________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૬૩
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
લૌકિકમાં તો ‘મન મેલું છે, ચિત્ત ચંચળ છે', બધું એવું જ હોય. લૌકિકની વાત આપણે કરવાની નહીં. આપણે સમજવા માટે લૌકિક સમજવું. લૌકિક તો ગાયો-ભેંસોને રાડાં નાખે ને, એના જેવા આ રાડાં નાખવામાં આવે છે. પીરસનારાય રાડા ખાય છે અને એય રાડાં ખાય
એ વિતા તથી છૂટકારો ! પ્રશ્નકર્તા: તોફાની જળમાં પવન નાવને ખેંચી જાય છે, તેમ વૃત્તિઓ મનને ખેંચી જાય છે, તેવું ગીતામાં ભગવાન કૃષ્ણ કહ્યું છે.
દાદાશ્રી : હવે વૃત્તિઓ ખેંચી જાય, તે ક્યાં સુધી વૃત્તિઓ ખેંચી જાય કે જ્યાં સુધી ચિત્ત અશુદ્ધ છે. ચિત્તની શુદ્ધિ કર્યા પછી વૃત્તિઓ ના ખેંચી જાય.
પ્રશ્નકર્તા : મૂળ વાતને પહોંચવામાં મને જે સૌથી મોટો અવરોધ લાગ્યો, એ આટલા વર્ષે સમજાતું થયું કે ચિત્તશુદ્ધિ થવી જોઈએ.
દાદાશ્રી : હા, ચિત્તશુદ્ધિ સિવાય બીજો ઉપાય નથી. ચિત્તશુદ્ધિ સિવાય આ જગતમાં કોઈ કાર્ય થાય નહીં.
પ્રશ્નકર્તા : અને માનવ કંઈક પુરુષાર્થ કરી શકે એવું ક્ષેત્ર હોય તો આ ચિત્તશુદ્ધિ ?
દાદાશ્રી : હા, ચિત્તશુદ્ધિ, બીજું કાંઈ થાય નહીં. પ્રશ્નકર્તા : બીજેય ફાંફાં મારી જોયાં છે. દાદાશ્રી : ફાંફાં બધાં નકામાં છે.
હવે મોઢે શબ્દમાં બોલ્યા ચિત્તશુદ્ધિ પણ ચિત્ત શું અને શુદ્ધિ શું? એનું પ્રમાણ વગર બધું નકામું છે. જ્ઞાની પુરુષની ભાષાથી સમજવું પડશે. જે જોઈ શકે છે આ બધું, અનુભવી શકે છે. જે અનુભવની ઉપર જોઈ શકે છે, તે બધું બતાવી શકે છે.
પ્રશ્નકર્તા : અશુદ્ધ ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા કેવી રીતે થતી હશે ?
દાદાશ્રી : આ જ્ઞાન લીધું એટલે આપણે થઈ ગયું છે ને હવે ! કોના હારુ પૂછો છો ?
પ્રશ્નકર્તા : સહજ રીતે.
દાદાશ્રી : કોઈ છોકરો ચોરી કરી લાવ્યો, પછી એની મેળે પ્રતિક્રમણ કરે તો શુદ્ધિકરણ થાય. ચોરી કરે છે એ તો અશુદ્ધ ચિત્તના આધારે જ કરે છે, પણ આ પ્રતિક્રમણથી શું કરે છે ? શુદ્ધિ કરે છે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા એ ચિત્તને શુદ્ધ કર્યા કરે છે ?
દાદાશ્રી : ચિત્તને શુદ્ધ કરવા માટે જ પ્રતિક્રમણ કરે છે અને સામા સાથે વેર ના બંધાય એટલા માટે, બેઉ કામ.
પ્રશ્નકર્તા : ચિત્તની જે બરોબર આમ શુદ્ધતા થવી જોઈએ છેલ્લા સ્ટેજની, એ તો આ કેવળજ્ઞાન થતાં પહેલાં આવતી હશે ને ?
દાદાશ્રી : ધીમે ધીમે દહાડે દહાડે વધતું જાય, પણ શુદ્ધ થતાં બહુ વાર લાગે. આખું જગત શુદ્ધ કરે છે. ચિત્તને જ શુદ્ધ કરી રહ્યા છે ને ! બધાય તપ-ત્યાગ, જે જે બધું કરી રહ્યા છે ને, તે ચિત્તને શુદ્ધ કરી રહ્યા છે. શાસ્ત્રો વાંચે છે તેય પણ ચિત્તને શુદ્ધ કરી રહ્યા
જ્ઞાત જ એને ચલાવે... એને એવું જ્ઞાન મળ્યું હોય કે, આ જીવો, માંકણ, મચ્છરો મારી નાખવા જોઈએ, આપણને ત્રાસ આપે છે. તો એ એના જ્ઞાનના આધારે ઊંધું કરે છે. જે જ્ઞાન એને આજે પ્રાપ્ત થયું હોય, તે જ્ઞાનના આધારે એ કામ કર્યું જવાનો. એ જ્ઞાન શેમાં પ્રાપ્ત થયેલું ? ત્યારે કહે, ચિત્તમાં મળેલું છે. પણ અશુદ્ધ ચિત્ત એટલે અશુદ્ધ જ્ઞાન-દર્શન, એ એના આધારે કામ કરે છે. ને જરા સારું જ્ઞાન-દર્શન મળ્યું હોય, કે ‘ભઈ, જીવોને મારવા એ હિંસા છે.” તો એ ત્યાં આગળ અટકીય જાય છે. એ અહંકાર