________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૭૫
૨૭૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ના થાય. અહમભાવ ના હોય તો અશુદ્ધ ચિત્ત હોતું જ નથી. શુદ્ધ ચિત્ત જ હોય છે. એટલે બધું અહમભાવને લીધે છે આ.
એ વંશાવળી છે અહંકારતી. પ્રશ્નકર્તા : આ વૃત્તિઓ જે છે, તેને માટે કહે છે કે, “વૃત્તિ વહે નિજભાવમાં', વૃત્તિઓ ઉત્થાન પામે છે, વૃત્તિ વિલય પામે છે. બોલવાની વૃત્તિ, વિચારવાની વૃત્તિ એ બધું શું છે ?
દાદાશ્રી : એ બધાં અહંકારનાં છોકરાંઓ છે. એ વંશાવળી જ બધી અહંકારની છે.
પ્રશ્નકર્તા : પછી આ જે ચિત્તવૃત્તિ કહીએ છીએ, એમાં પણ વૃત્તિ વપરાય છે.
દાદાશ્રી : એ પણ બધી અહંકારની વંશાવળીમાં જાય. એમાં આત્માનો કોઈ છોકરો નથી ને વગોવાય છે. આત્મા. આત્માનો કોઈ કુટુંબીયે નથી ને કોઈ પિતરાઈયે નથી. તોય લોક કહે છે ને, આત્માએ જ બધું બગાડ્યું !
પ્રશ્નકર્તા : પણ ક્રમિક માર્ગમાં તો એ લોકો વૃત્તિઓ મોળી પાડતા જાય અને વૃત્તિઓને પાછી ફેરવવા માગે છે ને ?
દાદાશ્રી : ક્રમિક માર્ગનો રસ્તો જ એવો છે, રસ મોળા પડતા જાય. મેલથી મેલ ધોવો.
પ્રશ્નકર્તા : મૂળ અહમ્ તો એમ ને રહે જ છે ને અને પાછું અહમથી જ એ લોકો શુદ્ધિ કરવાના પ્રયત્ન કરે છે, એવું ?
દાદાશ્રી : એવું છે ને, આ જે લોકો ચોર છે, લુચ્ચા છે, તેમને કહે છે કે તમે ભગવાનની ભક્તિ કરો, દાન આપો, ઓબ્લાઈઝીંગ નેચર રાખો. હવે આ ય મેલ છે ને પેલો મેલ છે. આ મેલથી પેલો મેલ ધોઈ નાખે. પછી આ મેલ જે રહ્યા, તેને બીજા મેલથી ધૂએ. એ મેલને પછી ત્રીજા મેલથી ધૂએ, એમ કરતો
કરતો અહંકાર શુદ્ધ કરવાનો છે. શુદ્ધ અહંકાર ને શુદ્ધાત્મામાં ફેર નથી.
પ્રશ્નકર્તા : શુદ્ધ અહંકારમાં શું શું ના હોય ?
દાદાશ્રી : ક્રોધ, માન, માયા, લોભનું એક પણ પરમાણુ ના હોય, રાગ-દ્વેષનું એક પરમાણુ ના હોય. એટલે લોકો અહંકારને જ શુદ્ધ કરે છે. પણ આ કાળમાં ક્રમિક માર્ગ ફ્રેકચર થઈ ગયો. કારણ કે મનવચન-કાયાનો એકાત્મયોગ હોય તો જ એ ક્રમિક માર્ગ ચાલે. આજે તો મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું. એટલે ક્રમિક માર્ગ અત્યારે હેલ્પ કરે નહી.
લગામ હાથમાં તો ગુલાંટતી શી પરવા ? પ્રશ્નકર્તા : હું કશું દાદાનું કરવા બેસું, ચરણવિધિ કે કંઈ બોલવા બેસું, તો મારું ચિત્ત બધે જતું રહે, ભટકે બહુ. તે મને કશું કરવા ના દે.
દાદાશ્રી : એ તો પછી ચોખ્ખું થતું જાય. પ્રશ્નકર્તા : ચિત્ત ભટકે તો ચોખ્ખું થાય ?
દાદાશ્રી : તોયે ચોખ્ખું થાય. આપણે શુદ્ધાત્મામાં બેઠા છીએ ને, તે ઘડીએ શુદ્ધ ચિત્ત થાય ! તને દેખાય છે ખરુંને? તો એ ચિત્ત શુદ્ધ થાય. એટલે આ વિધિ કરતો કરતો જો જોયા કરે ને, એનું ચિત્ત શુદ્ધ થાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ તો ચિત્ત પાછું ખેંચી લાવતાં બહુ વાર લાગે ?
દાદાશ્રી : એ ખેંચી લાવવાનું નહીં, ત્યાં ને ત્યાં ભટકવા દેવાનું. તારે જ્યાં જ્યાં ભટકવું હોય ત્યાં ભટક કહીએ. એ તો જઈ આવે, બસ ! તું તારે ગમે એટલા માઈલ જઈશ, તોય હું તો અહીં જ છું, કહીએ.
પ્રશ્નકર્તા : દાદા, એ તો ખ્યાલ જ ના રહે આપણને ?