________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૭૧ ચિત્તશુદ્ધિ કર્યા વગર તો મોક્ષમાર્ગ મળે જ નહીં. ચિત્તશુદ્ધિ તો પહેલી કરવી પડે. અને ચિત્તશુદ્ધિ એકલાથી કામ નથી થાય એવું. હું આ બધાની ચિત્તશુદ્ધિ કરી આપું પણ આ બધા ઓવરડ્રાફટ લઈને આવેલા છે. કળિયુગના માણસો, તે એટલા મોટા ઓવરડ્રાફટ છે કે આજ બેલેન્સશીટ મેળવવું મુશ્કેલ પડી જાય !
જડ શાસ્ત્રોમાંથી દવા તે વૈદું ચેતતતું ! પ્રશ્નકર્તા : આ ચિત્ત જે છે તમે જેને શુદ્ધ કરવાનું કહો છો.
દાદાશ્રી : એ તો તમને(મહાત્માઓને) શુદ્ધ કરી આપ્યું ત્યારે તો રાગે પડ્યા છો.
પ્રશ્નકર્તા: નહીં તો એમ ને એમ શુદ્ધ ના થાત ?
દાદાશ્રી : એમ ને એમ તો કોઈનું થયેલું જ નહીં. જેમ શુદ્ધ કરવા જાય તેમ વધારે અશુદ્ધ થાય.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાની સિવાય ચિત્તને કોઈ શુદ્ધ કરી શકે જ નહીં ?
દાદાશ્રી : અરે પણ ચિત્તને ઓળખતો જ નથી, ત્યાં શી રીતે કરે તે ? શાસ્ત્રમાં જુએ ને રસ્તો કરવા જાય. જાણે વૈદું કરવાનું હોય એવું શાસ્ત્રોમાં જુએ ! શાસ્ત્ર જડ અને ચેતનનું વૈદું કરે ! એટલે કૃષ્ણ ભગવાને સાચી વાત કહી દીધી કે આ ચાર વેદ ત્રિગુણાત્મક છે, રાગદ્વેષ કરાવનારા છે. માટે વીતરાગની વાત સમજો. આ જ્ઞાન પછી ચિત્તશુદ્ધિ થઈ ગયેલી જ છે. ચિત્તશુદ્ધિ થઈ જાય, પછી તો આત્મા પ્રાપ્ત થાય. હવે જે ચિત્તની અશુદ્ધિ છે તે નિકાલી બાબત છે. એક વખત ચિત્તશુદ્ધિ કરી આપે પછી બગડે જ નહીં. પછી એ જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું. હવે ‘આ’ દવા કહી છે ને, તેની પાછળ પડવું. એટલે એકદમ શુદ્ધ થઈ જશે.
આમ કરાય ચિત્તશુદ્ધિ ! સામા ઉપર એટેક (આક્રમણ) કરવાથી ચિત્તની અશુદ્ધિ થાય.
૨૭૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) કોઈ એટેક કરે, તેની પર એટેક નહીં કરવાથી ચિત્ત શુદ્ધ થાય. બસ, આટલું જ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી એ પ્રમાણે રહે તો ને ?
દાદાશ્રી : જ્ઞાન લીધા પહેલા તો હોય જ નહીં. અશુદ્ધ ચિત્ત બગડ્યા જ કરે ઊલટું.
ચિત્તને એકાગ્ર કરવું હોય તો જાપ કરવા જોઈએ. એટલે આનંદ રહે, શાંતિ રહે, ભક્તિ રહે. અને ચિત્તની શુદ્ધતા કરવી હોય તો વાંચવું જોઈએ. વાંચવાનો અર્થ તમે જે રીતે વાંચો છો એ રીતે નહીં, એની વાંચવાની રીત જુદી હોય. એ અમે તમને બતાવીએ. એ રીતમાં આમ ચોપડી વાંચો એવી રીતે વાંચવાનું, પણ ચોપડી પકડીને વાંચવાનું નહીં, આંખો મીંચીને વાંચવાનું. એનાથી ચિત્તની શુદ્ધિ થાય.
ચિત્ત બીજી બાજુએ હોય તોય સંસારી કાર્યો થાય એવાં છે. કારણ કે સંસારની જોડે એનું અશુદ્ધ ચિત્ત રહેલું જ છે. એટલે તમને એમ લાગે કે મારું ચિત્ત નથી ત્યાં આગળ, પણ આની જોડે અશુદ્ધ ચિત્ત રહેલું જ છે. શુદ્ધ ચિત્ત તમારું જે થયું તે તમને એમ લાગે કે મારું ચિત્ત અહીં છે ને ત્યાં કામ ચાલ્યા કરે છે. એટલે જગતવ્યાપી ભાવમાં ભલે ચિત્ત ના રહે. તે ચિત્ત તમારું શુદ્ધ ચિત્ત નથી રહેતું. જે આપણે જ્ઞાન આપ્યું છે ને, ત્યારે ચિત્તશુદ્ધિ થઈ ગઈ. તે આમાં ના રહે. પણ જગત તો ચાલ્યા જ કરે તમારું. સુંદર ચાલે ઊલટું !
એ જ્ઞાની પુરુષના જ્ઞાન આપવાથી અશુદ્ધિ બધી ઊડી જાય. પછી થોડીક વ્યવહારિક અદ્ધિના પહેલાંના હિસાબ જામી ગયેલા હોય, એટલું જ ફળ આપવાને માટે તૈયાર થાય.
પ્રશ્નકર્તા : પણ એ તો આવ્યા જ કરે ને ?
દાદાશ્રી : એ આવે. પણ એ તો નિર્જરા છે એની. એ નિર્જરા ભાવે નિર્જરા થઈ જ જાય એની. આ તમને સંવર જ રહે. આ જ્ઞાન