________________
(૯)
આત્મઐશ્વર્ય, અક્રમ થકી !
વિખરાઈ વૃત્તિઓ વિધ વિધમાં....
મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે, તમારી વિખરાઈ ગયેલી છે. તમારી વિખરાઈ ગયેલી નથી ? બસ આટલો જ આમ તાત્ત્વિક દૃષ્ટિએ ફેર છે. વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો, ધીમે ધીમે, તો તમે મારા જેવા જ થઈ જાવ.
આ તો શામાં શામાં વિખરાવા દીધી ? કંઈક ઊંચું ઘડિયાળ જોયું ને ખરીદવા માટે આજે પૈસા નથી, એટલે મનમાં પેઠું કે પૈસા જ્યારે આવે ત્યારે આ ઘડિયાળ લેવું છે. તે પાછી ચિત્તવૃત્તિઓ ત્યાં એ દુકાનમાં ને દુકાનમાં રહે જ. રાત પડે તોય પાછી ના આવે. આ સ્ત્રીઓ છે તે બજારમાં જાય છે, તે પેલા વેપારીઓ સાડીઓ સૂકવવા નાખે છે, દહાડે ? બબ્બે હજારની, ત્રણ-ત્રણ હજારની સાડીઓ સૂકવવા નાખે છે ને ? શા હારુ નાખતા હશે સાડીઓ ?
પ્રશ્નકર્તા : આવનાર-જના૨ જુએ એટલે.
દાદાશ્રી : કેવી સરસ સાડી છે, ઓહોહો ! કેવી સરસ !! એ જ સાડી જો મહીં દાબડામાં પડેલી હોય તો કશી ચિત્તવૃત્તિ ના થાય. આ તો ભાઈ ને બાઈ બે જતાં હોય ને સાડી જોવામાં આવી કે ચમક્યાં ! આપણે વેપારીને પૂછીએ કે, “ભાઈ, તેં આ સાડીઓ સૂકવવા મૂકી છે ?' ત્યારે એ કહે, “ના, લોકોને આકર્ષણ કરીને
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એમની પાસેથી પૈસા લેવા છે. મારે વેપાર કરવો છે.’ ‘અરે પણ
સાડી, આ જડ વસ્તુ આકર્ષણ કરશે ?' ત્યારે કહે, ‘ભલભલાને
આકર્ષણ કરશે. પહેરનારીને આકર્ષણ કરશે ને પહેરનારા ના હોય તે પુરુષનેય આકર્ષણ કરશે.' આ સાડીમાં તો આટલી બધી શક્તિ મૂકી છે ! તે સાડી બાઈએ જોઈ અને ધણીને કહે છે, ‘જોઈને તમે ?” ત્યારે ધણી જાણે કે આપણે માથે પડશે. ‘હા, જોઈ, જોઈ. એવી બધી બહુ હોય છે.’ એમ કહે. એ બાઈને પટાવવા ફરે પણ આ પટે નહીં ને પછી બાઈની ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ ત્યાં આગળ અને પછી બાઈ ઘેર આવે ને ત્યારે આપણે મોઢું જોઈએ તો, ‘આપણે નીકળ્યા હતા ત્યારે હતું તેવું તારું મોઢું નથી. બજારમાં કશુંક ખોવાઈ ગયું.’ ત્યારે કહે છે, ‘આખું ચિત્ત ચોરાઈ ગયું છે, બિચારીનું. હવે સાડીમાં ને સાડીમાં ચિત્ત રહ્યા કરશે.' આ એવું તમારું ચિત્ત, ક્યાં ક્યાં બધે ખોવાઈ ગયું હશે ?
૩૩૪
મને તો રસ્તામાં ભગવાન મળે ને તોય હું કહું કે ચિત્ત ખોવાઈ જશે, એના કરતાં આપણે એને પડતો મૂકોને અહીં આગળથી !' આ તો ચિત્ત આપણે ઘેર છે, તે ફરી પાછું ત્યાં ખોવાઈ જાય ! હા, વળી સાડીમાં ને ભગવાનમાં ફેર શું ? લોકોને માટે એની જરૂર. પણ મારે તો ચિત્તવૃત્તિઓ સ્થિર છે. હવે મારે શું કામ છે ? એ તો જેને એ સ્થિર ના હોય, તે સોદો કરે.
એટલે આ ચિત્ત, મારું મારામાં છે ને તમારું તમારામાં નથી. એ જો ધીમે ધીમે, અંશે અંશે તમે ફેરવવા માંડો તો વાંધો આવે એમ છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ લોકો જે કહે છે, એ રસ્તા ન હોય મોક્ષના ! અને સ્વતંત્ર થવાનાય રસ્તા ન હોય ને ધર્મનાય રસ્તા ન હોય ! રસ્તો તો આ ચિત્તવૃત્તિ પોતાની પાછી વાળી લાવવી એ જ રસ્તો. આ લોકો જે બખાળા પાડે છે, એ ધર્મનો રસ્તો મહીં એકુય સાચો રસ્તો નથી. છતાં એ બોલે છે એ ખોટુંય નથી. એ કેટલાંક લોકોને માફક આવે