________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
કારણ આ. એ બોલે છે ને તમે સામું બોલો એ તમારી ચિત્તની અશુદ્ધિ થઈ જાય. પણ તે તમે સામું કશું ના કરો, એટલે ચિત્તની અશુદ્ધિ થાય નહીં.
૨૬૧
અશુદ્ધ એકલું ચિત્ત જ થયા કરે છે. એ ચિત્તની જ શુદ્ધિ કરવાની છે. તેને બદલે લોકો શુંનું શુંય શુદ્ધ કરવા માંડ્યા !
પ્રશ્નકર્તા : ખરી ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને ? આ જે તમે બોલો છો ને, પ્રશ્ન પૂછો છો ને, તે ચિત્તની શુદ્ધિ કરવા માટે જ પૂછી રહ્યા છો. જેમ શરીરને નદીમાં ઝબોળવાથી શુદ્ધ થાય છે, તેમ સત્સંગમાં ઝબોળ ઝબોળ કરવાથી મન અને ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તની શુદ્ધિ જ થયા કરે અને સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થઈ ગયું એનું નામ નિર્વિકલ્પ દશા.
ધર્મનાં પુસ્તક વાંચશો તો એટલો લાભ થશે. કારણ કે બીજી જગ્યાએ રમી રમવામાં તો નથી ને અત્યારે. અને તમારું ચિત્ત અહીં છે ને ? જેટલું ચિત્ત પાંસરું એટલી શુદ્ધિ થશે અને શુદ્ધ થયેલું ચિત્ત બગાડશો નહીં તો આગળ શુદ્ધિ વધતી જશે.
પ્રશ્નકર્તા : સારા વાંચનથી ચિત્તશુદ્ધિ થાય ?
દાદાશ્રી : હા, થાય. સારા વાંચનથી ધીમે ધીમે ચિત્તની શુદ્ધિ થાય. પણ પાછું જેટલા પ્રમાણમાં ચિત્તની શુદ્ધિ કરીએ છીએ, એટલા પ્રમાણમાં વધારે અશુદ્ધ કરીએ છીએ. એટલે પછી નફો શો રહ્યો આપણી પાસે ? દસ ટકા જેટલી આપણે ચિત્તશુદ્ધિ કરી, તો સાંજ સુધીમાં કો'કની જોડે ભાંજગડો કરી, તેમાં વીસ ટકા અશુદ્ધિ થઈ જાય. એટલે દસ ટકાની આપણે ઘેર ખોટ ને ખોટ જ આવીને ?
એટલે જ મેલું ચિત્ત !
ચિત્તના અને મનના ભેદને સમજતો જ નથી ને ! મારું મન મુંબઈ જતું રહ્યું એવું તેવું બોલે છે ને, એ ચિત્ત જતું રહે છે.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : પણ આ સાધુઓ, આ સત્સંગવાળા, બીજા-ત્રીજા, મનની જ વાત કરે છે.
૨૬૨
દાદાશ્રી : એમને ખબર જ ના પડે ને, ચિત્તનું અને મનનું ભાન જ નથી એ લોકોને ! મન મેલું થાય જ નહીં, ચિત્ત જ મેલું થાય અને સંસ્કૃતમાં અશુદ્ધ ચિત્ત કહે. પણ આમ મેલું ના બોલે હું કે, એનું નામ દુનિયા !
પ્રશ્નકર્તા : ત્યારે આ લોકો એમ કહે છે કે મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે ?
દાદાશ્રી : હા, મન જ કારણ છે.
પ્રશ્નકર્તા ઃ તો તમે ચિત્તની વાત કરો છો પાછી ?
દાદાશ્રી : મેલું શું આમાં ? તો ચિત્ત મેલું છે, તેથી આ મન ઊભું રહ્યું છે. એટલે ચિત્ત જો ચોખ્ખું થાય તો મોક્ષે લઈ જાય ને ચિત્ત મેલું થાય તો અહીં આગળ બધું રખડાવી મારે. ચિત્તને ને મનને યથાર્થ સમજ્યા વગર બધું ઠોકાઠોક કહેલું છે, બધાંય પુસ્તકોમાં. ચિત્ત અશુદ્ધ થયેલું હોય ત્યારે મન અશુદ્ધ થયેલું હોય, તે એમાં નર્કગતિમાં ને બીજી ગતિઓમાં લઈ જાય, સંસારમાં રખડાવી મારે.
પ્રશ્નકર્તા : ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને અર્જુન પોતે પૂછે છે, કે મન બહુ ચંચળ છે.
દાદાશ્રી : મન ચંચળ છે પણ મેલું નથી. ચંચળ તો, દરેક વસ્તુ ચંચળ જ છે ને ? મન એકલું કંઈ ચંચળ છે ?
પ્રશ્નકર્તા : ચિત્ત પણ ચંચળ ખરું જ ને ?
દાદાશ્રી : એ તો હોય જ. ચિત્ત પણ ચંચળ તો ખરું જ, પણ આ ચિત્ત મેલું છે. ચિત્તનાં મેલાંને લઈને આ જગત ઊભું છે, મનને લઈને નથી ઊભું. એવું સ્ટ્રોંગ રીતે ત્રણેય કાળને માટે સત્ય બોલીએ છીએ આપણે આ.