________________
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૮૯
૨૯૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કરવાનું? અને ચિત્તની હાજરીમાં બે જ ગુલાબજાંબુ ખાધાં ને તો ત્યાં ને ત્યાં જ ફળ આપે અને પેલી બત્રીસ ભાતની રસોઈ પણ ધૂળધાણી થઈ જાય, ઊલટું પ્રેશર વધારે. હું તો આ મોટા મોટા શેઠિયાઓને એવું જ કહી દઉં છું કે ‘તારું મને કહી ના દઈશ. હું તો જાણું છું. એમાં વળી તું મને શું કહેવાનો છું ?” આ તો બધા મરવાના રસ્તા ખોળી કાઢ્યા છે. કારણ કે એને સંસ્કાર જ આવા પડ્યા છે. બધા આવું ને આવું કરતા આવ્યા છે અને એનું એને ભાન નથી કે આમાં મારું શું અહિત થઈ રહ્યું છે ! મારું ચિત્ત બહાર જતું રહે છે, એવું એને બિચારાને ભાન નથી.
- આ જમવાની થાળી આવી એટલે આ થાળીનો સંજોગ બાઝયો. એટલે એ થાળી ઈટસેલ્ફ શું કહે છે કે તમે નિરાંતે જમો. ત્યારે આ શું કરે છે ? જમતી વખતે જ એબ્સટ રહે, મુઓ ! અને જમતી વખતે એબ્સટ રહેવાથી શું વધારે કમાણી કરી કોઈએ ? આપને કેવું લાગે, શે ? જમતી વખતે એમ્બેટ રહેવાનું કારણ શું છે તે ? એવી તે શી દુનિયા પડી જવાની છે ? કે નથી આ ભીંત પડવાની ! આ સુર્યનારાયણ કોઈ દહાડો પડી જાય ખરા ? કશું પડવાનું નથી. માટે હાજર રહીને નિરાંતે જમોને ! આ હિન્દુસ્તાનની સ્ત્રીઓય જમતી વખતે કોઈ દહાડો એબ્સટ થતી નથી. આ મુજરો પણ એબ્સટ થાય નહીં, નિરાંતે ખાય-પીએ. આ અક્કલવાળા શેઠિયાઓ બહુ એમ્બેટ રહે છે.
તથી જમ્યા કદી પાંસરી રીતે ! પ્રશ્નકર્તા : એક વખત આપે પેલી વાત કરી હતી ને કે ધોકડું અહીં ખાય ને પોતે મિલમાં ગયો હોય.
દાદાશ્રી : એ તો એવું બનેલું, મારી જોડે એક મિલમાલિક શેઠ બેઠા હતા. શેઠ જમવા બેઠા હતા. હવે શેઠને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોય, ચાંદીની થાળીઓ હોય, લોટા-પ્યાલા ચાંદીના હોય, તે જમવા બેઠા હતા. તે પછી શેઠાણી સામાં આવીને બેઠાં. ત્યાં મેં શેઠાણીને કહ્યું કે, “બધું આવી ગયું છે, તમે જાતે શું કરવા આવ્યાં ?”
ત્યારે શેઠાણી શું બોલ્યાં કે, “આ પાંસરી રીતે જમતા નથી.’ કોની ઉપર આંગળી કરી ? મારી પર નહીં, અમે બે જ જણ બેઠા હતા, તે શેઠ પર આંગળી કરી કે આ પાંસરી રીતે કોઈ દહાડો જમ્યા નથી. એટલે હું સમજી ગયો કે આ છે મિલમાલિક, પણ પાંસરો નથી. પેલીએ આવું કહ્યું ને, એટલે પછી શેઠની તો આબરૂ ગઈને, તે ‘ઊઠ, તારામાં અક્કલ નથી, અક્કલ વગરની, જતી રહે અહીંથી’ એવું કહેવા માંડ્યા. એટલે મેં કહ્યું કે, ‘જુઓ શેઠ, તમે તો અક્કલના કોથળા છો. પણ આવું ના બોલશો. એ તમારા હિતને માટે કહે છે કે પાંસરી રીતે જમો.’
અત્યારે તમારું ચિત્ત મિલમાં પેસી ગયું હોય અને આ અહીં આગળ ધોકડું ખાયા કરે, તે શેનાં ભજિયાં હતાં તેય ખબર નહીં. પછી મને શેઠ કહે છે, “મારે તો રોજેય આવું થઈ જાય છે. ચિત્ત તો રોજેય ત્યાં મિલમાં જતું રહે છે ને હું અહીં ખાઉં છું.’ ત્યારે મેં કહ્યું, ‘ચિત્તને ગેરહાજર રાખશો, એબ્સટ રાખશો તો હાર્ટફેઈલ થશે, એની જવાબદારી તમારી છે. ચિત્તની હાજરીમાં જ જમવું જોઈએ.’
ચિત્તને કોઈપણ સ્થિતિમાં એબ્લેટ રખાય નહીં, તો જમવામાં તો ના જ રખાય ને ? એટલે શેઠ કહે છે કે ‘પણ મારું ચિત્ત હાજર રહેતું નથી, એનું શું કરવું ?” આ તો ચિત્ત લપટું પડી ગયેલું, મન લપટું પડી ગયેલું. લપટું પડી ગયા પછી શીશીને બૂચ મારેલો શું કામનો ? પછી આપણે કહીએ, ‘તું એકદમ ફિટ થઈ જા', તો ફિટ થઈ જાય ખરો ? લપટો પડી ગયેલો શી રીતે ફિટ થાય ? શીશી આડી થાય ત્યારે બૂચ નીકળી જાય એની મેળે. એવું ચિત્ત લપટું પડી ગયેલું હોય. પછી શેઠને મેં કહ્યું કે, “જો લપટું પડી ગયું હોય તો એને વેલ્ડિંગ કરી આપું. પેલો બુચ લપટો પડી ગયો હોય તો જરા વેલ્ડિંગ કરીએ કે ચોંટે પાછો.” એટલે પછી મેં વેલ્ડિંગ કરી આપ્યું. પેલા શેઠને કહ્યું ને કે ચિત્તની ગેરહાજરીમાં જમણ જમીએ તો હાર્ટની ઉપર જબરજસ્ત અસર થાય ને એટેક જલદી લાવે. એટલે જેને એટેક જલદી લાવવો હોય તેણે ચિત્તની ગેરહાજરીમાં જમવું. શું વાંધો છે ? પછી હાર્ટફેઈલની તૈયારી રાખજો. આવું કહેતાની સાથે અમારે ત્યાં સાન્તાક્રૂઝમાં ભીવંડીના એ શેઠ આવેલા, તે મને ખબર નહીં કે આ મિલના શેઠ છે. તે હું પેલા