________________
(૮) અતૃપ્ત ચિત્ત અનાદિથી, વિષય સુખથી !
૩૨૭
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞા કરતાંય વિષયનો ફોર્સ બહુ જબરો હોય છે ને ? એટલે એ આજ્ઞા-બાસ્સા બધું ફેંકી દે ને ?
દાદાશ્રી : ના, પેલાનો નિશ્ચય હોય તો અમારી આજ્ઞા એને કામ કર્યા કરે. ઘણા માણસોને કામ કરે છે.
મત ભાવત ત્યાં ચિત્ત ચોંટણ ! એક છોકરી હોય, એણે બહાર દુકાને એક સાડી લટકતી જોઈ. હવે, એ શું કહેશે કે ‘પપ્પાજી, આ કેવી સુંદર સાડી છે !' એટલે આપણે સમજી જઈએ કે બેનની દાનત ખોરી છે. ત્યારે આપણે કહીએ, ‘હા બેન, સાડી બહુ સારી છે.” હવે એ બેનનું ચિત્ત એ સાડીમાં જાય એટલે બેન પછી મૂચ્છિત થઈ જાય. એનું ચિત્ત સાડીમાં ખોવાઈ જાય ને ચિત્ત ખોવાયું એટલે એની મૂછિત દશા થઈ જાય. પછી એ બેન ઘેર આવે તો પણ બે ચિત્ત ફર્યા કરે. બે ચિત્ત કેમ દેખાય છે ? ત્યારે કહે, ‘ચિત્ત પેલી સાડીમાં રહી ગયું છે.’ સાડી જોઈ ત્યારથી જ ચિત્ત સાડીમાં વળગ્યું છે. પછી એ બેન અહીં ઘેર બેસી રહે. લોક કહેશે,
આ બેનને શું થઈ ગયું હશે ?” મારા જેવો કો'ક હોય તે સમજી જાય કે આ બેન એનું ચિત્ત ત્યાં આગળ ભૂલી ગયાં છે. એ બેનને પણ સમજણ ના પડે કે મને શાથી આવું થાય છે. આ બ્રાંતિ એવી વસ્તુ છે કે પોતાને સમજવા દેતી નથી. અમને તો બધું ફોડવાર સમજાય કે આ બેનને શું થયું છે ? એને શું રોગ છે ? ક્યાંથી રોગ પેઠો છે ? ભૂલેશ્વરના બજારમાં ગયા ત્યાર પહેલાં આ રોગ નહોતો. ભૂલેશ્વરનાં બજારમાં પેઠેલા ત્યાર પછીથી આ રોગ પેઠો છે. હું એ બેનને કહું પણ ખરો, તારે આમ થયું છે. ત્યારે એ બેનને સમજાય પાછું.
હવે આ તો સાડીની વાત થઈ. પણ કોઈ માણસે દુકાનમાં હાફૂસની કેરી જોઈ તો ત્યાં એનું ચિત્ત ખેંચાય. અરે, કેટલીક જગ્યાએ તો ચિત્ત એવું ખેંચાય છે કે આપણે આંબાવાડિયે ગયા હોઈએ ને આંબાના ઝાડ પર ઉનાળામાં આવડી આવડી કેરીઓ લટકતી-હાલતી દેખી તો દેખતાંની સાથે મોઢામાં ખટાશ હઉ અનુભવે. અરે, કેરી નથી ખાધી તે પહેલાં ખટાશ
૩૨૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આવે? ત્યારે જુઓ, આ આત્માની હાજરીથી કેટલી કેટલી જાતના પર્યાયો ઊભા થાય છે અને અનંત પ્રકારના પર્યાયો ફર્યા કરે છે !
અમે તો એવો અનુભવ કરેલો છે. કારણ કે એક બાજુ તાપ, ઉપર કેરી હાલતી દેખાય, તે આપણે ખાઈએ તે પહેલા ખટાશ આવી જાય મોઢામાં. નાનપણમાં હું કોઈ પણ ચીજને સ્ટડી કર્યા વગર જવા દેતો નહીં. હું ભણતો નહોતો, હું સ્ટડી કરતો'તો.
કોઈ માણસને પોતાને ઘેર સ્વરૂપવાન સ્ત્રી છે, છતાં એણે રસ્તામાં કોઈ એક સ્ત્રી જોઈ. જેમ પેલી બેનનું ચિત્ત સાડીમાં રહી ગયું તેવું આ ભાઈનું ચિત્ત સ્ત્રી દેખીને એમાં રહી જાય છે. એટલે એને મૂછિત થઈ ગયો કહેવાય. મૂર્શિત થઈ ગયો એટલે એનામાં શું શક્તિ રહે પછી ? મૂછિત થઈ ગયો એટલે એ અને દારૂડિયો બેઉ સરખા થઈ ગયા. એમાં પછી કશી બરકત આવે નહીં.
ચિત્ત ડોલે, મુરલી સામે સર્પ જ્યમ ! હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો, કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ના કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શક્તી નથી. એટલે પછી મારી જાતને હું સમજી ગયો, તદન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ.
પ્રશ્નકર્તા: ખરાબ વિચાર આવે છે તે પણ ચિત્ત વગર આવે છે? દાદાશ્રી : હા, ચિત્તને અને વિચારને કશી લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : એમ માનો ને, મને બહારની કોઈ વસ્તુનો વિચાર આવ્યો તો એ બહારની વસ્તુ આપણા ચિત્તનું હરણ કરે છે, એ થયું કે ના થયું ?
દાદાશ્રી : ના, એ બે વસ્તુનું બેલેન્સ નથી. આ હોય તો આ હોવું સંભવે એવું નથી. બનતાં સુધી હોય, પણ આ હોય તો આ હોય જ એવું નથી. ઘણા ફેરો વિચાર એકલા હોય, ચિત્તનું હરણ ના ય થયું