએ, એ
૩૩૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) રીત છે ? આપણા દૈડિયાએ ધોબીને પૈસો આપ્યો હતો ?
પ્રશ્નકર્તા: ને આજે આવડાં નાનાં નાનાં છોકરાંય ઈસ્ત્રી કર્યા વગરનું નથી પહેરતાં.
દાદાશ્રી : એટલે આ ચિત્તવૃત્તિ બધી વિખરાઈ ગઈ છે. બીજાની જરૂર જ શું પડે આપણને આખો દહાડો ? બે લાડવા ને થોડુંક શાક મળ્યું હોય તો બીજા કોઈની જરૂર પડે ? બૂમ પાડવી પડે તમારે ? ફલાણા કાકા, અહીં આવો, ફલાણી કાકી અહીં આવો. જેટલી ચિત્તવૃત્તિ વિખરાઈ ગયેલી છે, તેનું ફળ આપણે ભોગવવું પડે. પણ આપણે નક્કી કર્યું છે એટલે હવે વિખરાયેલું છે, તે એક થવાનું છે. આપણી ‘બિલીફ” આ બાજુ એક થવા માંડી છે.
પ્રશ્નકર્તા : આપણી ‘બિલીફ’ આ બાજુ પાકી થયેલી, એટલે ચિત્તની જે વિખરાવાની ક્રિયા છે, તે વિખરાઈ પડ્યું છે, પણ પછી વધારે વિખરાતું ના જાય, પણ ભેગું થતું જાય ને ?
દાદાશ્રી : આ બાજુ ‘બિલીફ” હોય, પછી વિખરાય જ શી રીતે ? પ્રશ્નકર્તા : પણ જે થોડું ઘણું ત્યાર પહેલાં વિખરાયેલું હોય, એનું?
દાદાશ્રી : ના, કશું થાય નહીં. હવે દાદાને મળ્યા પછી તમારા જેવાને તો વિખરાય જ નહીં. જે પી.એચ.ડી થયેલા છે, જે કાંટો લઈને બેઠા છે, તેને તો વિખરાય જ નહીં. એને તો અમારે કશું કહેવું જ ના પડે ને ! કાંટેથી કામ કરે છે, કાંટો જોઈએ.
તમારી પહેલાની ‘બિલીફ’ રોંગ હતી, સમ્યક નહોતી કરાવી ત્યાં સુધી. તે એનું આ ફળ આવ્યું છે. તે તો તમારે ભોગવ્યે જ છૂટકો. પણ અત્યારે ‘બિલીફ’ તમારી જુદી જગ્યાએ છે, ઐશ્વર્ય એક કરવા તરફ જ ‘બિલી’ છે અને આમ વર્તનમાં ઐશ્વર્ય રહેતું નથી, વૃત્તિઓ રહેતી નથી. તે એનો વાંધો નથી પણ ‘બિલીફ’ ક્યાં છે એ જોયા કરવું. બસ રાતદહાડો ‘બિલીફ' ક્યાં છે એ જોયા કરવું ને એ ‘બિલીફને ટેકા આપ આપ કરવા અને એ ‘બિલીફને વિટામિન આપ આપ કરવું.