________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
દાદાશ્રી : વાંધો નહીં, તે ઘડીએ ગમે તેવું ભટકે, ગમે તેવું કરે તોય વાંધો નહીં. આપણે કહીએ, ‘જા ગમે ત્યાં !' એના ખ્યાલનું આપણને કામ શું છે ? જ્ઞાની પુરુષ કહે છે પછી. આ તો ચિત્ત શુદ્ધ
થાય !
૨૭૭
પ્રશ્નકર્તા : દાદાની ચરવિધિ કરીએ તે ઘડીએ પણ ચિત્ત ભટકે તો શું કરવું ?
દાદાશ્રી : વાંધો નહીં. ઇચ્છા એવી હોવી જોઈએ કે ન ભટકવું જોઈએ, તોય ભટકે તો વાંધો નહીં. સંસારી કાર્ય કરતાં ચિત્ત ભટકે ત્યારે નુકસાન થાય.
પ્રશ્નકર્તા : સવારે ઊઠીએ, તો પહેલાં પ્રાતઃવિધિ બોલું, પછી હું નમસ્કાર વિધિ બોલું, પછી હું નવ કલમ બોલું તો મારું ચિત્ત છે તે વચ્ચેથી તૂટી જાય છે.
દાદાશ્રી : એ તો તૂટી જાય, તોય એને આપણે જોયા કરવાનું. ક્યાં જાય છે તે જોયા કરવું. મોટેલમાં ગયું, પછી જઈને પાછું આવે. પછી આપણે જાણીએ કે મોટેલમાં જઈને પાછું આવ્યું. કઈ રૂમમાં ગયું તેય આપણે જાણીએ. જાય તોય વાંધો નહીં. ચિત્ત જાય છે તો એની પાછળ આપણે જોયા કરવું, ક્યાં જાય છે એ. એ આપણે ફરજ બજાવી કહેવાય. એનો વાંધો નથી આપણે ત્યાં.
પ્રશ્નકર્તા : અહીં સત્સંગમાં બેઠા હોઈએ છતાં આપણું ચિત્ત બહાર જઈ આવે તો એ અજાગૃતિ છે કે પ્રકૃતિની ખોડ છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિનું કામ છે, એ અજાગૃતિ નથી. જઈને પાછું આવતું રહે એય તમે જાણી જાવને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો તમે જાણનાર છો. એ તો બહાર જઈને પાછું આવે. કોઈ બકરું બહાર નીકળી જાય, પછી બહાર જઈને પાછું આવે, એમાં જાણનારને શું ખોટ ? બકરાવાળાને તો એમ માનો કે ગયું ને
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
નીકળી ગયું, તે પાછું ના આવે તો શું થાય ? પણ આ તો બધાં પાછાં આવવાનાં જ. જેટલાં અહીંથી નીકળીને બહાર ગયાં ને, તે ભૂખ લાગે
૨૩૮
એટલે એની મેળે પાછાં આવે. ક્યાં જવાનાં છે ? એટલે આપણે જોયા કરવું. ‘ઓહોહો ! તમે બહાર ફરો છો ?” કહીએ. ‘ક્યાં ભૂલેશ્વરમાં ફરો છો ? શું કરવા ? કેમ કંઈ જોઈએ છે ?” એવું આપણે કહીએ. કોઈ ભૂલેશ્વરમાં ફરતું હોય, તો કોઈ ઝવેરી બજારમાં હઉ ફરે ! એ ચિત્ત
ક્યાં જાય છે ?
પ્રશ્નકર્તા : આ તો કોઈવાર જાય.
દાદાશ્રી : તે જાય તો શો વાંધો છે ? એ દોષ પ્રકૃતિનો છે. જાગૃતિ તો છે, ત્યારે તો ખબર પડે તમને. એમાં કંઈ નુકસાનકારક નથી. એ જાય તેની જોડે આપણે જઈએ ત્યારે મુશ્કેલી થાય. એ ઝવેરી બજારમાં જાય ને આપણેય જોડે જઈએ ત્યારે મુશ્કેલી થાય. આપણે આપણા સ્થાનમાં બેઠા બેઠા જોયા કરીએ કે ‘ઓહોહો ! આ ઝવેરી બજારમાં ગયું છે, આ આમ ગયું છે.’ તમને ખબર પડી જાય
છે ને ?
પ્રશ્નકર્તા : તરત જ.
દાદાશ્રી : આપણે જોડે ના જઈએ ત્યાં સુધી કશું ખરીદી ના થાય. છો ને, એ રૂપિયા લઈને ગયું હોય, તો પણ ત્યાં આગળ બજારમાંથી કશું ખરીદી જ ના થાય. એ રૂપિયા લઈને પાછું આવે. વખતે આપણી બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા લઈ ગયું હોય તોય પાછું આવે. માટે મનમાં ગભરાવાનું નહીં કે ‘ખરીદી કરી લેશે ? શું થશે ? રૂપિયા જશે ?” એવું તેવું કશું જાય નહીં. એટલે એ જાય તોય થાકીને પાછું આવે. એમાં આપણને શી ખોટ છે ? હા, અજ્ઞાની માણસને બહુ ખોટ ! કારણ કે એને તો થોડીવારે ખબર પડે કે મારું ચિત્ત બહાર ગયું છે, તો પાછો એ જોડે જાય. ‘ઊભું રહે, ઊભું રહે, હું આવું છું' કહેશે. પછી બહાર જઈને ખરીદી બધું કરે નિરાંતે ! પણ તમારે તો એવું નહીં ને ? ખરીદી ના કરો ને ?