________________
(૬) શક્તિઓ, ચિત્તની
૩૧૭
૩૧૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કાળ સુધી રહેવી જોઈએ. તમે એક વસ્તુ પર ચિત્તશક્તિને મૂકો ને, તો એ વસ્તુનું શુંનું શુંય કરી નાખે !
પ્રશ્નકર્તા : એક જ વસ્તુનો સવાલ નથી, બધી વસ્તુઓ માટે થાય
દાદાશ્રી : હા, બધી વસ્તુનું થાય. અરે, માણસ હઉ ટાઢો થઈ જાય. ચિત્તશક્તિ એટલી બધી જબરજસ્ત શક્તિ છે ! પણ તે કોણ કરી શકે ? હૃદયશુદ્ધિવાળા. બીજા લોકોનું ગજું નહીં.
પ્રશ્નકર્તા : નજર ઉતારે છે તો અસર થાય ?
દાદાશ્રી : એ વાત સાચી છે. પણ આ બધા એક્ઝગરેશન કરી નાખે છે, એવું નથી. મૂળ વસ્તુ સાચી છે. એટલે મન ત્યાં આગળ સ્થિર રહે, આવડાં નાનાં કાળાં છોકરાં હોય ને, તેને નજર ના લાગે પણ આ તો ગોરું ગબ્બ જેવું દેખાતું હોય અને પેલાને ભૂખ હોય, પેલાને છોકરું ના હોય તો એની નજર લાગે. અને ઘેર પાંચ-સાત છોકરાં હોય, તે મૂઓ જુએય નહીં. કંટાળી જ ગયેલો હોય ત્યાંથી. ત્યારે જેને છોકરો ના હોય, એટલે એના મનમાં એમ થાય કે આ કેવું સરસ છોકરું ! એટલે ભૂખ ઉપર આધાર રાખે છે. ભૂખ્યો માણસ છે તે આ હલવાઈની દુકાન જુએ એટલે કેટલીક મીઠાઈઓ બગડી જાય છે. ચિત્ત ચોંટ્યું એ કંઈ ગાંડપણ નથી. અને એનું ચિત્ત ખોવાઈ ગયું હોય તે આપણને દેખાય છે. એટલે નજર લાગે છે તે વાતેય ચોક્કસ છે.
પેલી સાડીઓ શેઠિયાઓએ, દુકાનદારોએ લટકાવેલી હોય છે. તે ઘણાનાં ચિત્ત ત્યાં ખોવાઈ જાય છે, પણ સાડી કશું શામળી નથી થઈ જતી. કારણ કે બગડવા જેવી ચીજ હોય તો બગડી જાય. આને બગડવાનું કંઈ નહીં ને ! પણ એનેય અસર તો થતી જ હશે ને કંઈ પણ !
ચિતશક્તિથી ચમચા ય વળે ! પ્રશ્નકર્તા : એક ચોપડીમાં વાંચવામાં આવેલું કે એક પુરુષે પોતાનો દેહપ્રભાવ શક્તિનો પરિચય કાર્યક્રમ દ્વારા આપ્યો, તે ઘરમાં ટેબલ ઉપરના ચમચા, છરી-કાંટા વળી ગયા હતા, ચીજવસ્તુઓ ખસી ગઈ હતી, તો આ કેવી રીતે બન્યું હશે ? શું આ સાચું છે ?
દાદાશ્રી : સાચું છે. પ્રશ્નકર્તા : કેવી રીતે બની શકે ?
દાદાશ્રી : તમે ચિત્તની શક્તિ એક જગ્યાએ બરાબર મૂકો ને, એક જ વસ્તુ ઉપર, તો એ વસ્તુમાં ફેરફાર થઈ જાય. તે પછી ઘણા