________________
(૪) પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં
૨૮૭
૨૮૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : તે આપણા લોક, પેલો છોકરો વાંચતો હોય ત્યારે નથી કહેતા કે તારું ચિત્ત ઠેકાણે રાખીને વાંચ. કારણ કે અહીં આમ વાંચતો હોય ને ક્રિકેટમાં ગયો હોય તે વખતે..
પ્રશ્નકર્તા : વિદ્યાર્થી બહુ વાંચવા છતાં પરીક્ષામાં ભૂલી જાય છે, તેનું શું કારણ ?
દાદાશ્રી : ચિત્ત રમવામાં ના જાય અને વાંચે તો ભૂલાય નહીં. તું વાંચું છું ત્યારે રમવામાં જતું રહે છે ચિત્ત. જતું રહે ખરું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો ના ભૂલાય. ચિત્તને હાજર રાખીને જો વાંચવામાં આવે તો ભૂલાય નહીં. આપણો છોકરો વાંચતો હોય તે આપણે મહીં બેઠા બેઠા, સૂતા સૂતા સમજીએ કે શબ્દ એના એ સરસ વાંચે, પણ એ મૂઓ હોય ક્રિકેટમાં, શબ્દ વાંચતો હોય છતાં ક્રિકેટમાં ! બને કે ના બને ? જો બે કામ સાથે ચાલે છે ને ? તે બેઉ બગડે, હું કે. ના ક્રિકેટ સારી રીતે દેખાય, ના આ યાદ રહે, હ, ચિત્ત ભટકતું હોય ને, તો કશું યાદ ના રહે. ખાલી એ બધું મિકેનિકલી કર્યા કરે. એ તો ચિત્ત હાજર હોય તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય થાય નહીં. તમે કોલેજમાં જાવ છો તો ઘણા ફેરા લેટ થઈ ગયા હોય, તો તમે જમતી વખતે તમારી કોલેજમાં ગયા હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા : હા, બહુ મોડું થયું હોય તો થાય.
દાદાશ્રી : તે આમ જમતા જાવ ને ચિત્ત ત્યાં ગયું હોય, બોલો હવે !
ચિત્ત એબ્સટ હોય, તેનાથી ખવાય પણ નહીં.
જ્યાં ચિત્ત પ્રેઝન્ટ (હાજર) ના હોય, જ્યાં ચિત્ત એબ્સટ (ગેરહાજર) હોય, એ કોઈ કાર્ય ફળે નહીં. એટલે સારું ના થાય.
ફળે નહીં એટલે શું કે તમને દવાખાનું હતું ને, તો તમારો
ટાઈમ ખરો કે નહીં, દવાખાનામાં જવાનો ? હવે એ ટાઈમે જરાક પા એક કલાક લેટ થયું, તો તમારું ચિત્ત ત્યાં જતું રહે દવાખાનામાં અને તમે ચિત્ત વગર અહીં જમતા હો. બેન સમજી જાય કે આ ધોકડું ખાયા કરે છે. એ ચિત્તની એન્સેટમાં જમવું એ ભયંકર ગુનો છે. તમારે ત્યાં જવાની જરૂર નથી, દવાખાનામાં જે થવાનું હોય તે થાય. કારણ કે એથી ફાયદો થતો નથી. ત્યાં આપણે જઈ શકતા નથી. ખાલી આ તો ચિત્તની ભાંજગડ જ છે. એટલે ચિત્તની હાજરી રાખીને પછી નિરાંતે ભજિયાંમાં શું શું નાખ્યું છે એ બધું જાણવું જોઈએ. પેલું ભજિયાંમાં શું રાખ્યું છે એય ખબર ના પડે. પછી રોગો ઉત્પન્ન થાય એનાથી, માટે ચિત્તને હાજર રાખજો. દરેક કાર્યમાં ચિત્તને હાજર રાખજો, સંડાસ જાઓ તોય, ચિત્ત હાજર ના હોય ને તો સંડાસમાં ભલીવાર ના આવે તમને.
ધોડું ખાય તે ચિત પહોંચે મિલમાં ! ચિત્ત બધું જતું રહેને ? એ માછલી જેવું હોય. પકડતાં પહેલાં હાથમાં જ ના રહે, સુંવાળી જાતને. તમારે હઉ જતું રહે ? કોર્ટમાં કેસ હોય અને કોઈ દહાડો કોર્ટમાં ગયા ના હોય, અને એ જમવા બેસે, ત્યારે સારી સારી રસોઈ હોય તોય એનું ચિત્ત ઠેકાણે હોય ? ખાવામાં મઝા જ ના આવે એને. ચિત્ત ઠેકાણે હોય તો જ બધું ફાવે.
ઘરમાં બધાય કહેશે કે ‘કાકા, તમે ઓઢીને સૂઈ જાવ નિરાંતે.” પણ તોય પાછા મહીં યોજના ઘડ્યા કરે. અલ્યા, બે મિલો છે તોય હજી નિરાંત નથી ! શેઠને પ્રેશર તો થયેલું જ હોય. પાછું જમતી વખતે કોઈ દહાડો ચિત્ત એનું હાજર રહેતું ના હોય. ચિત્તની ગેરહાજરીમાં જમે રોજ. અલ્યા, મિલમાં શું કરવા પહોંચી ગયો ? અહીં આ જમી લે ને પૂરેપૂરું ! હવે તો જંપીને ખાવ ! અલ્યા, તારી દશા શી થશે ? તારા કરતાં તો આ ગાયો-ભેંસો બધી સુખી ! એ ચિત્તની હાજરીમાં ખાયપીવે. પણ તારી તો દશા જ જુદી જાતની ! આ કઈ જાતનું? આવી પુર્વે ક્યાંથી લાવ્યો ? ગાંડી પુર્વે ! પુણ્ય તો એનું નામ કે નિરાંતે ભોગવે. આ ચિત્તની ગેરહાજરીમાં બત્રીસ ભાતની રસોઈ જમે, તે શું