________________
(૭)
ઈન્ટરેસ્ટવાળી અટકણો
રસ, તીરસ, સરસ ત્યાં ચોટે ચિત્ત !
પ્રશ્નકર્તા : ચિત્ત શુદ્ધ થયા પછી અંતરાત્મા જે જ્ઞાન પ્રાગટ્ય કરે છે, એમાં બાહ્ય આવરણોથી મુક્ત રાખે છે. એટલે મન જે છે એ એકદમ બાહ્ય વિચારો તરફ ઝૂકતું નથી પણ આંતરિક વિચારો તરફ વધારે પડતું ઢળે છે.
દાદાશ્રી : એ મન નથી પણ ચિત્તવૃત્તિઓ છે. આ જ્ઞાન પછી વૃત્તિઓ પાછી ફરવા માંડે છે. જે વૃત્તિઓ પહેલાં બહાર જતી'તી, એ વૃત્તિઓ પાછી અંદર આવે. ભટકવા ગયેલી હોય તેય વૃત્તિઓ બધી પાછી આવે.
પ્રશ્નકર્તા : નીરસતા અને ઉદાસીનતા થાય તો ચિત્તવૃત્તિ પાછી વળી છે એવું કહેવાય ? એની નિશાની છે ?
દાદાશ્રી : હા, અને ચિત્તવૃત્તિ પાછી નહીં વળી હોય તોય વળશે. નીરસતા અને ઉદાસીનતા એ શરૂઆત છે. હવે રસ રહ્યો નથી, ‘ઈન્ટરેસ્ટ’(રસ) ઓછો થવા માંડ્યો છે. પછી ‘ડિસૂઈન્ટરેસ્ટ’ ન થઈ જવો જોઈએ. આમાં ‘ઈન્ટરેસ્ટેડ’ હતા, તે પાછા આમ ‘ડિઈન્ટરેસ્ટ’ થયા, એટલે આ ખાડામાં પડ્યા. ‘ઈન્ટરેસ્ટેય’ નહીં ને ‘ડિઈન્ટરેસ્ટેય’ નહીં. એટલે ‘ઈન્ટરેસ્ટ’, ‘ડિસ્ઈન્ટરેસ્ટ'થી પર થવાનું છે. ‘ઈન્ટરેસ્ટ’ કરીને શું સ્વાદ પડ્યો કોઈ દહાડો ? આટલી જિંદગી ગઈ, ‘ઈન્ટરેસ્ટ’
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પડ્યો હશે, એમાં મજા આવી બરોબર ? આ તો ઉપર વજન બધું લટકેલું છે, ક્યારે પડશે એ કહેવાય નહીં ને નીચે ખાવા બેસીએ એના જેવું આ ભોગવવાનું. પેલા અષ્ટાવક્ર મુનિ જમવા બેઠા હતા ને, એવી દશા છે આપણી આ !
૩૨૦
ચિત્તવૃત્તિઓ જો પાછી ફરવા માંડી ત્યારે મન શું કરે ? મન ‘એક્ઝોસ્ટ’ થયા કરે. તે અમારું ખાલી થયેલું મન કેવું સુંદર છે ! ખાલી થયેલું એટલે થોડુંક જ મન હોય. ક્ષણવાદી, ક્ષણનો પ્રયોગ કરનારું હોય અને તમારે તો ગોળ ઉપર માખ ભમ્યા કરે ને એવું. થોડીવાર પા-અડધો કલાક ભમ્યા જ કરે. કોઈએ કશું કહ્યું ના હોય તોય ભમ્યા કરે. અને મારે તો કોઈ કશું કહી ગયું હોય તોય ક્ષણવાદી મન, એટલે આગળ ચાલવા માંડે. એમાં ‘ઈન્ટરેસ્ટ’ નહીં એટલે પછી મન તો આગળ ચાલ્યા જ કરે. આ તો ‘ઈન્ટરેસ્ટ’અને ‘ડિઈન્ટરેસ્ટ’વાળા, ત્યાં આગળ મન માખની પેઠ ભમ્યા કરે.
પ્રશ્નકર્તા : દિવસોના દિવસો સુધી ભમ્યા કરે ?
દાદાશ્રી : દિવસોના દિવસો સુધી ? મારે હઉ થયેલા બધા પ્રયોગો, તે દહાડાના દહાડા જ ચાલ્યા જાય. આપણે જાણીએ કે આપણા હાથમાં શું આવ્યું આ ? એટલે પછી એમ થાય કે આ બધું જ કરીએ તે ખોટું છે. વાત સાચી જડી નહીં. જડી હોય તો આ દશા થાય નહીં. એટલે મન ‘એક્ઝોસ્ટ’ થઈ જાય પછી. ચિત્તવૃત્તિઓ પાછી આવી, પછી રહ્યું શું તે ? બુદ્ધિ બરાડા પાડતી બંધ થઈ જાય. કારણ કે મન ‘એક્ઝોસ્ટ’ થાય, તેમ તેમ ‘ઈગોઈઝમ’ ઉતરતો જાય. પેલો મૂળ જીવતો ‘ઈગોઈઝમ’ જતો રહ્યો, પણ હજુ ‘ડિસ્ચાર્જ’ ઈગોઈઝમ છે ને, તે હલકો થતો જાય, હલકો ફૂલ થઈ જાય !
હવે ચિત્ત કોઈ જગ્યાએ જાય જ નહીં આપણું. એક દહાડો રવિવારને દહાડે બેસવું, તો ચિત્ત આઘુંપાછું ના થાય. એવું જો કદી એક કલાક જોયું, એવું જો આખો દહાડો રહે ને, એવું જો જિંદગીભર રહે, તો થઈ રહ્યું. અને જો ચિત્ત જાય તો એના કોઝિઝ ખોળી કાઢવાં કે