________________
(૮) અતૃપ્ત ચિત્ત અનાદિથી, વિષય સુખથી !
છે ? અહંકાર બધું ભોગવે છે આ. અહંકારને શાથી આમાં ટેસ્ટ પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે મારે આ જોઈએ છે, મારે આવું જોઈએ છે. તે પ્રાપ્ત થયું, એટલે એ આનંદમાં આવી ગયો ને આનંદમાં આવ્યો એટલે પછી એને મસ્તી લાગે. બાકી આ તો બધું અહંકારનું જ છે. બીજું મન, બુદ્ધિ, ચિત્ત એ તો બધા એને ‘હેલ્પર' છે. જે છે તે અહંકારને છે. અરે, ઉનાળાનો સખત તાપ હોય ને પંખો ફરતો હોય ત્યારે મનમાં એમ લાગે કે ઓહોહો ! સુખ તો બધું અહીંથી જ આવે છે ને ! આ સ્પર્શ વિષયનાં સુખ ભોગવે એ પણ અહંકાર ભોગવે છે, બીજું કોઈ નહીં.
પ્રશ્નકર્તા ઃ અને આ દુઃખ એ અહંકાર ભોગવે છે ?
દાદાશ્રી : એવું છે ને, અહંકાર કશું ભોગવતો નથી. અહંકાર એટલું જ કહે છે કે મને ઘણું દુઃખ પડ્યું, એવો અહંકાર જ કરે છે. પણ એને દુઃખ પડતું નથી. ‘વિષય મેં ભોગવ્યો' એવો એ અહંકાર જ કરે છે. એ વિષય ભોગવતો જ નથી. ઈગોઈઝમ કરે છે એટલું જ. અલ્યા, તું ભોગવતો નથી તો શું કામ ભોગવ્યાનો ઈગોઈઝમ કરે છે ? શું ઈગોઈઝમ કરવા માટે અહીં પડી રહ્યો છું ? બસ, ભોગવ્યાનો અહંકાર જ કરે છે. હવે વસ્તુસ્થિતિમાં અહંકાર એ સૂક્ષ્મ છે અને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મ સ્થૂળને કેવી રીતે ભોગવે ? બેઉનો સ્વભાવ જુદો છે અને અહંકારનો અર્થ શો કે મેં ભોગવ્યું, અહમ્-કાર’, એટલું જ બોલે, બીજું કશું જ નહીં. પછી તે સુંદર રીતે ભોગવ્યું કે અસુંદર રીતે ભોગવ્યું. ત્યાં મત નહીં પણ ચિત્ત !
૩૩૧
જે ચિત્તને ડગાવે એ બધા જ વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે એ બધા જ વિષય છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે.
દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડ ને ! વિચાર તો ગમે તેવા હશે એ વાંધો નહીં પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ.
૩૩૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ?
દાદાશ્રી : આપણે ત્યાં આગળ ‘હવે એવું ના થાય’ એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું ચિત્ત જતું હતું, એટલું જ હજુ પણ જાય છે ?
પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું.
દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહિ. એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતનો વ્યવહાર કરો, કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ. એટલે મન પાછું નવા વિચાર દેખાડશે. સૌથી વધુ ફસામણ, વિષયમાં !
પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં જ ચોંટી રહે. જેમ જેમ એ ચોંટ ધોવાતી જાય તેમ તેમ ત્યાં પછી ચિત્ત વધારે ના ચોંટે અને છૂટું પડી જાય. અટકણ આવેને ત્યાં જ ચોંટેલું રહે. ત્યારે આપણે શું કહેવું ? તારે જેટલા નાચ કરવા હોય એટલા કર. હવે ‘તું શેય ને હું જ્ઞાતા', આટલું કહેતાંની સાથે જ એ મોઢું ફેરવી નાખશે. એ નાચે તો ખરું, પણ એનો ટાઈમ હોય એટલી વાર નાચે. પછી જતું રહે. આત્મા સિવાય આ જગતમાં બીજું કંઈ જ સરસ નથી. આ તો પૂર્વે જેનો પરિચય કરેલો હોય, એ પહેલાંનો પરિચય અત્યારે ડખો કરાવે છે.
વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહિ કરો એ ઉત્તમ કહેવાય.
܀