________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૬૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ગયું નથી. ચિત્ત તો ચોક્કસ જ છે. આપણી ભૂલ થાય છે આ. ચિત્ત બગડ્યું નથી અને કાળેય નુકસાન કરતો નથી. કાળ કંઈ નુકસાન કરે નહીં. એ ચિત્ત સરસ છે. ચિત્તને વાંધો નથી. આપણને એડજસ્ટ કરતા નથી આવડતું. હાઉ ટુ એડજસ્ટ (કેવી રીતે ગોઠવણી કરવી) ? હવે બેન્કમાં ગયો હોય અને નોટો આપી દસ હજારની અને થોકડીઓ આપી સો-સોની, તો તમે શું કરો ?
પ્રશ્નકર્તા : ગણીએ.
દાદાશ્રી : ગણે તે ઘડીએ છોકરો આવે તોય ગમે નહીં. કારણ કે ચિત્ત અસ્થિર થઈ જાય. કારણ કે ચિત્ત સ્થિર કરવાની શક્તિ છે જ તમારી. ચિત્ત તો દસ હજાર ગણતાં સુધી સ્થિર રહે. છોકરો આવે ને તો ભૂલી જાય. એનું કારણ શું ? પૈસા ઉપર એને ઇન્ટરેસ્ટ (સચિ) છે અને ભક્તિમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે આ નથી થતું. કારણ કે જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં ચિત્ત સ્થિર રહે. વેપારમાં સ્થિર રહે છે કે નથી રહેતું ?
પ્રશ્નકર્તા : રહે છે.
દાદાશ્રી : અને પેલામાં ના રહે, કારણ કે પેલામાં ઈન્ટરેસ્ટ છે નહીં તમારો. ઈન્ટરેસ્ટ બદલવો જોઈએ.
પ્રશ્નકર્તા : ઈન્ટરેસ્ટ તો બદલીએ છીએ પણ આ સંસારના પ્રશ્નો જે છે તે સાથે સાથે ચાલુ જ રહે છે, તો એના માટે શું કરીએ અમે ?
પ્રશ્નકર્તા : આમ તો સવારના પ્રાર્થના કરવા રોજ બેસીએ છીએ પણ ચિત્ત સ્થિર નથી રહેતું.
દાદાશ્રી : પ્રાર્થનામાં સ્થિર ના રહે અને બેન્કમાં રૂપિયા ગણો તે ઘડીએ સ્થિર રહે છે. લોકોને રૂપિયાની કિંમત છે, ભગવાનની કિંમત નથી.
પ્રશ્નકર્તા : તો હવે શું કરવું ?
દાદાશ્રી : ખરી કિંમત ભગવાનની હોવી જોઈએ આપણને અને લોકોએ રૂપિયાની કિંમત વધારી. જેમાં પ્રીતિ વધારે હોય તેમાં એકાગ્ર રહે. ભગવાનમાં ઈન્ટરેસ્ટ પડવો જોઈએ, સ્વાદ આવવો જોઈએ. આ છોકરાં કેરી ખાતાં હોય અને પછી આપણે કહીએ કે નાખી દે હવે, તો ખાટી હોય તો નાખી દે મૂઓ, એમ ને એમ અને મીઠી હોય તો નાખી દે ?
પ્રશ્નકર્તા : ના નાખી દે. દાદાશ્રી : એટલે મીઠાશ નથી આવતી.
પ્રશ્નકર્તા : પણ સંસારના પદાર્થો તરફથી આપણું ચિત્ત કેમ હટતું નથી ?
દાદાશ્રી : એ શી રીતે હટે ? કારણ કે હટાવનાર કોણ છે ? તમે હટાવવાના એ ? સંસારના પદાર્થો તો એમ ને એમ જ છે, પણ હટાવવું છે કોને ? તમારે ? તો તમે કોણ છો, એ નક્કી થયા વગર શી રીતે હટાવો તમે ? તમે તો ચંદુભાઈ નામથી રહો છો. હવે તમે ખરેખર ચંદુભાઈ નથી. તમે માની બેઠા છો કે “હું ચંદુભાઈ છું'. ચંદુભાઈ તો તમારું નામ છે. એટલે ‘હું ચંદુભાઇ છું' એ ચિત્તઅશુદ્ધ થયેલું છે, ચિત્તશુદ્ધિ થઇ જાય પછી ચિત્ત સંસારમાં ભટકતું નથી.
જ્ઞાતી કરાવે ચિત્તશુદ્ધિ... ચિત્તની શુદ્ધિ કરવી છે તમારે ?
દાદાશ્રી : સંસારના પ્રોબ્લેમ (મુશ્કેલીઓ)ને ને આને લાગતુંવળગતું નથી. પૈસા ગણીએ છીએ ત્યારે સંસારના પ્રોબ્લેમ ઊડી જાય છે કંઈ ? તોય પૈસા ગણીએ છીએને ? અત્યારે એક ચિત્ત કરવું છે થોડીવાર ?
પ્રશ્નકર્તા : હા, કરવું છે. દાદાશ્રી : એમ ! અહીં આવતા રહેજો.