________________
(૬) શક્તિઓ, ચિત્તની
ચિત્તશુદ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્તશુદ્ધિ કરવાની જરૂર છે.
૩૧૫
ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને મહીં પશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આજ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે. તેથી બધાં અશુદ્ધ કર્મો થયા કરે છે. પશ્ચાત્તાપ કરતા જ નથી. જાણે તોય પશ્ચાત્તાપ નથી કરતા. જાણે તોય શું કહે, કે બધા એવું જ કરે છે ને ? એટલે પોતાનું ચિત્ત અશુદ્ધ થાય છે તે ભાન નથી રહેતું.
પ્રશ્નકર્તા : વ્યવહાર શુદ્ધિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ તો વ્યવહારમાં ચિત્તની શુદ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી. તો પછી એ વ્યવહારશુદ્ધિ થઈ ગઈ અને દગો થઈ જાય તો વ્યવહાર અશુદ્ધ થઈ જાય. એટલે નીતિ-નિયમથી, પ્રમાણિકતાથી ચાલે તો વ્યવહારશુદ્ધિ રહે. ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીસનેસ (પ્રમાણિકતા એ શ્રેષ્ઠ વ્યવહાર નીતિ. અપ્રમાણિકતા એ શ્રેષ્ઠ મૂર્ખાઇ). વ્યવહારશુદ્ધિ માટે, સામાને સહેજ દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ એ વ્યવહારશુદ્ધિ કહેવાય. આપણને થયું હોય તે ખમી લેવાનું પણ સામાને ન જ થવું જોઈએ.
પ્રશ્નકર્તા : ચિત્તથી જ સૌથી વધારે દ્રવ્યકર્મ ઊભાં થયા હશે ? દાદાશ્રી : ખરું કહે છે. ચિત્તથી જ બધાં દ્રવ્યકર્મ ઊભાં થાય છે. રૂટ કોઝ (મૂળ કારણ) બધાં આનાથી જ ઊભાં થાય છે. તેથી અમે કહીએ છીએ ને કે કરવાનું અમારે, લિફટ ચલાવવાની અમારે, તમે બેસી રહો. અમારા કહ્યા પ્રમાણે કર્યા કરો, તમારે કશું કરવાનું નહીં. એવું કહીએ છીએ ને ?
ચિત્ત ઠારે તે સાચો માર્ગ...
પ્રશ્નકર્તા : ભાવ મનને રસ્તો કેવી રીતે અપાય ?
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ભાવ મનને રસ્તો તો, આપણે એવું કંઈક આપીએ કે જેની મહીં ચિત્ત ઠરે. ચિત્ત ઠરે એટલે પછી એનું ગાડું ચાલે. લોકોને ચિત્ત ચોંટતું નથી. લોકો ધર્મમાં એવો માલ આપે છે કે જેમાં ચોખ્ખું ઘી તો નથી નાખ્યું પણ પહેલાં વેજીટેબલ ઘી નાખતા હતા,
તે હવે વેજીટેબલ ઘી પણ નથી નાખતા. એવો માલ આપે તો શી રીતે ચોંટે બિચારાનું ? કંઈકેય જોઈએ કે નહીં ? થોડુંઘણું ઘી જોઈએ કે ના જોઈએ ? શાથી ચોંટતું નથી ? ઘી વગરની મીઠાઈ આપે છે, પછી મન ચોંટે ? એટલે આપણે અહીં ચોખ્ખા ઘીવાળી મીઠાઈ આપીએ એટલે એનું અહીં ચોંટે પછી, રાગે પડી જાય. આ તો અક્રમ વિજ્ઞાન છે ને !
૩૧૬
નજર લાગે ?
પ્રશ્નકર્તા : આ નજર લોકોને લાગે છે, તો નજર લાગે ખરી ? દાદાશ્રી : લાગે તો ખરી જ ને ! પણ આ તો જીવતા માણસને શું ના થાય ? આંખ છે ને ? નજ૨ એટલે શું ? એ તમે સમજ્યા નથી. આપણે આ હલવાઈની દુકાન હોય છે ને, ત્યાં મીઠાઈ જાતજાતની દેખાય છે. ખૂબ ભૂખ્યો માણસ હોય, એ જુએ ત્યાં આગળ એટલે એ નજર લાગી જાય કે કેવી સરસ છે ! અને એકતાન નજર લાગે
પેલાની, કારણ કે ભૂખ્યો છે એટલે. અને પેલો ધરાયેલો છે એ કહે કે કેવી સરસ છે, પણ એમાં એકતાન ના થાય. હવે એકતાન થાય એટલે નજર લાગે. પછી મીઠાઈ બગડી જાય. એવી રીતે પેલા માણસનેય અસર કરે. જેને બાબો જ ના હોય, તે કો'કનો ફર્સ્ટક્લાસ બાબો જોયો એટલે કહેશે, કેવો સરસ છે કે ચોંટ્યું ! તેથી આપણા લોકો બાબાને આમ પેલા ડાઘા આમ કરીને કરે છે.
પ્રશ્નકર્તા : એને અસર થાય ખરી ?
દાદાશ્રી : ચોક્કસ. પણ પેલું કાળું ટપકું દેખાય એટલે પછી પૂરેપૂરું તો એની નજરમાં ના આવે. આમ કાળાં ટપકાં કરે ને ? એ શોધખોળ ખોટી નથી બધી.