________________
૨૭૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : અહીં ચિત્ત કામ કરતું નથી, આ બધું મનનો પ્રભાવ છે અને બુદ્ધિનો પ્રભાવ છે. કાર્ય થઈ જાય, નિર્ણય થઈ જાય ત્યારે બુદ્ધિ કરે છે અને ત્યાં સુધી મનનો પ્રભાવ છે. એટલે ખોટું-ખરું કાર્ય કરવું એ બુદ્ધિના હાથમાં છે. બુદ્ધિ ના પણ કરવા દે. મન ગમે તેટલું ડહાપણ કરે પણ બુદ્ધિ ના કરવા દે. અને ચિત્તનું કાર્ય તો, આપણે શું જોયું, શું શું કામ લાગશે, એના બધા આપણને સ્વભાવ દેખાડે. એટલે બીડી સળગાવવી છે એટલે આ પેટી લઈ લેવી છે. આમ કરવું છે એવું દેખાડે પણ ‘લઈ લો” એમ ના કહે. અસ્તિત્વનો સ્વભાવ દેખાડે. એ કામ લાગશે ને એ બધું, એટલે જ્ઞાન-દર્શન દેખાડે.
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૭૩ જ એવું છે, સંવર જ રાખે. પણ તમે મૂંઝાવ નહીં કે આ શું થયું ને શું નહીં ? તો કશું જ થવાનું નથી !
ચિત્ત અને મતની ભાગીદારી કેટલી ? પ્રશ્નકર્તા : કોઈ વિચાર આવ્યો તેની સંગાથે એનું જ્ઞાન ને દર્શન પણ શરૂ થઈ જાય. એટલે દૃશ્ય આખું દેખાય, વિચાર જોડે જ. એવું બને ? એટલે જ્યારે જ્યારે કોઈ પણ જાતનો વિચાર આવે તો ચિત્ત હઉ કામ કરતું હશે ?
દાદાશ્રી : ચિત્ત ભેગું થઈ જાય તો કરે, નહીં તો ના કરે. જો ચિત્ત ભેગું થઈ જાય તો બેઉ સાથે કામ કરે. પેલું મન વિચારવાનું અને આ જે વિચાર્યું તે જ દૃશ્ય દેખાડે.
પ્રશ્નકર્તા : મેં બહુ વખત માર્ક કરેલું, વિચારનું સ્પંદન ઊભું થયું, તો ચિત્ત જોડે કામ કરે.
દાદાશ્રી : એ દરેક બાબતમાં ના થાય, અમુક જ બાબતમાં થાય. જે દેશ્ય હોય આપણને પ્રિય કે અપ્રિય હોય, તે જ આવે. પ્રિય-અપ્રિય ના હોય તો કશું આવે નહીં. વીતરાગને કશું આવે નહીં. આ આવે છે તે પાછલાં પરિણામ છે, નવાં પરિણામ નથી. હવે આ બુદ્ધિ એકલી જ તમને હેરાન કરે. તે તમારે એની પાસે સાચવવાનું. બીજું કોઈ રહ્યું નથી. ચિત્ત શુદ્ધ થઈ ગયું. અને જેટલી અશુદ્ધિ થોડી રહી હોય તે આપણા પુરુષાર્થથી બધી જતી રહે. અવિરોધાભાસ હોય એ સાચું જ્ઞાન, જેનો તાળો મળે. તમને તાળો મળે કે ? તમે વેપારી લોકો, તાળો કાઢો. આ જ્ઞાનના પ્રતાપથી ચિત્તની શુદ્ધિ થાય. એટલે સ્ટેડીનેસ (સ્થિરતા) થાય.
પ્રશ્નકર્તા : આ જે દેશ્ય સૃષ્ટિ છે, એ ચિત્તની છે ? દાખલા તરીકે, આપણે આ દીવાસળીની પેટી જોઈ. હવે મને એમ થાય કે મહીં ખખડે છે, માટે દીવાસળીઓ છે અને મારે બીડી પીવા જરૂર પડશે, એથી એને ગજવામાં મૂકી. એટલે આ જરૂર પડશે, એ ચિત્ત કરે છે કે મન કરે છે ?
આ બધાના મૂળમાં તો અહમ્ ! અશુદ્ધ ચિત્ત એ સંસારી મટિરિયલ્સ દેખી શકે અને ભૌતિકને દેખી શકે અને શુદ્ધ ચિત્ત અધ્યાત્મને દેખી શકે, અધ્યાત્મના બધા સાધનો દેખી શકે.
પ્રશ્નકર્તા : એટલે શુદ્ધ ચિત્ત હોય તો એ અધ્યાત્મની જે વસ્તુઓ હોય એ જોઈ શકે ?
દાદાશ્રી : બધું ચોખ્ખું દેખાય. એ જ સમ્યક દૃષ્ટિ અને એ જ આત્મા છે. અને પરાકાષ્ટાએ એ જ પરમાત્મા છે. અહીં તો આખુંય જગત ચિત્તની શુદ્ધિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે પણ એનો રસ્તો જાણતું નથી અને આ મનની પ્રક્રિયામાં જ લપટાયું છે.
પ્રશ્નકર્તા : એ અશુદ્ધ ચિત્તથી અહમભાવ ઊભો થાય છે ?
દાદાશ્રી : અહમ્ભાવથી અશુદ્ધ ચિત્ત કહેવાય છે. એટલે મૂળ અહમભાવ છે ને કે આ મારો છોકરો, મારી વાઈફ, આ મારા સસરા એ બધું અશુદ્ધ ચિત્ત થતું ગયું પછી.
પ્રશ્નકર્તા : મૂળ અહમ્ભાવ છે ? દાદાશ્રી : હા, મૂળ અહમ્ભાવ. અહમ્ભાવ ના હોય તો કશુંય