________________
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૯૧
૨૯૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
શેઠની વાત કરતો હતો ત્યારે આ શેઠ એમણે તો એમનું માથું છે તે મારા પગમાં મૂકી દીધું. મને કહે કે, ‘હું જ ગુનેગાર છું.’ મેં કહ્યું કે ‘શું છે એ મને કહો તો ખરા.” ત્યારે કહે, ‘હું પણ ભીવંડીમાં મિલનો માલિક છું ને હું પણ જમતી વખતે એવું જ કરું છું.' પછી મને કહે કે “આપ કહો છો પણ મારું ચિત્ત સ્થિર રહેતું નથી, તેનું હું શું કરું ?” તે રડવા માંડ્યો. મેં કહ્યું, ‘શા હારુ રડો છો ?” “આવું જ કરું છું, દાદા' એણે કહ્યું. મેં કહ્યું, “અમે કરી આપીશું. ડૉક્ટરની પાસે આવ્યા છો ? આમાં રડો છો શું કરવા ? રડવાથી કંઈ સંસાર ડરીને નાસી જાય ? એ તો છે એમ જ રહેશે. એ તો અટાવી-પટાવીને કામ લેવાનું.” પછી મેં કહ્યું, તમારું ચિત્ત હાજર ના રહે એ સ્વાભાવિક છે, હું જાણું છું કે તમારું ચિત્ત લપટું પડી ગયેલું છે. ત્યારે એમના સુખેય કેવા કે શક્કરિયાં ભરહાડમાં મૂક્યાં હોય તેમ ચારે બાજુએ બફાય ! એવા આ શેઠિયાઓ બધા ચોગરદમ બફાયા કરે છે. હું શેઠને પૂછું છું કે આ શક્કરિયાં જેવા બફાવાનું ? ત્યારે કહેશે કે હા, એવું જ, એવું જ, એવું જ આખો દહાડો બળ્યા કરે છે. મેં કહ્યું કે કંઈક ફેરવીને સુખને ! હું તમને રસ્તો બતાડું બધો. એટલે આવી બધી મુશ્કેલીઓમાં આખો દહાડો રહ્યા કરવાનું !
ચિતતી હાજરી, જમતી વખતે ! તમને સમજાયું હું શું કહેવા માગું છું ? તમે ચિત્તની ગેરહાજરીમાં જમેલા ?
પ્રશ્નકર્તા : પણ ચિત્ત તો ફરતું જ હોય છે.
દાદાશ્રી : જમતી વખતે હાજર નહીં ? શાં દુ:ખ એવાં આવી પડ્યાં છે, કે જમતી વખતેય હાજર નહીં ? ત્યારે બહુ ઉતાવળ હોય તો બે હાથે જમી લેવું ? શાં દુઃખ આવી પડ્યાં છે ? ચિત્તને કહીએ, ‘બેસ અહીં આગળ, ચાલ શું શું જમવાનું છે તે મને કહે એક-એક !”
ચિત્ત ત્યાં જવાથી ત્યાં હેલ્પ થશે કે અહીં હેલ્પ થશે ? હેલ્પ થશે ખરી ?
પ્રશ્નકર્તા : એટલોય કાબૂ નથી.
દાદાશ્રી : લો ત્યારે ! બધું આઉટ ઑફ કંટ્રોલ (બેકાબૂ) થઈ ગયું? તેથી આ બધાને કંટ્રોલમાં લાવી આપું છું. એક કલાકમાં જ કંટ્રોલમાં આવી જાય છે, કાયમને માટે, પરમનન્ટ કંટ્રોલ. ચિત્ત તો પછી ખસે જ નહીં. ત્યાં સુધી આ દાદાનો ફોટો લઈ જાવ અને દાદા ભગવાનનું નામ દેજોને કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું, પાંચ-દશ મિનિટ બોલશો એટલે ચિત્ત પાછું આવશે. તે ઘડીએ ચિત્ત સ્થિર રહેશે.
પ્રશ્નકર્તા : તમે શીખંડ ખાવ છો તે તમને સ્વાદ કેવો લાગે ?
દાદાશ્રી : મારી ઉપર ઘંટ પડવાનો નહીં ને ! અને આ લોકોને તો માથે ઘંટ પડવાનો હોય એવી રીતે શીખંડ ખાય. આખા મુંબઈ શહેરમાં બધાને માથે ઘંટ છે. મેં જેને આ જ્ઞાન આપેલું છે, તેમને ઘંટ વગર જમજો કહ્યું છે, નિરાંતે ચાવી ચાવીને ઘંટ નહીં એટલે એ મોજશોખ કરી શકે.
ચિત્તની હાજરી વગર કરેલું કોઈ પણ કાર્ય નકામું જાય. એને બે ચિત્ત કહે છે લોકો. અમારું ચિત્ત જ્યાં હોઈએ ત્યાં રહે. આખું જગત ખાય છે પણ ભોગવતા નથી.
આ મશીનરી હોય છે, એને પેટ્રોલ-ઓઈલિંગ બધું કરીએ છીએને, એવું આ દેહેય મશીનરી છે. તે સવારના પહોરમાં વાઈફ બ્રેકફાસ્ટમાં કેવું સારું સારું પેટ્રોલ (નાસ્તો) મૂકે, તે પેટ્રોલ પૂરો પછી ઓફિસે જાવ. પણ ત્યારે આ તો આમ ઘડિયાળ સામું જુએ ને પેટ્રોલ પૂરતાં પહેલાં તો ઓફિસમાં જતા રહ્યા હોય. ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો હોય, જમવાનું બાકી હોય તોય ત્યાં ઓફિસમાં પહોંચી જાય, નહીં ?
પ્રશ્નકર્તા : હા, ચિત્ત જતું રહે. દાદાશ્રી : જુઓ હવે, આવું ને આવું બધે થાય છે. આ જ્ઞાન મળ્યા પછી જમતી વખતે જમવાનું. નોકરી કરતી