________________
૩૦૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આ તમે છે તે મારી નકલો કરવા માંડ્યા. નકલ એટલે દાદાના કહ્યા પ્રમાણે આજ્ઞામાં રહ્યા તો થઈ ગયું, પૂરા થયા ! આ પૂર્ણાહુતિ એ દાદાની દશા ! આપણા હાથમાં જ છે ને, દાદાના કહ્યા પ્રમાણે ચાલે તો !
પ્રશ્નકર્તા : ચિત્તવૃત્તિને પાછી વાળવી અને જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ બે એક જ છે ?
(૫) વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું !
૩૦૫ રાત્રે હઉ રખડે, વૃતિઓ ! આ અમે તમને જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમારી ચિત્તવૃત્તિઓ જે આમથી આમ બહાર જતી હતી, તે બધી પાછી વળવા માંડી. કોઈની ચિત્તવૃત્તિ પાછી ના વળે. અરે, રાત થાય ને નવરી પડે એટલે ફોર્ટ એરિયામાં ફરવા જાય. અલ્યા, રાતે શું ધાર્યું છે ત્યાં આગળ ? અને નહીં તો ઘરનું કોઈ માણસ ના આવ્યું હોય, સાડા દસ વાગ્યા સુધી, તો ચિત્તવૃત્તિ કહેશે, ‘આ આવ્યા નથી, શું થયું હશે ? શું થયું ?” એટલે આપણને ઉપાધિ પાછી. ‘શું થયું” કહ્યું કે ઉપાધિ. ‘ગાડીમાં કપાયા હશે કે પડી ગયા હશે ?” એવું બધું બતાડે.
ચિત્તવૃતિઓની નિર્મળતા, ત્યાં... તમે શુદ્ધાત્મા થયા, પણ ચિત્તવૃત્તિની નિર્મળતા હોય તો ગૂંચો ના પડે અને સંસારી કામ સરળ થતાં જાય. ચિત્તવૃત્તિની નિર્મળતા નથી તેથી સંસારી કામ સરળ નથી થતાં. અહીં બેસી રહે છે એટલે ચિત્તવૃત્તિ નિર્મળ થયા કરે પછી તેને સંસારી કામ આગળ આગળ સહજ થયા કરવાનાં.
દેહ ને આત્મા જુદા જ છે પણ દેહનાં સંસારી કામ સરળ થતાં જાય, બધી આગળ આગળ તૈયારીઓ થયા જ કરે. આ તો જ્યાં સુધી આપણે હાથમાં ઝાલી રાખીએ છીએ ને, ત્યાં સુધી મુશ્કેલી છે. દાદાને સોંપી દો તો મુશ્કેલી જ ના હોય. મુશ્કેલી આવે જ નહીં. મુશ્કેલી કેમ કરીને આવે ? આપણને વિચાર આવે ત્યારથી એ કામ થયા જ કરે. મુશ્કેલી આવે નહીં, મુશ્કેલી આવતાં પહેલાં ઓગળી જાય. આવડો મોટો પથ્થર વાગવાનો હોય, તેને બદલે આટલો પથ્થર વાગીને જતો રહે. આ વિજ્ઞાન બહુ જુદી જાતનું છે.
ધન્ય છે ‘આ’ (દાદાની) ચિત્તવૃત્તિઓને ! આ અમારા જેવી ચિત્તવૃત્તિ થવા માંડી ! અમારું ચિત્ત આઘુંપાછું જ ના થાય કોઈ દહાડે. હેય ! મોરલી વાગતી હોય તો સાપ શું કરે ? સત્યાવીસ વર્ષમાં કોઈ દહાડોય ચિત્ત આઘુંપાછું નથી થયું, મન આઘુંપાછું નથી થયું.
દાદાશ્રી : ના, જુદી વસ્તુ છે. જ્ઞાતા-દ્રષ્ટા તો સ્વાભાવિક વસ્તુ છે. ચિત્તવૃત્તિ તો વૃત્તિ છે. ખાલી કહેવાય છે ચિત્તની એટલું જ, બાકી વૃત્તિ છે.
ચિતે ગરબડ કરી, મતે અભિપ્રાય ધરી ! પ્રશ્નકર્તા: હવે ચિત્તનું જરા બરાબર સમજાવો કે ચિત્ત ક્યાં ક્યાં ગરબડ કરે છે ?
દાદાશ્રી : ચિત્ત બધું જોઈ આવે છે. ગયા અવતારની જે ફિલ્મ પડેલી છે, તેને ચિત્ત જુએ છે અને એમાં મને છે તે ખાલી અભિપ્રાય આપે છે કે આ સારું છે ને આ ખરાબ છે.
પ્રશ્નકર્તા: મન એ અભિપ્રાય અને ગાંઠોથી બનેલું છે ને ?
દાદાશ્રી : મન એ તો વસ્તુ જ નથી, એ તો તમારા ખાલી અભિપ્રાય જ છે. અને તે તમારા શું અભિપ્રાય હતા તે દેખાડે છે.
પ્રશ્નકર્તા : તો પછી આપણા સંસારનું મુખ્ય કારણ મન છે કે ચિત્ત છે ?
દાદાશ્રી : ચિત્ત છે. તમે છે તે કોઈ જગ્યાએ ગયા હોય અને ભડક્યા હો, તો તમારું ચિત્ત વારેઘડીએ ત્યાં જ જાય. તે તમને ઘેર બેઠાં ભડકાય ભડકાય કરે.
પ્રશ્નકર્તા : અભિપ્રાય તો મન આપે છે ત્યારે ભડકાવે છે શું ?