________________
૨૯૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૯૩ વખતે નોકરી કરવાની. જમવાનું લેઈટ થયું ને ત્યાં મોડા પહોંચ્યા
ઓફિસે ને શેઠ વઢે, તે ઘડીએ સાંભળવાનું. શેઠ વઢે ત્યારે શું કરવાનું? તે ઘડીએ બૂટ કાઢવા જઈએ તો નોકરી જતી રહે. એવું ના કરીએ.
આ વકીલોને તો રોજ થાય છે. તે પાછો હું શીખવું છું ત્યારે એ ઠેકાણે આવે છે. આ વકીલનેય ઘેર ખાતી વખતે ચિત્ત કોર્ટમાં પહોંચી ગયું હોય. સાચી રીતે તો કો'ક જ ખાતો હશે. બાકી અગિયાર વાગી ગયા કે ઘડિયાળ જોતો હોય ને એ તો જજની પાસે ત્યાં પહોંચી ગયો હોય. આ તો આપણે અહીં ‘જ્ઞાન’ આપ્યા પછી વકીલો નિરાંતે ખાય છે. ત્યારે એને અનુભવેય થાય છે કે કશું કામ બગડતું નથી. તે મને કહી જાય છે, ‘દાદા આજે તો, હું સવા અગિયારે કોર્ટમાં ગયો હતો. મને એમ લાગતું'તું કે આજે મોડું થઈ જશે. પણ તમે ચિત્ત હાજર રાખીને જમવાનું કહ્યું હતું, તે ચિત્ત હાજર રાખીને હું જમ્યો. પછી ‘વ્યવસ્થિત'ને જોયું. ત્યારે ત્યાં તો જજ સાહેબ જ સાડા અગિયારે આવ્યા અને કેસ મારો જ પહેલો ચાલવાનો હતો'. મેં કહ્યું કે, “આવું જ હોય.’ માટે શું કામ ભડકો છો ? આ નથી ભડકવા જેવું જગત ! જજનીય માલિકી છે કે તમારી માલિકી છે, આરોપીની માલિકી છે. અને ફરિયાદીની માલિકી છે. બધાની માલિકીવાળું આ જગત છે. અને બધાના ‘એડજસ્ટમેન્ટ’ લેવાય છે, એ કંઈ ગડું નથી આ.
ચિત્તને એબ્સટ કોઈ જગ્યાએ મૂકાય નહીં. જમતી વખતેય ના મૂકાય અને સંડાસ જતી વખતેય ચિત્તને એબ્સટ ના મૂકાય. નહીં તો બંધકોષનો રોગ થઈ જશે. અહીં કેટલાક વકીલો એવા છે કે સંડાસમાં અરીસો મૂકેલો હોય, રેઝર મૂકેલું હોય, બ્લડ મૂકેલી હોય. ‘સાહેબ, મહીં શું કામ ?” ત્યારે કહે, ‘મને ટાઈમ નથી,” તે આ એક કામમાં બે કામ થાય ને !” “અલ્યા ચક્કર ! મરવાનું ના હોય તો આવું કર !” અને પાછો દુ:ખી હોય !!
મોટામાં મોટું, ચિત ! આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ હોય તો ચિત્ત છે. મન તો
જાણે કે બહુ ચાલતું હોય તોય કશો વાંધો નહીં ને ના ચાલતું હોય તોય વાંધો નહીં, પણ ચિત્તની જ ભાંજગડ છે બધી ! અમારે તો ચિત્ત વશ રહ્યા કરે, પછી છોને મન કૂદાકૂદ કરે !
અમારે ધંધામાં ચિત્ત ઘાલ્યું હોય તોય ના રહે. હા, એ ધંધામાં ચિત્ત જાય, બીજા લોકોને. લોકોને તો ચિત્ત ગમે ત્યાં જતું રહેને ! આજુબાજુ ફેરવવું હોય તો ફેરવાયને ? અને અમારે તો એવું ના હોય ને અમારે કોઈ ઘેર જવાની રજા નહીંને, ‘પર' ઘેર જવાની રજા નહીં. એટલે અમારે તો જ્ઞાનમાં જ રહેવું પડે ને !
| ચિત્તને શાંતિ થાય એવું હોય, તો પછી એ રખડે નહીં, બહાર ના જાય. ચિત્ત બહાર ન જાય એવું આપણે કરવાનું છે. આ આપણું વિજ્ઞાન કેવું છે કે ચિત્ત આપણી પાસે રહે, ખસે નહીં. ચિત્ત બહાર ગયું એટલે આ બધુંય, હુલ્લડ ચાલ્યા જ કરે. પછી ચિત્ત બહાર ના જવું જોઈએ. આ તો આવી ચોપડીઓ ‘આપ્તવાણી', અક્રમ વિજ્ઞાન તમારા માટે ને જે આવું બધુંય મળ્યા કરશે. પછી ચિત્ત જ બહાર ના જાય. જમ્યા પછી થોડા વખત આરામ કર્યા પછી થોડીવાર અડધો કલાકકલાક વાંચ્યું હોય તો ચિત્ત ફર્સ્ટ ક્લાસ થાય. એટલે ચિત્તને રાગે પાડવા માટે આવું બધું કરવું પડશે ને ? અમારું ચિત્ત ક્યાં ક્યાં ભટકતું હશે ?
પ્રશ્નકર્તા: ક્યાંય નહીં ભટકતું હોય.
દાદાશ્રી : હા, એટલે જ્યાં છે ત્યાં જ બધું રાખો. અમારે જ્યાં હોઈએ ને, ત્યાં જ બધું હોય. આઘુંપાછું કોઈ થાય નહીં, એનુય નહીં.
જ્યાં હોઈએ ત્યાં બધુંય, રાજા ય ત્યાં ને લશ્કરેય ત્યાં. કોઇ આઘુંપાછું થાય નહીં. અમારી જોડે બેસો એટલે તમારું લશ્કરેય એવું થઈ જાય, વિનયવાળું. ચિત્ત તો આ શરીરનું માલિક છે, એને ગેરહાજર ના રખાય. તમે ચિત્તને નમસ્કાર કરો છો ? કૃપાળુદેવ કહેતા'તા, ‘હે ચિત્ત, તને પણ નમસ્કાર છે અમારા ”
ભગવાન ભેટે ત્યારે ચિત ભટકે ? તમને કોઈ દહાડો ભગવાન ભેગા થાય છે ? વાતચીત કરે છે?