________________
૨૬૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
ર૬૫ ત્યાં અટકી જાય. પણ એવું જ્ઞાન જ ના મળ્યું હોય તે શું કરે પછી ? બધા લોકોને મારતા જોયા ને પછી પોતાને જ એવું જ્ઞાન મળે તો શું કરે ? એને પૂર્વના સંસ્કાર નથી. પૂર્વના સંસ્કાર એવા અહિંસાના હોય તો બધા લોકોને મારતા જુએ તોય એના મનમાં એમ થાય, અરે, કમકમાટી છૂટે. જૈનોનાં છોકરાં મેં જોયા છે, એમને તો કમકમાટી ઊપજે, એવી કંઈ હિંસા કરવી હોય તો, કારણ કે પૂર્વના સંસ્કાર છે મહીંના.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી ખબર નથી પડી કે આ ચિત્તને શુદ્ધ કેવી રીતે કરવાનું, જ્યાં સુધી સાચું શું, ખોટું શું ખબર નથી, તો ચિત્ત શુદ્ધ કેવી રીતે થવાનું ?
દાદાશ્રી : ખબર તો બધુંય છે. સાચું-ખોટું બધુંય ખબર પડે. નાના છોકરાનેય એના ગજાના પ્રમાણમાં, એનાથી મોટાને એના ગજા પ્રમાણે, દરેક પોતપોતાના ગજાના પ્રમાણમાં સારું-ખોટું બેઉ સમજે જ. પણ આનું ફળ ચિત્તશુદ્ધિ થાય છે એવું એ જાણે નહીં અને એ જાણે તો ચિત્તશુદ્ધિનું ફળ શું? એનું ફળ તો મોક્ષ છે, એવું જાણે નહીં. એવું બધું નહીં જાણવાથી જ આ બધું ચાલ્યા કરે છે, બેભાનપણે.
એ સમજે કોણ ? પ્રશ્નકર્તા : અશુદ્ધ છે એવું જે સમજે છે તે શુદ્ધ ચિત્ત છે ?
દાદાશ્રી : ના, તે તો પાછો અહંકાર સમજી જાય ને, કે મારું ચિત્ત અશુદ્ધ છે. ચિત્તશુદ્ધિ નથી થયેલી એવું અહંકાર સમજે ને અહંકાર બધું કામ કરી શકે છે. “એ” છેલ્લેવારમું અહંકારને લઈને જ અંધો રહેલો હોય, એટલો ભાગ છે તે આત્માની જરૂર પડે છે, શુદ્ધ લાઈટની. કારણ કે અહંકારને લઈને આંધળો રહેલો હોય. બીજું, અહંકાર બધું લાઈટ આપી દે છે, બુદ્ધિજન્ય લાઈટ બધું આપી દે છે.
વ્યવહાર સંગે સંગે ચિત્તશુદ્ધિ. પ્રશ્નકર્તા : સંસારમાં રહીને ચિત્તશુદ્ધિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : સંસારમાં ચિત્તશુદ્ધિ કરવા માટે બહુ પ્રમાણિક નિષ્ઠાથી રહેવું જોઈએ અને ઓબ્લાઈઝીંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો પડે. પ્રમાણિક નિષ્ઠાથી એટલે કોઈનું કંઈ પણ ખોટું આપણા ઘરમાં ના આવે, એવી રીતે રહેવું જોઈએ. આપણું કો'કને ત્યાં જવું જોઈએ. એટલે જેટલું આપણું લોકોને ત્યાં ગયું એટલી ચિત્તશુદ્ધિ થાય.
પ્રશ્નકર્તા : તો તો આપણે વ્યવહાર વધાર્યો, ચોપડા વધાર્યા ઊલટા આપણે.
દાદાશ્રી : એ આપણા માટે નથી, આ બહારના માટે વાત કરું છું. આ જે પૂછે છે તે બહારના માટેની વાત કરે છે. એટલે એમને આ રીતે કરે તો કામ લાગે. તેનાથી ચિત્તશુદ્ધિ થાય. પણ છેવટે આત્માને જાણવો પડે, જ્ઞાની પુરુષ પાસેથી ! આત્મજ્ઞાની સિવાય કોઈ દહાડો ચિત્તની શુદ્ધિ ના થાય. આત્મજ્ઞાની મળે તો આપણો ઉકેલ આવે. નહીં તો પછી આ ભાંજગડ છે. રમી રમવા જાય તેના કરતાં જ્યાં છે ત્યાં બેસી રહે તે સારું. એ જગ્યાએ બેસી રહ્યો હોય, તે લપસી ના પડાયને ! એટલે ઉકેલ કરવો હોય તો આત્મજ્ઞાની સિવાય ઉકેલ ના થાય.
સ્થિરતા તે શાંતિ, ચિત્તતી.. પ્રશ્નકર્તા : ચિત્તની સ્થિરતા માટે શું કરવું જોઈએ ? કઈ રીતનો અભ્યાસ કરવો જોઈએ ?
દાદાશ્રી : ચિત્તની સ્થિરતા શી રીતે થાય જાણો છો ? એ કંઈ આ પતંગ જેવી વસ્તુ નથી કે આપણે દોરો ખેંચીએ અને હાથમાં આવી ગયું. ચિત્ત બધું અશુદ્ધ થઈ ગયેલું છે, પછી ભટકે જ ને !
પ્રશ્નકર્તા : હું ભગવાનની ભક્તિ કરું, સત્સંગ કરું તોય પણ સંસારના વિચારો આવે છે અને ચિત્ત સ્થિર રહેતું નથી.
દાદાશ્રી : હવે એનું શું કારણ ? એ શાથી નથી રહેતું ? અમને આવું થતું હશે કોઈ વખત ? ના થાય. એવું છે ને, ચિત્ત લપટું પડી