________________
૨૯૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૯૭ માણસોને તેડી જાય તો સો રૂપિયા આપે તોય ના બેસે. ચિત્ત તમારું એકાગ્ર જ્યાં થયું ત્યાં તમને આનંદ આવે. પછી ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં થયું તોય આનંદ આવે. ગમે તે કચરામાં પણ તમારું ચિત્ત એકાગ્ર થયું એટલે આનંદ આવે.
એક માણસ મને કહેતો'તો કે આ કોઠીના ચાર રસ્તા પર ૧૦૦-૧૫૦ ફૂટ ઊંચે ધૂળ ઊડાડે તો બે હજાર માણસ ભેગું થઈ જાય. એનું શું કારણ કે આ લોકોનું ચિત્ત એકાગ્ર થતું નથી. કોઈ જગ્યાએ ચિત્ત એકાગ્ર થતું નથી. ધૂળ ઊડતી દેખાય તો ‘જુઓ, જુઓ’ કહેશે. એટલો વખત ચિત્ત એકાગ્ર થઈ ગયું.
અમારી પોળમાં એક વખત હું ઘરમાંથી બહાર નીકળ્યો, ત્યારે લોક પચાસ-સો ભેગું થઈ ગયું. મેં કહ્યું, “શું છે ભઈ આમાં ?” હું પૂછું નહીં, હું જાણું કે આ લોકો શાથી ભેગા થયા છે ને શાથી વિખરાય છે, એનું ભાન નથી. ત્યારે કહે છે, ‘આ દૂધવાળો એમને ગાળો ભાંડે છે ને એ આને ગાળો ભાંડે છે.’ ‘મૂઆ, આમાં તે શું ભેગું થવાનું ?” તેમાં ઘરમાં ચા પીતો પીતો અરધી ચા મૂકીને દોડેલો. ‘અલ્યા, આ કઈ જાતના ચક્કરો ! તમારી શી દશા થશે ? અહીં જીવતાં જ ના આવડ્યું, તો મરતાં શી રીતે આવડશે, આ બધાને ? ચા અરધી મૂકીને નાઠા. ‘અલ્યા, શેના હારુ આ ?” ત્યારે કહે, ‘ચિત્ત એકાગ્ર થતું નથીને! કોઈ એવી જગ્યા નથી કે ચિત્ત એકાગ્ર થાય. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ના થાય ત્યાં સુધી આ ભટકવાનું છે. ચિત્તની શુદ્ધિ થવી જોઈએ.
પ્રશ્નકર્તા : એના માટે મુખ્ય ઉપાય શું ?
દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ જ કરી આપે. તમારાથી થાય એવું નથી. તમારી જાતથી થાય એવું નથી આજના મનુષ્યોને. એટલે જ્ઞાની પુરુષ પોતે કરી આપે. પછી આપણી ચિત્તશુદ્ધિ થયા કરે. પછી આપણે કશું કરવાનું રહ્યું નહીં. પછી એકાગ્ર જ રહેશે. એટલે આઘુંપાછું કરવું હોય તોય જાય નહીં. પછી આપણે કહીએ, ‘આઘુંપાછું જા.” ત્યારે કહે,
ના, હવે નહીં.” અમારે ચિત્ત નિરંતર એકાગ્ર જ રહે. આઘુંપાછું થાય જ નહીં.
એકાગ્રતા, અધ્યાત્મના આંદોલનમાં ! આ સત્સંગ સાંભળતા હતા, તે ઘડીએ એકાગ્રતા થઈ હતી ને ? તે ઘડીએ મહીં અંતરશાંતિ ઉત્પન્ન થઈ જાય. તમને એવું નહોતું થયું ? હા, અને બહારવટિયાનું પુસ્તક વાંચે તો એકાગ્રતા થઈ જાય. ચિત્તનો સ્વભાવ છે એ તો. આ એકાગ્રતા ઊંચે ચઢાવે અને પેલી એકાગ્રતા નીચે ઊતારે, સ્લીપરી (લપસાવનારી) છે.
અને જ્યારે અમે બોલીએ ને, તે અમારું ચિત્ત બસ એને સાંભળ્યા જ કરે. ખુશ, ખુશ, ખુશ, ખુશ થયા કરે, જાણે મોરલી સાંભળતું હોય એવી રીતે. અમારું ચિત્ત તો સાપની પેઠે મોરલી સાંભળીને નાચે એવી રીતે નાચ્યા કરે. બહાર ભટકવા શાનું જાય છે ? ભટકે કોનું? ઘેર મજા ના આવે ત્યારે. પોતાને અંદર મજા ના આવે તે આમ ભટકે, તેમ ભટકે, છેવટે તાજમાં જઈને ચા ય પી આવે. ચા-નાસ્તો કરી આવે. અહીં સત્સંગમાં હો તે ઘડીએ મહીં રહેતું નથી એકાકાર ?
પ્રશ્નકર્તા: રહે છે.
દાદાશ્રી : નિરંતર રહે છે કે, કોઈ ઘર-બર જતા નથી ? એ તો બધું આમ બહાર જાય, તેમ જાય પણ એકાકાર રહે, એનું નામ જ ઉપયોગ ! અને એમ એકાકાર ના રહેવાય ને એકલા પડીએ ત્યારે પાછું દુરુપયોગ થાય, ત્યારે પછી ત્યાં આગળ આપણે જાગૃતિ રાખવાની.
પ્રશ્નકર્તા : દાદા, આવું ખસતું જ નથી.
દાદાશ્રી : એમ ધન્ય છે તમને ! જોબ ઉપર આપણે જ્યારે હોઈએ ત્યારે એમાં જતું રહે. ત્યાં આગળ ઠેકાણે રહેવું જોઈએ. જોબ સારી રીતે કરો, ચિત્ત ઠેકાણે રહેવું જોઈએ અને તેને આપણે જાણીએ કે આ ચિત્ત ઠેકાણે છે. અને ચિત્ત ઠેકાણે એટલે આત્મા ઠેકાણે.