________________
(૭) ઈન્ટરેસ્ટવાળી અટકણો
૩૨ ૧ શી એવી અભીપ્સા રહી ગઈ છે, તે આ ચિત્ત જાય છે ?
પ્રશ્નકર્તા : એ તો તમે પેલા સિમ્પલ શબ્દોમાં એમ કહ્યું કે ઈન્ટરેસ્ટ હોય ત્યાં ચિત્ત જાય.
દાદાશ્રી : એ જ સ્તોને. જ્યાં જ્યાં હજુ ઈન્ટરેસ્ટ છે, ત્યાં ચિત્ત જાય. ઈન્ટરેસ્ટ અને ડિસૂઈન્ટરેસ્ટ મટી ગયું એટલે ચિત્તવૃત્તિ બહાર નીકળે નહીં અને એ જ પરમાત્મા. આત્મા પ્રાપ્ત થયા પછી બધી વૃત્તિઓ પાછી ઘેર આવે અને ઘડીવાર ગઈ હોય તોય પણ પાછી ઘેર આવશે. એવું કોઈ દહાડો બને છે ?
પ્રશ્નકર્તા : હજુ આ જે ચિત્તમાંથી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ચિત્ત અને વૃત્તિનો સંબંધ એ બરોબર સમજાયો નહીં. ચિત્ત ચેતન છે અને વૃત્તિ અચેતન છે, એમ ?
દાદાશ્રી : ચિત્ત અને વૃત્તિ એક જ કહેવાય છે, વસ્તુ એક જ છે. અહીંથી અમુક વસ્તુનો જે ઈન્ટરેસ્ટ હોય, આપણને કેરીનો, એટલે ચિત્તવૃત્તિ અહીંથી માર્કેટે જાય. ચિત્ત અહીં હોય, ઘરમાં હોય ત્યાં સુધી ચિત્ત કહેવાય અને બહાર ફરવા માંડ્યું એટલે ચિત્તવૃત્તિ કહેવાય. એ પછી કેરીઓ જઈને જુએ ત્યાં આગળ ને પછી આપણને કહે કે કેરીઓ લેવા જેવી છે. તે પછી આપણે મહીં મુંઝાઈએ. પછી મન પકડી લે. પછી બુદ્ધિ પકડી લે. પછી ડિસિઝન (નિર્ણય) આવી જાય. પણ પહેલું ચિત્ત ખોળી કાઢે બધું. કારણ કે ચિત્ત જોઈને બોલે છે.
પ્રશ્નકર્તા : પણ આ જે વૃત્તિ આપણે કહીએ છીએ ને, તો આ સંજોગ મળતાં મનની ગાંઠો જે ફૂટે છે, એ વૃત્તિ કહેવાય ?
દાદાશ્રી : ના, એ તો પછી મનોવૃત્તિ બોલવી હોય તે બોલે. પણ મનોવૃત્તિઓ કહેવા જેવુંય નહીં. વૃત્તિઓ ચિત્તને લાગુ થાય છે.
તપાસવી, મહીંલી મૂર્છાઓ.. પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિ અંદર સ્થિર રહે એના માટે શું કરવાનું ?
૩૨૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : હા, પણ ચિત્તવૃત્તિ કેમ બહાર જાય છે તેની તપાસ તો આપણે કરીએ ને કે ભાઈ, આપણને સાડીની કંઈ પડેલી નથી. તો શેની પડેલી છે ? શામાં “ઈન્ટરેસ્ટ’ રહ્યો છે હવે ? ત્યારે કહે, ‘અમુક જાતમાં.’ તે કંઈ પણ “ઈન્ટરેસ્ટ’ હોય તો ચિત્ત બહાર ભટકે, નહીં તો ચિત્ત એના ઘરમાં જ બેસે. તમારે હવે શામાં “ઈન્ટરેસ્ટ’ રહ્યો છે ? બધું આઘુંપાછું કરી નાખ્યું. હવે શામાં ‘ઈન્ટરેસ્ટ’ રહ્યો, એ મને કહે ને ! આમ તો ‘ચંદુભાઈ’ શું કરે છે તેને ‘તમે’ જુઓ એવા છો, તો પછી હવે ‘તમારે’ શેને માટે “ઈન્ટરેસ્ટ’ રહ્યો, એ કહો.
પ્રશ્નકર્તા : એવો કંઈ ખાસ ‘ઈન્ટરેસ્ટ’ રહ્યો નથી.
દાદાશ્રી : એ ‘ઈન્ટરેસ્ટ’ હોય તો એનું પ્લસ-માઈનસ જોઈ લેવું કે આમાં ફાયદો છે કે ચિત્તવૃત્તિ ઘેર રહે તેમાં ફાયદો છે ? આ ચિત્તવૃત્તિ સાસરે રહે તેમાં ફાયદો છે કે આપણે પિયર રહે ત્યાં ફાયદો છે ? સાસરે રહેશે ત્યાં સુધી દુ:ખ થશે. આપણે કહીએ, પિયર આવતી રહે, બા !
તમામ શાસ્ત્રોનો સાર, ચિત્તવૃત્તિ ઘેર લાવવી તે. તમારે થોડીઘણી ચિત્તવૃત્તિ ઘેર આવી છે કે નથી આવી ?
પ્રશ્નકર્તા : પહેલાં કરતાં સારી આવી છે. દાદાશ્રી : હવે થોડીક બહાર ભટકે છે ? પ્રશ્નકર્તા : ક્યારેક ક્યારેક બહાર ભટકે છે.
દાદાશ્રી : પણ એના પ્રયત્નમાં છોને, પાછી વાળ વાળ કરો છોને? જ્યાં ભટકે છે ત્યાં “ઈન્ટરેસ્ટ’ હશે એમ લાગે ને ?
પ્રશ્નકર્તા : પહેલાં કરતાં ‘ઈન્ટરેસ્ટ’ ઓછા થઈ ગયા, એટલે પહેલાં જેવું નથી હવે.
દાદાશ્રી : બરોબર. પણ હવે ધ્યાનમાં રહે છેને કે અહીં થોડો ઘણો ઈન્ટરેસ્ટ છે માટે ત્યાં ચિત્ત રહે છે ? એ ‘ઈન્ટરેસ્ટ’ ઊડી ગયો એટલે ખલાસ થઈ ગયું ! તેથી હું કહું છું ને કે મારામાં ને તમારામાં