________________
(૫) વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું !
૩૦૯
૩૧૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
હવે એ ચિત્તવૃત્તિ ભટકે છે કેમ ? અજ્ઞાનતાથી. એ અજ્ઞાન ‘જ્ઞાની પુરુષ' પાસેથી જાય ત્યારે ચિત્તવૃત્તિ પાછી ફરે. તમારે તો ચિત્તવૃત્તિ પાછી વળી ગઈ છે. જરાય બહાર જતી નથી. તમને કેમ એવું લાગે છે ?
પ્રશ્નકર્તા : કોઈ વખત બેઠા હોય ત્યારે વિચાર તો બધા આવે
વગાડવાનું હોય છે. એ બધું જ તમને એકાગ્ર કરવા માટે છે. એની જે આંગીઓ કરે છે, તે બધું તમારું મન બહારથી સ્થિર થઈ જવા માટે. ઈન્દ્રિયો એકાગ્ર થાય તો માણસ એકાગ્ર થાય. એકાગ્ર થાય તો ચિત્તવૃત્તિ અહીં આગળ ફોટોગ્રાફી લઈ લે. એ હેતુ માટે આ બધાં સાધનો છે.
અને ઘંટ તો શા માટે વગાડવામાં આવે છે કે બહારનો કોલાહલ સંભળાય નહિ. જેમ આપણે વાજીંત્ર વગાડીએ છીએ ત્યારે જેને આવડતું ના હોય તે એક સૂર ખુલ્લો રાખે છે અને પછી શીખે છે, એવી રીતે બહારનો કોલાહલ સંભળાય નહીં અને ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થાય. એક ફેરો પ્રિન્ટ થયું તો ઘણું હિતકારી થાય. ચિત્ત ફોટો જ લે છે. ચિત્તનો સ્વભાવ શું ? ફોટોગ્રાફી લીધા જ કરવી.
અંતે અંત, અનંત અવતારની યાત્રાનો ! પ્રશ્નકર્તા : આ ચિત્ત તો દરરોજ ક્યાંય ને ક્યાંય ભટકે, તો પછી આપણે બધે ઠેકાણે ભટકવાનું છે ?
દાદાશ્રી : હા, એવું ભટક ભટક કરવું પડે. પ્રશ્નકર્તા : તો અંત કેવી રીતે આવે ? દાદાશ્રી : ના, પણ આ જ્ઞાન પછી હવે તમારે વૃત્તિઓ ભટકતી
દાદાશ્રી : એ વિચારોનો વાંધો નહીં. વિચાર તો મનના છે. મનને જેટલા વિચાર કરવા હોય એટલા એ કરે. પણ ચિત્તવૃત્તિ હવે તમારી ભટકતી નથીને ? હવે તો પહેલાં જે ચિત્તવૃત્તિ બહાર જ ભટકતી હતી, એ હવે અંદર પાછી ઘેર આવવા માંડી. હવે પોતાને ઘેર પાછી વળે. એ ચિત્તવૃત્તિઓ પાછી વળે ત્યારથી જ મોક્ષ થવાની નિશાની મળી ગઈ અને મોક્ષ અહીંથી જ થવો જોઈએ. અહીં સંસારમાં જ ચિંતા બધું બંધ થાય તો જાણવું કે મોક્ષ થવાનો થયો.
બીજું બધું બંધાય પણ ચિત્ત બંધાય નહીં. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે ફિલ્મો પડતી બધી બંધ થઈ ગઈ. મન કામ કરતું બંધ થઈ જાય. એટલે મન જતું હોય એટલું જ ડિસ્ચાર્જ થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય. જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ થયા કરે. નવો ઉત્પન્ન ના થાય. બુદ્ધિ ય જૂની છે એ ડિસ્ચાર્જ થયા કરે, બીજી ઉત્પન્ન ના થાય.
નથી.
પ્રશ્નકર્તા : પણ વિચારો તો ભટક્યા કરે ને ?
દાદાશ્રી : ના, એને ચિત્તવૃત્તિ ના કહેવાય. ચિત્તવૃત્તિ તો એને કહેવાય કે એ નકશો ચિતરે છે કે ભઈ, આવતે ભવ મારે ક્યાં ક્યાં જવું છે, એ નક્કી કરી આપે છે. જે જે ખૂણામાં પેસે છે એ ખૂણાના સંસ્કાર લાવીને ભેગા કરીને પછી આવતા ભવનો નકશો ચિતરે, એ બધું ચિત્તવૃત્તિનું કામ છે. એટલે આ જગતને ભટકાવનાર હોય તો એ ચિત્તવૃત્તિ છે, ચિત્ત જ છે. મન કંઈ ભટકાવે એવું નથી. મનનો કોઈ દોષ નથી.