________________
૩૧૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૬) શક્તિઓ, ચિત્તની
મટાડવાની, મત તે ચિત્તની શક્તિઓ ! ચિત્તનો ધંધો શો છે ? શરીર આખામાં ફર ફર કરવું. જ્યાં કંઈ જરૂર હોય ને કંઈ વાગ્યું હોય, કે ત્યાં આગળ હાજર થઈ જાય, જ્ઞાનદર્શન બેઉં. પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય તો ત્યાં હાજર થઈ જાય.
હવે એ શું કહેવા માગે છે કે માથું દુખતું હોય ત્યાં ચિત્ત હાજર તો થઈ ગયું, હાર્ટ દુખે એટલે ચિત્ત અવશ્ય ત્યાં જાય જ. ચિત્તનો સ્વભાવ જ છે કે જ્યાં કંઈ પણ ઉપાધિ થઈ આવી, ત્યાં ચિત્ત આવીને ઊભું રહે અને ચિત્તથી જ ખબર પડે છે કે આ દુખવા માંડ્યું. હવે ચિત્ત ત્યાં આગળ આવીને ઊભું રહે, એટલે એને આરામ થતો જાય. અમે ઘણા વખત આવું કંઈ શરીરને કોઈ દહાડો પેટમાં દુખતું હોય, કશું થતું હોય તો બસ આમ કરીને (ચિત્ર ગોઠવીને) મટાડી દઈએ. અમે આવી દવાઓ લેવાની કંઈ ભાંજગડ ના કરીએ. માથું તો અમારે દુખે જ નહીં. કારણ કે અમે માથું અવળે રસ્તે વાપરેલું જ નહીં. અવળે રસ્તે વાપર્યું હોય તો માથું દુખેને !
ચિત્તને સ્થિર કરે છે. જે ચિત્ત બહાર ભટકે છે, એ ત્યાં ગોઠવે. ચિત્તને એકાગ્ર કરે. એટલે જ્યાં ચિત્ત હોય, ત્યાં આ મન હોય અને મન હોય ત્યાં આ પ્રાણ ને શ્વાસોશ્વાસ જાય. એટલે દુખતું હોય ત્યાં આગળ આવો યોગ કરે તો મટી જાય. પણ એવી શક્તિઓ નથી
આપણા લોકોને સ્થિરતા નથી, આવડત નથી. નહીં તો બધી જ ચીજો છે આપણી પાસે. પણ આ ક્રમ મોટો હોવાથી આપણા લોક કરતા નથી. આ ડોઝ લઈ આવ્યા કે ચાલ્યું ગાડું ! પેલો ક્રમ મોટો છે, એકબે દા'ડાથી ના થાય; બધું મટવા માંડે છે એ ચોક્કસ કારણ કે જ્યાં તમારું ચિત્ત ગોઠવો, મન ત્યાં આગળ સ્થિર રહે. એટલે ત્યાં પ્રાણવાયુ જાય એટલે રોગ મટતો જાય. એટલે રોગ મટતો જાય.
ચિત જાય ત્યાં દર્દ મટે જ ! ચિત્ત શરીરમાં ક્યાં ક્યાં ભટકે ? જ્યાં કેડો ફાટતી હોય ત્યાં જાય અને આપણને ભૂલાવા ના દે. કેડો ફાટતી હોય ને આપણે દુર્લક્ષ કરવા જઈએ ને, પણ ચિત્ત ત્યાં જઈને જાગૃત કર કર કર્યા કરે. હવે કહેશે. ચિત્ત ત્યાં જાય છે, તો ફાયદો શું ? આપણને નુકસાન ના થાય ?” ત્યારે કહે, ‘જ્યાં દુ:ખેને ત્યાં ચિત્ત રહે તો એ દુખતું મટી જાય.'
પ્રશ્નકર્તા : એ સમજ ના પડી. દુખે ત્યાં ચિત્ત જાય તો એ દુ:ખ કેવી રીતે મટી જાય ?
દાદાશ્રી : મટાડવા માટે જ જાય એ. પ્રશ્નકર્તા : એટલે એ સાયટિફિક પ્રોસેસ (વૈજ્ઞાનિક પ્રક્રિયા) થઈ
જાય ?
દાદાશ્રી : હા, સાયન્ટિફિક પ્રોસેસ છે બધી. આ આપણા લોક પાછા બીજા ધંધામાં ચિત્ત પરોવે એટલે પછી પેલું ત્યાં મટવાનું બંધ થઈ જાય. જો તમારે મટાડવું હોય તો ચિત્તને ત્યાં રહેવા દો, એ જગ્યાએ. બીજે બધે બંધ કરીને ચિત્તને એક જગ્યાએ રહેવા દો. ચિત્તમાં તો બધી બહુ શક્તિ છે, એટલે દુખાવો બંધ કરી દે.
પ્રશ્નકર્તા : શરીરના કોઈ ભાગમાં કંઈ દુખતું હોય, તો એ ટાઈમે આપણે એમાંથી આપણું ચિત્ત હટાવીને જો આત્મસ્વરૂપમાં લઈ જઈએ તો એ દુખતું બંધ થઈ જાય છે ?