________________
(૬) શક્તિઓ, ચિત્તની
૩૧૩
દાદાશ્રી : આત્મસ્વરૂપ તો આપણે જ્ઞાન લીધેલું હોય તેને. બહારવાળાને શું ? બહારવાળો તો આત્મસ્વરૂપ જાણતો જ નથી ને એટલે એને ચિત્ત શું કામ કરે કે માથું દુખ્યું એટલે ચિત્ત ત્યાં જયા જ કરે. થોડીવારમાં એનું બધું રેગ્યુલર કરી નાખે. એ લોકો સહન કરે ને ? ચિત્ત તો ત્યાં આગળ જવાનું જ અવશ્ય. ચિત્ત ના જાય તો એ દુઃખ માલમ જ ના પડે. અને ચિત્ત જાય એટલે મટે જ.
બે મચ્છરાંએ સર્યો હાહાકાર ! બે મચ્છરાં હોય ને મચ્છરદાનીમાં, તો આખી રાત વારેઘડીએ લાઈટ કર્યા કરે. ‘કેમ ભઈ લાઈટ કરી પાછી ?” તો કહેશે, “મચ્છરો પેસી ગયા. ‘અલ્યા મૂઆ બે મચ્છરાં, મેલને પૈડ.” આખી રૂમ મચ્છરોથી ભરેલી હોય તો આપણે કહીએ, “મચ્છરાં છે ને હું ય છું.” પણ બે મચ્છરાં એને ઊંઘવા ના દે. આટલા બધા માથાના વાળ ઊંચકાયા છે તો બે મચ્છરાં ના ઊંચકાય ? “અલ્યા, તારું ચિત્ત શેમાં છે. બળ્યું ?” એ એને કહ્યું એમાં ચિત્ત છે. કેડે ને, ત્યાંથી ચિત્ત ધીમે રહીને ખેંચી લઈએ એટલે પછી એ જગ્યાએ ના રહે. ચિત્તનો સ્વભાવ શું છે ? તમે ખેંચી લો ને એટલે એ જગ્યાએ ચિત્ત ના રહે, આત્મા બધે રહે. આત્મા શરીરમાંથી ઊંચોનીચો થાય નહીં, પણ ચિત્ત ખેંચી લઈએ એટલે આપણને મહીં ફોન ના કરે. હેડ ઓફિસમાં ચિત્ત હોય તો હેડ ઓફિસમાં ફોન કરે કે કેડ્યું. ચિત્ત ખેંચીને લાવીએ, અહીં આત્મામાં લાવીને રાખીએ.
પ્રશ્નકર્તા ? તો એનો ખ્યાલ ના રહે કે મચ્છર કરડ્યું કે ના કરડ્યું?
દાદાશ્રી : ખ્યાલ બધો રહે, આત્મા ખરો ને, એટલે. પણ એ હેડ ઓફિસમાં વારેઘડીએ ફોન ના કરે ને, નહીં તો હેડ ઓફિસવાળા પાછા ડી.એસ.પી. મોકલી દે, ચાર પોલીસવાળાને, તે પછી આ હાથ છે તે આમ હલાવે, આમથી તેમ કરે, આંખો આમ કરે ને તેમ કરે. બધું અંગ ચાલુ થઈ જાય.
૩૧૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) મૂળ ભૂલ, “ઓર્ગેનાઈઝર'ની ! પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં આમ બોલી જાય.
દાદાશ્રી : એવું છે ને, કે આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે. રાતદહાડો કામ કરે છે પણ લડતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર (સંચાલક) વાંકા છીએ. ભૂલ આપણી છે. એટલે જીભ એ કચરાય ક્યારે કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંક હોય તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આવું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.
કર્મશુદ્ધિ, ચિત્તશુદ્ધિના આધારે ! પ્રશ્નકર્તા ઃ આ ચિત્ત ખેંચાયા કરે એનું શું કારણ ? દાદાશ્રી : એ જ પૂર્વકર્મ ! પ્રશ્નકર્તા : કર્મની શુદ્ધિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : ચિત્તની શુદ્ધિ થાય એટલે કર્મની શુદ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુદ્ધિને લઈને કર્મ અશુદ્ધ થાય છે.
પ્રશ્નકર્તા : દરેક કર્મ શુદ્ધ થઈ જાય ? ગમે તે કર્મ કરે તે શુદ્ધ થઈ જાય ?
દાદાશ્રી : ચિત્તશુદ્ધ થઈ જાય ને, તો પછી કર્મ શુદ્ધ થઈ જાય. ચિત્ત અશુદ્ધ હોય તો કર્મ અશુદ્ધ. ચિત્ત શુભ હોય તો કર્મ શુભ, ચિત્ત અશુભ હોય તો કર્મ અશુભ. એટલે ચિત્ત ઉપર ડિપેન્ડ (આધારી) છે બધું એનું. એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે, કે મારે ચિત્તશુદ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં