________________
૩૦૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૫) વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું !
૩૦૩ પ્રશ્નકર્તા : એ મનનો ડિસ્ચાર્જ ભાગ છે ?
દાદાશ્રી : ના, ચિત્તનું જ છે. ચિત્તવૃત્તિઓ છે કે મારે આ જાણવું છે ને આ જોવું છે ને આ કરવું છે.
પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિ અને ચિત્ત એ બેનું જરા બરાબર ના સમજાયું. આપે કહ્યું ને કે ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. હવે જ્ઞાન-દર્શન જતું નથી પણ વૃત્તિઓ ગઈ કહેવાય, એ ફોડ જરા સમજાવોને.
દાદાશ્રી : અહીં સૂર્ય આવે છે કે કિરણો અહીં આવે છે ? પ્રશ્નકર્તા : કિરણો અહીં આવે છે. દાદાશ્રી : એ એવું છે. પ્રશ્નકર્તા : એટલે આ કિરણો એ વૃત્તિઓ કહેવાય ? દાદાશ્રી : વર્તન પાછું જતું રહે, એ બધું વૃત્તિઓ કહેવાય. પ્રશ્નકર્તા : શુદ્ધ ચિત્ત હોય, એને વૃત્તિ ના રહે એ બરોબર ? દાદાશ્રી : શુદ્ધ ચિત્ત, પોતે જ થયો છે. પ્રશ્નકર્તા : હા, પોતે જ થઈ ગયો.
વૃતિ વહાવો તિજભાવમાં... પ્રશ્નકર્તા : હવે મનની વૃત્તિઓ તો ખરીને ? દાદાશ્રી : મનની વૃત્તિઓ સીમિત હોય છે.
એવું છે કે, જ્યારે વિચારોનું જ ગૂંચળું ફર્યા કરે, વિચારનાં વમળ ફર્યા કરે, ત્યારે એ વમળ એને મન કહેવાય છે. વૃત્તિઓને અને એને લેવાદેવા નથી. વિચારવાનું વમળ ફરે છે તે વખતે મન હોય છે સ્વતંત્ર રીતે ને વૃત્તિઓ પછી ઉત્પન્ન થાય છે. તે પછી આઘીપાછી થયા કરે.
આ તો વૃત્તિઓ ઘરમાં પાછી આવે. જેનાં ઘરમાંથી ચિત્તવૃત્તિ બહાર જતી જ નથી, કોઈ જગ્યાએ એની તો વાત જ શી ? ચિત્તવૃત્તિઓ
થાકી થાકીને હેરાન થઈ ગઈ, લોથ થઈ ગઈ છે. તે ચિત્તવૃત્તિઓ, દાદાનાં સ્વપ્નમાં દર્શન થાય ત્યારે વિશ્રામ પામે છે. આ બધું આનંદનું સ્થાન છે. આનંદ મહીંથી આવે છે પણ આ સંયોગ ભેગો થવાથી, પરમાનંદી પુરુષનો સંયોગ ભેગો થાય એટલે આનંદ ઉભરાય.
વૃતિઓ કુંઠિત તે વૈકુંઠ ! પ્રશ્નકર્તા : આપ કહેતા ને કે અમને જગત રળિયામણું લાગે ?
દાદાશ્રી : છે જ, રળિયામણું જ છે. એની વૃત્તિઓ લક્ષ્મીમાં છે એટલે રળિયામણું શી રીતે દેખાય ? એની વૃત્તિઓ ઘેર છોકરાઓમાં છે. એટલે શી રીતે દેખાય ? એઝેક્ટ જોવા માટે વૃત્તિઓ પ્લીટ જોઈએ, ચિત્ત તૈયાર જોઈએ, મન તૈયાર જોઈએ અને મન ડખો ના કરે, બુદ્ધિ ડખો ના કરે અને અહંકાર તો બધું જોનારો છે, તો પછી બહુ સુંદર જુએ.
કોઈ કોઈ ઋતુમાં તો કવિઓને પણ લાગે કે ઓહોહો ! કેવું સુંદર છે જગત ! જેમ મોરને થાય છે ને ! કોઈ કોઈ ઋતુમાં કવિઓ મોર જેવા કહેવાય. બાકી, આ વેપારીઓનેય કોઈ દહાડો બિચારાને જગત સારું નથી લાગતું. ચિત્ત વૈકુંઠમાં જાય ત્યાર પછી મઝા આવે. ત્યાર પછી ચિત્ત સારું થાય. કૃષ્ણ ભગવાન કહે છે કે વૈકુંઠમાં તેડી જઈશ. કૃષ્ણ ભગવાનની ભક્તિથી વૈકુંઠમાં ચિત્ત જાય. ત્યાર પછી કરવું ના પડે કશું. એટલે વૃત્તિઓ જ ઊભી ના થાય કશી, કુંઠિત થઈ ગયેલી હોય બધી. અને ત્યાર પછી જ મોઢા પર ટેન્શન રહિત હાસ્ય આવે, નહીં તો ટેન્શન જ ખેંચ્યા કરતું હોય. વૃત્તિઓ બધી જ્યાં જાય ત્યાં ટેન્શાન કરે.
એક મોટા ભક્ત હતા, વૈષ્ણવના. મને કહે છે, “અમે તો વૈકુંઠમાં જવાના.' મેં કહ્યું કે અત્યારથી જ જાવને વૈકુંઠમાં ! ત્યાં ઠેકાણું તો કોઈ એવી જગ્યાએ નથી ને એવું વૈકુંઠ ગામેય નથી ! અહીં વૃત્તિઓ કુંઠિત થાય એ વૈકુંઠ. એ કંઈ મોક્ષ નથી, એ સિદ્ધક્ષેત્ર નથી, એ તો છે વૈકુંઠ.