________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
દાદાશ્રી : આ ચક્રોમાં જે જ્યોતિઓ દેખાય ને, તે જ્યોતિ જ ન હોય ! એ તો ચિત્તના ચમત્કાર છે. આ લોકો સિદ્ધેય નથી. એ તો યોગી જ ના કહેવાય. એને મનોયોગી કહેવાય, એટલે ભૌતિક યોગીઓ. આત્મયોગી એ સાચા યોગી. વ્યગ્રતાનો રોગ થયેલો હોય તેને કામનું. તમને વ્યગ્રતાનો રોગ નહીં ને કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.
દાદાશ્રી : વ્યગ્રતાનો રોગ હોય તેને એકાગ્રતા કરવી હોય તો
આ દવા ચોપડે ત્યારે રાગે પડે. એટલે વ્યગ્રતાના રોગીઓને કામનું. આ મજૂરોને કહીએ કે કરો જોઈએ, તો ના કરે. એમને એ વ્યગ્રતાનો
રોગ જ નહીં ને !
૨૮૩
પ્રશ્નકર્તા : એ રચના પોતે જ રચીને ત્યાં ?
દાદાશ્રી : ના, ચિત્તના ચમત્કાર હોય છે આ બધા. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી આ જગતમાં કંઈ પણ થાય છે એ ચિત્તના ચમત્કારો છે. જેટલું જેટલું ચિત્ત નિર્મળ થતું જાય એમ ચમત્કારી થતું જાય. એ જાતજાતના ચમત્કારો કરે.
એટલે આ બધા ચિત્ત ચમત્કારો થયા જ કરે અને લોકો એની મસ્તીમાં રહે છે. અહીં આગળ ભૂરું અજવાળું દેખાય, લીલું અજવાળું દેખાય, આમ થાય, તેમ થાય. આ તો સારું છે પણ કુંડલિનીવાળાને તો બહુ દેખાય અને એમાં જ મસ્તી. કુંડલિનીવાળા અમને ઓળખી જાય કે આ જ્ઞાની છે. ઓળખતા વાર ના લાગે. એક ફેરો હું ગાડીમાં બેઠેલો ને ટિકિટ ચેકર ત્યાં આવ્યો ને મને ઓળખી ગયો ! જે' જે' કરવા લાગ્યો ! શી રીતે તમને ખબર પડી ? આ માળા ઉપરથી ? ત્યારે કહે, ‘માળા તો ઘણા પહેરે છે.’ મેં કહ્યું, ‘આ કોટ-ટોપી ઉપરથી ?' ત્યારે એ કહે, ‘ના.’ એ ઓળખી જાય. પછી થોડીવાર વાતો થઈ એટલે હું સમજી ગયો કે આ સાધક છે, કુંડલિનીવાળો છે.
પ્રશ્નકર્તા : આપણા જ્ઞાનનું તેજ તો જુદું છે. આ તો મને કોઈવાર જ લાઈટ દેખાય છે તે શું છે ?
૨૮૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત પર જ્યારે તું ઉપયોગ દઉંને તો ચમત્કાર
ઊભા થાય.
ભૂમિકાઓ, ચિત્તતી....
ચિત્તની ભૂમિકા કેટલી ?
પ્રશ્નકર્તા : એક ઠેકાણે મેં વાંચ્યું છે, કે ચિત્તની ચૌદ ભૂમિકા છે. એ મને સમજાવો.
દાદાશ્રી : ચિત્તની ચૌદ ભૂમિકા નથી પણ ચિત્તની ચૌદ લાખ યોનિ છે. હા, ત્યારે બોલો હવે, કઈ કઈ જગ્યામાં ચિત્ત જતું હશે ? મનુષ્યોમાંય ચિત્તની ચૌદ લાખ યોનિ છે. બોલો હવે, શી રીતે મેળ પડે આ ? તમારો-મારો સાંધો મળે શી રીતે હવે ? ચિત્તની ભૂમિકા હજુ જગત સમજી શક્યું નથી.
પ્રશ્નકર્તા : આપે ચિત્તના ત્રણ ભેદ કહેલા, એક ચિત્ત, અનેક ચિત્ત અને અનંત ચિત્ત. એ ત્રણ ભેદ કેમ પાડ્યા ?
દાદાશ્રી : એ તો જેટલા પાડવા હોય એટલા પડે. પણ ત્રણ
મુખ્ય ભેદ આપણા લોકો પાડી આપે. જેમ ફર્સ્ટ કલાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ કલાસ હોય છે, એવું ત્રણ ભેદ સુધી મૂકે બધા. અને અનંત ચિત્તનું તો કંઈ ઠેકાણું જ ના હોય ને ? એ ચિત્ત તો ઘેર જ ના આવે, ભટક ભટક ભટક. અને અનેક ચિત્ત ઘેર આવેય ખરું અને એક ચિત્ત તો જ્યાં પોતે હોય ત્યાં હોય જોડે ને જોડે. જ્યાં દેહ પોતે હોય, ત્યાં પોતે જોડે ને જોડે હોય. એ એક ચિત્તની તો વાત જ જુદી ને ! એક ચિત્ત થઈ ગયું એટલે થઈ રહ્યું.
પછી પાછા બે ચિત્તેય થઈ જાય, ચિત્ત ભ્રમનો રોગ થાય. ચિત્ત ભ્રમ થાય એટલે બે ચિત્ત કહે આપણા લોકો. એક ચિત્ત તો નથી, પણ બે ચિત્ત કહે. તે બે ચિત્ત થાયને, તેને આ એક દીવો છે ને, તેય બે દેખાય. માણસો છે તે બે દેખાય, આ બે દેખાય, બધા બે દેખાય. એટલે આપણા લોક કહે, બે ચિત્ત થઈ ગયેલો છે. છે એક ને બે દેખાય,