________________
(૫) વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું !
૩૦૧
૩૦૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
રહસ્ય, ચિત્તની ભટકામણ તણા... ચિત્ત શાથી ભટકે છે ? કારણ કે સુખ ખોળે છે, કે મારે ઘેર સુખ હતું ને આ બધું કેમ ? આ સોફાસેટમાં સુખ હશે, આમાં હશે, તેમાં હશે એવું ભટક ભટક કરે છે. અને પછી અનુભવ કરે છે. સોફાસેટ અહીં લાવે એટલે એને એમાં સુખ ના રહે. પછી પાછું બીજું કંઈ ખોળી કાઢે. બંગલો બંધાતા સુધી ચિત્ત એમાં રહે. બંગલો બંધાઈ જાય પછી કશું જોઈતું નથી. બંગલો બંધાઈ રહ્યો એટલે પછી ગાડીની ચિંતા થાય.
એટલે એ તો આપણે એક લાઈન દોરી બાંધીએ, લિમિટ રાખીએ, તો એનો ઉકેલ આવે. નહીં તો આનો કંઈ ઉકેલ આવે એવો નથી. એક મકાન બાંધી દેવું છે ફક્ત રહેવા પૂરતું. પછી ગાડી બીજું કશું જોઈતું નથી એવું નક્કી કરીએ, નહીં તો આનો પાર જ નથી આવે એવો, અપાર છે.
પ્રશ્નકર્તા : આ ટેમ્પરરી સુખ લાગે છે એટલે અંદર જાય છે ને?
દાદાશ્રી : એવું છે ને, પરમનન્ટ સુખ છે એવું ભાન નથી રહ્યું પોતાને અને ટેમ્પરરી જે કંઈ આવે છે તે સારું લાગે છે. મહીં કેરી ખાય ખરો પણ સહેજ ખાટી છે, એટલે પછી ત્યાં છોડી દે પાછો. બીજી એથી મીઠી ખોળી કાઢે. એટલે આ કોણ ? ચિત્તવૃત્તિ ખોળે છે, કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે ! પછી એમાં નથી લાગતું એટલે પછી નાખી દે છે. પછી થોડા દહાડા ભાવતું ખાય ને તો આ સુખ કેવું થાય ? સુખનો અભાવ થાય પછી. તે લગ્નમાં પંદર દહાડા જમાડોને ત્યારે કંટાળીને નાસી જાય ને ઘેર ખીચડી ખાય. ‘અલ્યા, સરસ જમવાનું હતું તોય ?” ત્યારે કહે, “ના, એ કંઈ કાયમ ભાવતું હશે?” તો જે સુખનો અભાવ થાય ને, એ સુખ સુખ ગણાય જ નહીં. એ સુખની ડેફિનેશનમાં ના ગણાય.
આંજણ આનંદ તણા અંજાયે આત્મસંગ રે.... પ્રશ્નકર્તા : દરેક વ્યક્તિ આત્માનો આનંદ નથી શોધતો ?
દાદાશ્રી : એણે જેમાં આનંદ ચાખ્યો છે ને, ત્યાં ચિત્તવૃત્તિ જાય. ચિત્તવૃત્તિ એક ફેરો જાણતી થાય કે આત્મામાં આનંદ છે, ને જો ચાખ્યો હોય તો જ આત્મામાં જાય પણ ચાખ્યો ના હોય ને ત્યાં સુધી જેમાં આનંદ ચાખ્યો હોય, તેમાં ચિત્તવૃત્તિ જયા કરે. બહારનો આનંદ ચાખ્યો હોય તો એમાં જતી રહે.
જ્ઞાની પુરુષ મળે, એ સંગ મળે, ત્યારે ચિત્તને ત્યાં આનંદ થાય કે બીજે હતા તેના કરતાં આ આનંદ કંઈક સારો લાગે છે. બીજે જે આનંદ કરીએ છીએ, તેના કરતાં અહીં આગળ આપણને કંઈક વિશેષ પ્રકારનો આનંદ થાય છે; કંઈ નવી જ પ્રકારનો, નિરાંતવાળો. આપણને નિરાંત જેવું લાગે, નિરાકુળતા લાગે.
અમથો અંગૂઠે હાથ અડી ગયો હશે ને, તોય કલ્યાણ થઈ જાય એવું છે. અહીં ચરણે વિધિ કરે છે ત્યારે મહીં સમાધિ થઈ જાય છે. પછી તો ઊઠાડવા પડે છે કે ભઈ, ઊઠ હવે. કારણ કે અહીં સ્વાદ ઉત્પન્ન થાય. મહીં ચિત્તવૃત્તિ બંધ થઈ જાય. કોઈ એવી દવા નથી વર્લ્ડમાં કે જેનાથી ચિત્તવૃત્તિ બંધ પડે !
આત્માના સુખનો અભાવ જ ના થાયને ! પોતાના સ્વાધીન સુખનો અભાવ જ ના થાય ને ! એ સ્વાધીન સુખ રહે છે, તેનો અભાવ થાય છે તમને ? હવે તમને કયું સ્વાધીન સુખ રહે છે ? સાંસારિક દુ:ખનો અભાવ. જે સ્વાભાવિક જ્ઞાનથી પ્રાપ્ત થયો. પછી થોડાક વર્ષો પૂરાં થઈ જશે એટલે સ્વાભાવિક સુખનો સદ્ભાવ શરૂ થશે.
વૃતિઓ વહે તિજધર તફ... અમે ચિત્તની શુદ્ધિ કરી આપીએ તમને. અને વૃત્તિઓ જે ભટકવા જતી હતી, તે બધી પાછી ઘેર આવવા માંડી.
પ્રશ્નકર્તા : વૃત્તિનો જન્મ ક્યાં થાય છે ? હવે આપણે ચિત્તને ચેતન કહીએ છીએ ને ?
દાદાશ્રી : હા, ચિત્ત એ ચેતન છે અને એને વૃત્તિ થઈ છે.