________________
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૯૫
પણ તમારું ચિત્ત જ એ બાજુ નહીં ને ! ચિત્ત જ બહાર ને બહાર. એને ભગવાને શું કહ્યું ? બહિર્મુખી કહ્યું. અંતર્મુખી થયેલાં કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : કો'ક કો'ક વખત એનો આનંદ મળે છે.
દાદાશ્રી : એ અંતર્મુખ ના કહેવાય. એ તો અંતર્દષ્ટિ કરી કહેવાય. અંતર્મુખ તો જુદી વસ્તુ છે. અંતર્મુખ તો હેંડતા-ચાલતા, ઉઘાડી આંખે બહાર જોતો જાય, છતાં અંદર અંતર્મુખ હોય !
અને ચિત્ત ભગવાનમાં રહે તો સંસારમાં કશો બોજો જ ના લાગે. એટલે પોતાના સ્વરૂપમાં ચિત્ત રહેતું હોય, તેને શાનો બોજો લાગે ? સમાધિ જ રહે.
હું તો માર્કિંગ કર્યા કરતો. બીજા કશામાં જેનું ચિત્ત ના હોય એ માર્કિંગ કર્યા કરે ને ! મને એ ભાંજગડ હતી નહિ કોઈ જાતની. મને આ માર્કિંગ જોઈએ. છતાંય આ માર્કિંગ કરેલું જ્ઞાન નથી. આ તો ગિફટ છે. નહિ તો આવડું મોટું અવિરોધાભાસ વિજ્ઞાન ઊભું કેમ કરીને થાય ?
ચિત્ત દાદા ભગવાનને યાદ કરે, જેમાં ને તેમાં દાદા દેખાય તે ચિત્ત બહુ સારું કહેવાય. એ ઘણા મહાત્માઓને રહે છે. ઘણાખરા મહાત્માઓને થોડું વત્તા-ઓછા પ્રમાણમાં રહે. કોઈને વધુ પ્રમાણમાં રહે ને કોઈને ઓછા પ્રમાણમાં રહે અને દાદા ભગવાન એ પોતાનો શુદ્ધાત્મા છે. એટલે ચિત્ત શુદ્ધાત્મામાં રાખો કે દાદા ભગવાનમાં રાખો, બધુંય એકનું એક જ છે.
આ ભાઈને ચિત્તની ડખલ નહીંને, એ એમનું જુદું કહેવાય. લૉ બુકેય જુદી. ચિત્તની ડખલ ના હોય તેને ગમે તે ચાલે. બાકી, જગતમાં ચિત્તની જ ડખલ છે ને, બધી. આમને તો દાદા અને હું, દાદા અને હું, બસ આ જ ચિત્તમાં. બીજું કશું રમે જ નહીં ને ! પછી તો ચિત્ત બગડતું જ નથી, ચિત્ત તો દાદામાં જ તન્મયાકાર.
૨૯૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આ સંસારમાં જેનું ચિત્ત નથી અને દાદા ભગવાનમાં જ ચિત્ત છે, એને શું અડે ? એટલે આત્મામાં ચિત્ત છે, પાંચ આજ્ઞા પાળે છે, એનું ચિત્ત પાંચ આજ્ઞામાં જ છે. એટલે કોઈ દહાડો કશું અડે નહીં. તેથી આપણે કહીએ છીએ ને, સંસારમાં રહેવા છતાં અક્રમ વિજ્ઞાનથી મોક્ષ જ વર્તે છે.
એ ચિત પમાડે પરમાત્મપદ ! સંસારમાં તો એ પરણીને ઘેર આવ્યો, તોય છે તે સાસરીમાં જાય, તે ચિત્ત છે ! વરરાજા અહીં આવ્યા હોય પણ ચિત્ત સાસરીમાં જતું રહે. વરરાજા તો અહીં આવ્યા, તે લોક જાણે કે બધી સામગ્રી જોડે આવી ગઈ ને જાન-બાન બધું આવી ગયું. પણ ચિત્ત તો ત્યાં જતું રહ્યું હોય. ચિત્તનું કામ એવું છે. એને કોઈ પરદો નહીં, બરદો નહીં. કોઈની લાજ-શરમ કશું જ નહીં ને, એટલે પેસી જવાનું. ધણી જોડે ચિત્ત જતું. રહેતું હોય તો એ સંસારમાં ચિત્ત છે, એમ માનવું. બહારના માણસ જોડે ચિત્ત હોય તો એ લબાડ ચિત્ત છે એમ માનવું અને જ્ઞાની પુરુષમાં ચિત્ત જતું હોય તો ભગવાન પદની પ્રાપ્તિ થઈ રહી છે.
એ આનંદ આવે એકાગ્રતામાંથી ! ચિત્તની ઉપર સવારી કરતા આવડે તો કામ થઈ ગયું. ચિત્તને આમ ફેરવીએ કે “જાવ, તમે ડાકોર જઈને દર્શન કરાવો’ તો પાછું તેય જાય. એને એવું કશું નથી. એને ભટકવાની ટેવ પડી છે. એટલે ભટકવાના રસ્તેથી લઈ લેવું પડે. ચિત્ત એકાગ્ર થયું એટલે થઈ ગયું. લોકો એકાગ્રતા શેને માટે કરે છે ? મનને માટે નથી કરતા પણ ચિત્તની સ્થિરતા ખોળે છે.
પેલો કહેશે, “મને રમવામાં આનંદ આવે છે.' ત્યારે પેલો કહેશે, ‘મને ક્રિકેટ જોવામાં આનંદ આવે છે.” શામાંથી આનંદ આવે છે તે જગતને ખબર નથી. એ બધાં તો એમ જ જાણે કે ક્રિકેટમાંથી આનંદ આવ્યો. તે ક્રિકેટમાંથી આનંદ આવ્યો હોય તો તમારા જેવાં અમુક