________________
(૭) ઈન્ટરેસ્ટવાળી અટકણો
૩૨૩
૩૨૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
સાથે ખેલ
કપટ નહીં મા જ
ફેર શું ? આટલો જ ફેર છે. ત્યારે એ કહે, “ઓહોહો ! એ તો હું ભાંગી નાખીશ.' ત્યારે ભાંગી નાખને, બા. સહેલો રસ્તો દેખાડી દઉં તને. નથી જપ કરવાના, નથી ત્યાગ કરવાનો, નથી બાયડી છોડવાની, નથી છોકરાં છોડવાનાં. બાઈડી ગાળો ભાંડે તેમાં ઈન્ટરેસ્ટ પડે કે ગાળ ના ભાંડે તેમાં ‘ઈન્ટરેસ્ટ’ પડે ?
પ્રશ્નકર્તા : ના ભાંડે તેમાં.
દાદાશ્રી : એટલે એ ઈન્ટરેસ્ટ' પડ્યો પાછો. અમને તો એમ ઈન્ટરેસ્ટ નથી રહ્યો.
પ્રશ્નકર્તા : પણ દાદા, આપ પૂછો છો કે ઈન્ટરેસ્ટ છે તમને ? ત્યારે અમે એમ કહીએ કે ના, નથી. અને આપ આવું કહો. એટલે અમને એમ લાગે કે અમે તો કેવું બધું બોલીએ છીએ ? મૂરખ બનીએ છીએ.
દાદાશ્રી : મૂરખ બનવાનો સવાલ નથી. વાત આપણે એમ છે કે ‘તમને સ્ત્રી ગાળો ભાંડે છે એમાં ‘ઈન્ટરેસ્ટ’ પડે છે ?” ત્યારે કહે, ના, નથી પડતો ! તો એ સારી રીતે બોલાવે છે તેમાં “ઈન્ટરેસ્ટ’ પડે છે ? ત્યારે કહે, ‘હા, પડે છે.” તે ‘ઈન્ટરેસ્ટ’ છે ત્યાં સુધી વૃત્તિઓ બહાર છે. એટલે આપણને સારું બોલે કે આટલી ગાળો આપે, તે કોને આપે ? એ “ચંદુભાઈને આપે, એ કંઈ ‘તમને' આપનાર છે ? ‘યું આર સેફ, એવર સેફ (કાયમ સલામત) ! હું ‘તમને’ ‘સેફ’ કરી આપું. તમને આ બધી જ ચીજોથી “સેફ’ કરી આપું. પછી વાંધો આવે તમને ? ‘ઈન્ટરેસ્ટ છે આ, ખબર પડે કે ના પડે ? અને આમ તો બધું જોવા જઈએ તો કહે, “હવે કશો “ઈન્ટરેસ્ટ’ નથી રહ્યો.”
ખેંચાય ચિત, રસીલાં ભણી ! સાડીમાં લોકો ખોવાઈ જાય કે ના ખોવાય ? કેટલાની ત્રણ-ત્રણ હજારની, પાંત્રીસસોની હોયને ? મને તો, ‘દાદા ભગવાન' એટલે લોકો સાડીઓનાં કારખાનામાં જાણીજોઈને પગલાં પાડવા માટે બોલાવડાવે. મને કહે કે અમારાં કારખાનામાં પગલાં પાડો. હવે પગલાં પાડે એટલે માલ
જોવો પડે, તે પોત જોવું પડે, અમથું દેખાવનું. એના મનમાં સારું લાગે એટલા માટે આમ ફેરવી ફેરવીને જોઉં. દેખાવ, ખાલી દેખાવ કરું. એના મનને આનંદ થાય એટલા માટે ખાલી ડ્રામા, કપટ નહીં, ડામાં જ કરવાનો. પછી હું પૂછું કે “આ સાડી કેટલાની ? ત્યારે કહે, ‘પીસ્તાળીસસો રૂપિયાની સાડી, મોટાં મહારાણી માટે બનાવી છે.' ત્યારે મેં તોલ કાઢ્યો કે, ‘જો સાડી પીસ્તાળીસસોની, તો મહારાણીની કિંમત કેટલી હશે ?”
કેવી ચિત્તવૃત્તિઓ છે ? તેમાં પીસ્તાળીસસોની સાડી તો કોઈક જ દહાડો પહેરે. જો રોજ પહેરીને ઘસી ઘસીને ફાડી નાખતી હોય તો હું જાણું કે પીસ્તાળીસસો વસૂલ થયા. પણ આ સાડી તો મહીં બેઠી બેઠી એમ ને એમ સડી જવાની. અને છ મહિને એક ફેરો કાઢે ! અને પછી પોતે જ અરીસામાં જો જો કર્યા કરે. કોઈ બાપોય જોવા નવરો નથી. એ જાણે કે મને લોકો જોશે હવે. લોક ચિંતાવાળા છે. જો ચિંતા ના હોય ને તો જુએ બિચારાં, લોકોને તો નાટક જોવામાં વાંધો નથી પણ ચિંતાવાળા, તે શી રીતે જુએ તે ? પોતાની ચિંતામાં આખો હોય કે આવું જોવા નવરો હોય?
એટલે આ “ઈન્ટરેસ્ટ’ હશે ત્યાં આગળ ચિત્તવૃત્તિ જશે અને ‘ડિસૂઈન્ટરેસ્ટ’ હશે ત્યાંય ચિત્તવૃત્તિ જશે. જ્યાં ‘ડિસૂઈન્ટરેસ્ટ’ થયો કે ત્યાંય ચિત્તવૃત્તિ જશે. માટે ‘ડિસૂઈન્ટરેસ્ટ’ય નહીં ને “ઈન્ટરેસ્ટ’ય નહીં. હવે બાઈ ઠપકો આપે ત્યારે કોઈ કહેશે, ‘તમને આ નથી ગમતું ?” ત્યારે કહીએ, ‘ના બા, જે આપે તે ગમે !' તો પેલુંય ગમે છે, ના આપે તો આય ગમે. એ તો રોજ લાડવા હોતા હશે ? અને કો'ક દા'ડો ખીચડી મૂકે કે ના મૂકે ? ખીચડી ને શાક બે જ. એવું છે આ બધું.
પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિઓ પાછી ક્યારે વળે ?
દાદાશ્રી : “ઈન્ટરેસ્ટ’ એમાંથી જાય ત્યારે. એનો શા માટે “ઈન્ટરેસ્ટ' પડ્યો છે ? શું એમાં ઈન્ટરેસ્ટ રાખવા જેવો છે કે બીજી કોઈ વસ્તુમાંય રાખવા જેવો છે ? એનું સરવૈયું કાઢીએ એટલે તરત ખબર પડે.