________________
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૯૯
ચિત્તની તો ગેરહાજરી નહીં રાખવી. બીજી બધી ગેરહાજરી હશે તો ચાલશે. બુદ્ધિ ગેરહાજર હશે તો ચાલશે. ચિત્ત તો એમ્બેટ રહેવું જ નહીં જોઈએ કોઈ પણ સ્થિતિએ. આ તમારી સાથે હું વાતચીત કરું છું, એમાં અમારું ચિત્ત એબ્સટ થાય તો શું રહ્યું ? નવું ચિત્ત જ છે, જે અનંત કાળથી અશુદ્ધ થતું આવ્યા કર્યું છે, તે મારી હાજરીમાં મારી સામે એક ચિત્તે રહ્યું તો શુદ્ધિ થયા જ કરે. અને જ્યારે ત્યારે ચિત્તને શુદ્ધ જ કરવાનું છે. ચિત્તશુદ્ધિનો ઉપાય છે આ. આ તમે અમને પૂછો અને જો તમારી એકાગ્રતાએ ચિત્ત સ્થિર રહ્યું તો શુદ્ધ જ થયા કરે.
વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું !
પર્યાય, ચિત્તતા મુખ્યતઃ પ્રશ્નકર્તા : ચિત્તનો મુખ્ય પર્યાય કયો ?
દાદાશ્રી : ‘આ શું હશે, તે શું હશે ?' એની તપાસ કરવાનો પર્યાય એનો.
પ્રશ્નકર્તા : મુખ્ય ?
દાદાશ્રી : હા. આ ઇચ્છા કે “આ શું હશે ?” આંબા ઉપર કેરી લટકતી દીઠી, એટલે “આ શું હશે ?” એ પછી જો કદી સરસ લાગ્યું તો ત્યાં ને ત્યાં જાય પછી ને ના સરસ લાગ્યું તો ના જાય. ના સરસ લાગે ત્યાં મોકલીએ તોય ના જાય.
ચિત્તનો સ્વભાવ એવો છે કે જ્યાં એક ફેર એને આનંદ આવે ત્યાં જ દોડ દોડ કરે છે. એને આનંદ આવવો જોઈએ. ચિત્ત આનંદ ખોળે છે અને તે આનંદ એકલો ખોળતું નથી, પોતાનું ઘર ખોળે છે. પોતાનું મૂળ માલિકીનું હોય, એ ખોળે છે. મારે ઘેર આટલું બધું સુખ હતું તે આ બધું ક્યાં ગયું ? તે ચિત્ત પોતાનું ઘર ખોળે છે. તે આમાં સુખ હશે કે તેમાં હશે ? છેવટે કેરી સારી દેખાય તોય ચાખી જુએ કે આમાં કંઈ સુખ આવે છે ? પછી કહે, ‘ના, આમાંય સુખ નથી.’ એના લક્ષમાં હોય કે ‘તે’ જેવું આ નહીં. એમ કરતું કરતું છોડતું જાય.