________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
પ્રશ્નકર્તા : પણ દાદા, મનનો નિરોધ કરવાનો નથી, પણ ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો છે, એમ લખ્યું છે અંદર.
૨૮૧
દાદાશ્રી : હા, ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો. પણ લોકો કરી રહ્યા છે મનનો નિરોધ. હવે કરવાનો છે ચિત્તવૃત્તિનો નિરોધ. એ ના કરે તો તે ગુનો થઈ જાય. હવે ચિત્તવૃત્તિનો અર્થ હિન્દુસ્તાનમાં બરોબર ફેલાયો નથી. તમામ શાસ્ત્રોમાંય સારી રીતે લખાયો નથી. એટલે આખું જગત મૂંઝાયા કરે છે.
પ્રશ્નકર્તા : એમાં બે શબ્દો આગળ છે કે અભ્યાસેન વૈરાગ્યન ચિત્તવૃત્તિ નિરોધઃ યોગાઃ’ ચિત્તવૃત્તિનો નિરોધ, અભ્યાસ અને વૈરાગ્યથી કરવો. એ પણ સાધન આપેલું છે.
દાદાશ્રી : હા, પણ એ પુસ્તકમાં ચિત્ત એટલે શું કહે છે ? એ મને કહો.
પ્રશ્નકર્તા : ચિત્ત વિશે પુસ્તકમાં નથી આપ્યું, મન વિશે આપ્યું છે. દાદાશ્રી : પણ જે કંઈ કહેતા હોય તે કહોને આપણે. ચિત્ત
એટલે શું ? ચિત્તને આપણા લોકો શું કહે છે ? પણ એ તમારા વાંચવામાં શું આવ્યું છે, એ કહોને મને. પછી એ શાથી એવું કહે છે, એ સમજાવું એકવાર.
જ્ઞાતી વિતા બધી ભાંગફોડ...
પ્રશ્નકર્તા : આપની પાસે જ જાણેલું કે ચિત્ત ભમી શકે છે. દાદાશ્રી : હા, બહાર ભટકે છે એ ચિત્ત છે અને મન આ શરીરથી બહાર નીકળે નહીં. અને જો નીકળે તો યોગીઓ તો ફરી પેસવા જ ના દે. યોગીઓ સમજે કે આ રીતે નીકળી ગયું તો બંધ જ થઈ ગયું. પણ એ નીકળે જ નહિને ? અને ચિત્ત ભટકે એ યોગીઓથી અટકાવી શકાય નહિ. યોગીઓએ એને અટકાવવા પ્રયત્નો કર્યા બધા. ચિત્તને ચક્રો ઉપર બેસાડે છે. તે અમુક ટાઈમ ચિત્ત ત્યાં બેસે છે ને પછી પાછું બહાર ભટકવા જતું રહે છે, યોગીઓને હઉ !
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : યોગીઓને આ બધાં ચક્રો સિદ્ધ થઈ જાય પછી એ બહાર ભટકવા જાય ખરું ?
૨૮૨
દાદાશ્રી : ચિત્ત ભટકતું ક્યારે અટકે ? જો જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને જ્ઞાનીની આજ્ઞા પાળે તો ચિત્ત ભટકતું અટકે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષની પાસે ના આવે ત્યાં સુધી એ ચિત્તવૃત્તિ કોઈ દહાડો પાછી જ ના આવે ?
દાદાશ્રી : ‘જ્ઞાની’ ના મળે ત્યાં સુધી કશું વળે નહીં. આ બધી ભાંગફોડ કરેલી નકામી છે. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી ભૂખ્યા બેસી રહેવાય ? કંટ્રોલના ઘઉં મળે તો એ ખાવાના. જે બાવો મળ્યો તે બાવાની પાસે બેસવાનું. કંઈ ભૂખ્યું બેસી રહેવાય નહીં. બાકી જ્ઞાની મળશે તો છુટકારો છે, બીજે ગમે ત્યાં જશે પણ છુટકારાનો રસ્તો નથી.
પ્રશ્નકર્તા : પતંજલિએ યોગની વ્યાખ્યામાં કીધું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. અને આપ એમ કહો છો કે એની મેળે પાછી આવે. પેલામાં પ્રયત્ન છે અને આમાં પ્રયત્ન નથી.
દાદાશ્રી : હા, પેલામાં તો નિરોધનો પ્રયત્ન કરવાનો અને આ તો સહજ આવ્યા કરે, પાછી આવે. પહેલાં ચિત્તવૃત્તિઓ જે બહાર ભટક ભટક કરતી હતી, બધી પાછી આવે એ. જાય ખરી પણ ગયેલી પાછી વળી જાય. એવી નથી વળતી ? આપણે હાંકવા ના જવું પડે. અને પહેલાં તો હાંકવા જઈએ તોય પાછી ના વળે.
બાકી, ચિત્ત વાળ્યું વળે નહીં. તેથી તો યોગી લોકો ચિત્તને ચક્કરો પર ગોઠવે છે ને ! એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે. પણ ચિત્તને અને મનને ઓળખવાની શક્તિ નહીં હોવાથી એ મન બોલ્યા કરે છે. યોગમાર્ગમાં તો ચિત્તનું જ કામ છે.
એ છે ચિત્ત ચમત્કાર !
પ્રશ્નકર્તા ઃ સિદ્ધ યોગીઓને ધ્યાનમાં આજ્ઞાચક્રમાં જ્યોતિ દેખાય છે તે શું છે ? તે કેટલા અંશે સત્ય છે ?