________________
(૮) અતપ્ત ચિત્ત અનાદિથી, વિષય સુખથી !
વિકારમાં તિર્વિકારે વીર્ય ઊર્ધ્વગામી ! દાદાશ્રી : પ્રકૃતિ અને કુદરતમાં શું ફેર ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ અને કુદરતમાં ફેર નહિ, દાદા ? પોતાની પ્રકૃતિ અને કુદરત એ જુદી ને ?
દાદાશ્રી : પ્રકૃતિ એ કુદરત જ ગણાય છે. પણ આ પ્રકૃતિ જુદી જુદી ખરીને, એટલે જુદું જુદું કહેવાય. પેલું કુદરત ભેગી હોય. પેલો મહાસાગર કહેવાય ને આ નદીઓ કહેવાય.
પ્રશ્નકર્તા : વ્યવહાર માત્ર એ કુદરત જ છે ને ? દાદાશ્રી : હા, તે કુદરત જ ને ! એ કુદરતની બહાર નથી.
પ્રશ્નકર્તા : તો પછી આ બ્રહ્મચર્યની વાતો કરે છે, એ અકુદરતી નથી થતું ?
દાદાશ્રી : અકુદરતી કરવાની જરૂર એટલા માટે છે કે આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે. અને “બહુ સરસ છે, બહુ મઝાનું છે' એમ માનીને નર્યા પાર વગરનાં બીજ પાડે છે.
પ્રશ્નકર્તા : કેટલાકને તો આમાં રુચિ જ નથી હોતી. રુચિ
૩૨૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) ઉત્પન્નેય નથી થતી અને કેટલાકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ?
દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું.
પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોય ને એવું ?
દાદાશ્રી : પણ એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના કહે તોય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું પણ આ છોકરાંઓ, જો એક જ ફેરો વિષયને અડ્યા હોયને, તે પછી રાત-દહાડો એના એ જ સ્વપ્નાં આવે.
પ્રશ્નકર્તા : અને આ જે સાથે સૂવાની પ્રથા છે, એ અમુક પ્રથાઓ જ ખોટી છે ?
દાદાશ્રી : એ બધી પ્રથા ખોટી છે. આ તો સમજણવાળી પ્રજા નહિને, તે ઊંધું ઘાલી દીધું છે બધું ! પછી છોકરા-છોકરીઓ એમ જ માની લે છે કે આ પ્રમાણે હોય જ, આ જ મુખ્ય વસ્તુ છે તેય જો સ્ત્રીને એના ધણીમાં જ ચિત્ત કાયમ રહેતું હોય તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ તે કાયમ રહેતું નથી ને ?
દાદાશ્રી : અરે, બીજું જુએ છે ત્યારે પાછો ડખો કરે છે. એટલે ભાંજગડ છે. તે મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે. એનાથી જ બધો સંસાર ઊભો રહ્યો છે. વિકારમાં ‘નિર્વિકાર” થતાં આવડે નહિ. વિકારમાં નિર્વિકાર થતાં જો આવડે તો એનું વીર્ય બધું ઊર્ધ્વગામી થાય.
પ્રશ્નકર્તા : હા, પણ વિકારમાં નિર્વિકારી થવું એ કંઈ રમત વાત નથી.
દાદાશ્રી : એ રમત વાત નથી ને, છતાં જ્ઞાની પુરુષની આજ્ઞાથી વિકારમાં નિર્વિકાર રહી શકાય એવું છે, નહિ તો આજ્ઞા શી રીતે અપાય ? જે બનવાનું છે, એને છોડાય શી રીતે ?